LICએ અદાણી ગ્રુપના વધુ શેરો ખરીદ્યા, કોંગ્રેસ નેતાએ કહ્યું- અદાણીના શેર...

PC: indiatimes.com

હિંડનબર્ગના અદાણી સામે ના રિપોર્ટ પછી લાંબા સમયથી JPC તપાસની માંગ કરી રહેલી કોંગ્રેસ ફરી ગુસ્સામાં આવી ગઇ છે તેનું કારણ એવું છે કે LICએ અદાણી ગ્રુપના વધુ શેરોની ખરીદી કરી છે.કોંગ્રેસે કહ્યું, અમે JPCની માંગ કરી રહ્યા છે તે યોગ્ય જ છે, કારણકે અદાણીના શેરો ખરીદવા માટે LICને ફરજ પાડવામાં આવી રહી છે.

અદાણી ગ્રુપના શેરો ઘટવા તરફી રહેલા છતા દેશની સૌથી મોટી વીમા કંપની  LIC દ્રારા હિસ્સેદારી વધારવાને કારણે કોંગ્રેસ ફરી આગબબૂલા થઇ છે. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે એક નિવેદનમાં આરોપ લગાવ્યો કે અદાણીના શેરો ખરીરવા માટે LICને ફરજ પાડવામાં આવે છે. આ સાથે જ કોંગ્રેસ નેતા જયરામે ફરી એકવાર અદાણી પર લાગેલા આરોપો માટે JPC તપાસની માંગ કરી છે.

જયરામ રમેશે ટ્વીટ કરીને લખ્યું કે, અદાણી એન્ટરપ્રાઈઝના શેરના ભાવમાં ઝડપથી ઘટાડો થયો હોવા છતાં, LICએ તેના લાખો શેર ખરીદ્યા છે. આ ઘટસ્ફોટ વડા પ્રધાન સંબંધિત અદાણી કૌભાંડમાં JPC ની માંગને વધુ મજબૂત બનાવે છે. તેમણે કહ્યું કે તે ખૂબ જ સ્પષ્ટ છે કે વડાપ્રધાનના પ્રિય બિઝનેસ ગ્રૂપને ડૂબતા બચાવવા માટે LICને તેના પોલિસીધારકોના પૈસાનો ઉપયોગ કરવા મજબુર કરવામાં આવી રહી છે.

કોંગ્રેસ મહાસચિવે લખ્યુ કે 24 જાન્યુઆરી 2023ના દિવસે અદાણી ગ્રુપને લઇને હિંડનબર્ગના રિપોર્ટમાં ઉઠાવવામાં આવેલા સવાલો પછી દરરોજ નવા નવા ખુલાસાઓ બહાર આવી રહ્યા છે. જયરામ રમેશે કહ્યું કે, જૂન 2021માં અદાણી એન્ટ્રપ્રાઇઝીસમાં LICની હિસ્સેદારી માત્ર 1.32 ટક હતા અને 18 મહિનામાં ડિસેમ્બર 2022 આવતા સુધીમા આ હિસ્સેદારી 4.32 ટકા થઇ ગઇ હતી. LICએ જાન્યુઆરીથી માર્ચ 2023ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં અદાણી ગ્રુપના 3.75 લાખ શેરો ખરીદ્યાછે.

LICએ પ્રથમ ત્રિમાસિક ગાળાં અદાણી ગ્રુપની 3 કંપનીઓમાં હિસ્સાદારી વધારી છે, જેમાં અદાણી એન્ટરપ્રાઇઝિસ અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ટોટલ ગેસ સામેલ છે. જો કે આ ત્રિમાસિક ગાળામાં LIC અદાણી ગ્રુપની કંપનીઓ જેવી કે ACC અને અંબુજા સીમેન્ટમાં હિસ્સેદારી ઘટાડી પણ છે.

LICનું લેટેસ્ટ શેરહોલ્ડિંગ જોઇએ તો અદાણી ટ્રાન્મિશનમાં હિસ્સેદારી 3.65 ટકાથી વધારીને 3.68 ટકા, અદાણી ગ્રીનમાં 1.28 ટકાથી વદારીને 1.35 ટકા, અદાણી ટોટલ ગેસમાં 5.96 ટકાથી વધારીને 6.02 ટકા કરવામાં આવી છે. તો એની સામે અદાણી પોર્ટસમાં LICની હિસ્સેદારી 9.14 ટકાથી ઘટીને 9.12 ટકા, અંબુજી સીમેન્ટમાં 6.33 ટકાથી ઘટીને 6.29 ટકા અને ACCમાં 6.41 ટકાથી ઘટીને 5.13 ટકા થઇ ગઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp