LICએ અદાણી પછી હવે અંબાણીની કંપનીમાં પણ મોટું રોકાણ કર્યું

PC: business-standard.com

દુનિયાના અબજોપતિઓની યાદીમાં સામેલ અને એશિયાના સૌથી ધનિક મુકેશ અંબાણની કંપની JIO ફાઇનાન્શિયલના શેર બોમ્બે સ્ટોક એકસ્ચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 21 ઓગસ્ટે લિસ્ટ થયા હતા. પહેલા દિવસે આ શેરનો ભાવ 261થી ખુલીને 265 સુધી પહોંચી ગયો હતો જો કે બીજા દિવસે એટલે કે આજે JIO ફાઇનાન્શિયલના શેરનો ભાવ 239 સુધી પહોંચી ગયો છે. આ દરમિયાન જાણવા મળ્યું છે કે જીવન વિમા ક્ષેત્રની દેશની સૌથી મોટી કંપની  LICએ મુકેશ અંબાણીની કંપનીમાં 6.6 ટકા હિસ્સો ખરીદ્યો છે. JIO ફાઇનાન્શિયલના નોન બેકીંગ ફાઇનાન્શિયલ કંપની તરીકે કામ કરે છે.LICએ ઼ડિમર્જર દ્રારા આ હિસ્સો ખરીદ્યો હોવાનું જાણવા મળ્યું છે.

લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) એ જાહેરાત કરી છે કે તેણે Jio ફાઇનાન્શિયલ સર્વિસમાં 6.660 ટકા હિસ્સો હસ્તગત કર્યો છે. LICએ ડિમર્જર એક્શન દ્વારા આ હિસ્સો લીધો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડિમર્જરથી અલગ થયેલી કંપની Jio ફાઇનાન્સિયલ સર્વિસે ગઇકાલે શેરબજારમાં પ્રવેશ કર્યો છે અને તેનું લિસ્ટિંગ BSE અને NSE પર કરવામાં આવ્યું છે.

LICએ માહિતી આપી હતી કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના 4.68 ટકા શેરના ડિમર્જરના બદલામાં મળેલી રકમનોઉપયોગનોન-બેંકિંગનાણાકીય એન્ટિટી JIO ફાયનાન્સિયલ સર્વિસિસના સંપાદન માટે કરવામાં આવ્યો છે. આ માહિતી 19 જુલાઈના રોજ જારી કરવામાં આવેલી નોટિસમાં આપવામાં આવી હતી. LIC દ્વારા બજાર નિયામક સેબીને આ અંગે જાણ કરવામાં આવી છે અને આજે તેનો સત્તાવાર પત્ર પણ સામે આવ્યો છે.

JIO ફાઇનાન્શિયલ સર્વિસિસના શેરમાં ગઈકાલે લિસ્ટિંગ થયા બાદ આજે બીજા દિવસે લોઅર સર્કિટ લાગી છે. આજે, JIOFIN શેર NSE પર રૂ. 12.45 અથવા 5 ટકાના ઘટાડા સાથે રૂ. 236.45 પર ટ્રેડ કરી રહ્યા છે. BSE પર રૂ. 12.55 અથવા 4.99 ટકાના ઘટાડા સાથે શેર રૂ. 239.20 પર રહ્યો હતો.

સેબીને આપવામાં આવેલી માહિતીમાં, LIC એ જણાવ્યું છે કે JIO ફાયનાન્સિયલ સર્વિસિસમાં હિસ્સો ડિમર્જર એક્શન દ્વારા લેવામાં આવ્યો છે અને તે બજારના કામકાજના કલાકોમાં કરવામાં આવ્યો છે. આ એક્વિઝિશનનો ખર્ચ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના 4.68 ટકા ડિમર્જ્ડ શેર દ્વારા લેવામાં આવ્યો છે.

LICના શેરમાં આજે એક ટકાથી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે. બપોરે 1.30 વાગ્યાની આસપાસ, LICનો શેર રૂ. 11.60 અથવા 1.78 ટકાના વધારા સાથે રૂ. 663.75 પ્રતિ શેર પર ટ્રેડ કરી રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp