26th January selfie contest

LIC મર્જર પર મોટું અપડેટ, આ 4 સરકારી વીમા કંપનીઓ થશે મર્જ! જાણો વિગતો

PC: economictimes.indiatimes.com

દેશમાં ચાલી રહેલા ખાનગીકરણ અને મર્જર વચ્ચે વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવે LICમાં દેશની ચાર સરકારી જનરલ ઈન્સ્યોરન્સ કંપનીઓને મર્જ થઈ શકે છે. જેમાં નેશનલ ઈન્સ્યોરન્સ, ન્યુ ઈન્ડિયા એશ્યોરન્સ, ઓરીએન્ટલ ઈન્સ્યોરન્સ અને યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપનીનો સમાવેશ થાય છે. બિઝનેસની નિષ્ણાતોએ કહ્યું છે કે વીમા નિયમનકારી અને વિકાસ સત્તા (IRDA) અધિનિયમ 1999 અને વીમા અધિનિયમ 1938 હેઠળ તેમાં સુધારો કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.

સૂચિત સુધારાઓમાં જણાવવામાં આવ્યું છે કે દેશમાં જીવન અને બિન-જીવન વીમા પૉલિસીઓ વેચવા માટે એક જ માન્ય કંપની હોવી જોઈએ, જેમાં જરૂરી લઘુત્તમ મૂડી નિર્ધારિત કરીને વૈધાનિક મર્યાદાને દૂર કરવામાં વીમા નિયમકોને મદદ કરશે. એવી પણ માહિતી આપવામાં આવી છે કે અન્ય કૃષિ વીમા કંપનીને તેની સાથે મર્જ કરવામાં આવી શકે છે.

હકીકતમાં, આ વિષય પર એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, નાણામંત્રી નિર્મલા સીતારમણે અગાઉ જાહેરાત કરી હતી કે રણનીતિક ક્ષેત્રોના કિસ્સામાં માત્ર ચાર કંપનીઓ જ સરકારી બની શકે છે. એટલે કે, આ રીતે સરકાર તેની ચાર નોન-લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીઓને LIC સાથે મર્જ કરી શકે છે. બીજી તરફ આ કંપનીઓના કર્મચારીઓ પણ માંગ કરી રહ્યા છે કે આ કંપનીઓને LICમાં મર્જ કરવામાં આવે.

બીજી તરફ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે LICમાં હવે ખાનગી ક્ષેત્રના લોકોને ચેરમેન બનવાની તક મળશે. ઉલ્લેખનીય છે કે, 66 વર્ષમાં આવું પહેલીવાર એવું બન્યું છે જ્યારે LICનું નિયંત્રણ ખાનગી ચેરમેનના હાથમાં ગયું હોય. અત્યાર સુધીના નિયમ મુજબ કંપનીના જ MDને જ તેના ચેરમેન બનાવવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp