નવા વર્ષમાં આ 4 શેર પર પૈસા લગાવવા એક્સપર્ટ્સ આપી રહ્યા છે સલાહ
નવુ વર્ષ નવી આશાઓ સાથે શરૂ થઇ ચૂક્યું છે. આ દરમિયાન શેર બજાર પણ મોટા નફા વાળા ઇનવેસ્ટમેન્ટની આશામાં એવા શેરોની તલાશમાં છે, જે તેમને આ વર્ષે તાબડતોબ કમાણી કરાવી આપે. માર્કેટ એક્સપર્ટ્સે પણ પ્રકારના અમુક સ્ટોક્સની ડિટેલ તૈયાર કરી છે, જે આવનારા સમયમાં રોકાણકારોને જોરાદાર રિટર્ન આપી શકે છે.
બજાર નિષ્ણાંત અનુજ ગુપ્તા અનુસાર, ઘણી ઉતર ચઢ વાળા માર્કેટમાં અમુક સ્ટોક્સ એવા પણ સાબિત થઇ શકે છે, જે પોતાના રોકાણોથી કમાણી કરાવનારા સાબિત થઇ શકે છે. નવા વર્ષમાં જોરદાર રિટર્ન આપનારા એવા જ અમુક સ્ટોક પર નજર નાખીએ તો તેમાં IDFC First Bank, રેણુકા શુગર, NCC અને ફેડરલ બેન્કના શેરો શામેલ છે. તેના માટે શાનદાર ટાર્ગેટ પ્રાઇસ સેટ કરવામાં આવ્યા છે.
IDFC First બેન્ક
આ બેન્કના શેરોની વાત કરીએ તો તેમાં ગયા વર્ષથી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગયા એક વર્ષમાં જ્યાં આ શેરમાં 22.36 ટકાની તેજી જોવા મળી છે. ત્યાં ગયા એક મહિનામાં ત્રણ ટકાનો ઉછાળો આવ્યે છે. સપ્તાહના પહેલા કારોબારી દિવસ સોમવારે આ બેન્કના શેરોમાં 3.32 ટકા એટલે કે, 1.95 રૂપિયાનો ઉછાળો આવ્યો છે અને તેની સાથે જ તે 60.75 રૂપિયાના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. એક્સપર્ટ્સે આ શેર માટે 100 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઇસ સેટ કર્યો છે.
રેણુકા શુગર
રેણુકા શુગર લિમિટેડના સ્ટોક્સ પણ નવા વર્ષમાં પોતાના રોકાણકારો માટે નફાનો સોદો સાબિત થઇ શકે છે. ગયા એક વર્ષમાં આ શેરની કિંમતમાં આવેલી તેજી પર નજરી નાખીએ તો તેમાં 90.63 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે પાંચ વર્ષમાં આ સ્ટોકની ચાલ જોઇએ તો તેણે પોતાના રોકાણકારોને 243 ટકા સુધીનું રિટર્ન આપ્યું છે. સોમવારે આ શેર 57.95 રૂપિયાના સ્તર પર કારોબાર કરી રહ્યો હતો. એક્સપર્ટ્સે આ શેર માટે 120 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઇસ સેટ કર્યો છે.
NCC લિમિટેડ
હવે વાત કરીએ તો એક્સપર્ટ્સની નજરમાં આવેલા ત્રીજા એવા શેર વિશે જે આવનારા સમયમાં જોરદાર ફાયદો આપનારો સાબિત થઇ શકે છે. NCC લિમિટેડનો સ્ટોક બજાર નિષ્ણાંતોની લિસ્ટમાં ટોપ પર છે. આ શેરની ચાલ જોઇએ તો એક મહિનાની અવધિમાં તેમાં 14.13 ટકાની તેજી જોવા મળી છે. જ્યારે એક વર્ષમાં તેની કિંમતમાં લગભગ 28 ટકાનો ઉછાળો આવ્યો છે. સોમવારે શેર બજારમાં આ સ્ટોક રોકેટની જેમ ભાગતો જોવા મળ્યો. આ સ્ટોકનો ભાવ 9.24 ટકા એટલે કે, 7.75 રૂપિયાની તેજી સાથે 91.65 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો હતો. તેના માટે 150 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઇસ નક્કી કરવામાં આવ્યો છે.
રેલ વિકાસ નિગમ લિમિટેડ
લિસ્ટમાં આગલો નંબર આવે છે રેલ વિકાસ નિગમ લિમિટેડનો. આ શેરે પોતાના રોકાણકારોને ગયા એક વર્ષમાં 94 ટકા, જ્યારે ગયા પાંચ વર્ષમાં 247 ટકાનું રિટર્ન આપ્યું છે. સોમવારે આ સ્ટોક લીલા નિશાન પર કારોબાર કરતો 68.45 રૂપિયાના લેવલ પર ટ્રેડ કરી રહ્યો હતો. તેના માટે ટાર્ગેટ પ્રાઇસ 120 રૂપિયા સુધી નક્કી કરવામાં આવ્યો છે. એક્સપર્ટ્સ લિસ્ટમાં તેના પછી ફેડરલ બેન્ક આવે છે. તેના માટે 225 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઇસ નક્કી કરવામાં આવ્યો છે. આ શેરનો ભાવ 138.25 રૂપિયા હતો. એક મહિનામાં આ શેરની કિંમતમાં લગભગ ચાર ટકા અને એક વર્ષમાં 58.54 ટકાનો ઉછાળો આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp