LICના લિસ્ટીંગને 1 વર્ષ પુરુ થયું, જાણો.લોકોના કેટલા લાખ કરોડ ડૂબ્યા?

આજથી એક વર્ષ પહેલાં   LICનો IPO આવવાનો હતો ત્યારે મૂડીબજારમાં ભારે ચર્ચા હતી અને રોકાણકારોને એવી આશા હતી કે સરકારની કંપની છે તો કમાણી થશે, પરંતુ રોકાણકારોની આશા ઠગારી નિવડી છે અને એક વર્ષમાં જ શેરના ભાવમાં 40 ટકાનું ગાબડું પડી ગયું છે.

આજથી બરાબર એક વર્ષ પહેલાં, 17 મે, 2022ના દિવસે  ભારતીય શેરબજારના ઈતિહાસમાં સૌથી મોટો IPO લાવનાર જાહેર ક્ષેત્રની વીમા કંપની LICનું લિસ્ટિંગ સ્ટોક એક્સચેન્જમાં થયું હતું. રોકાણકારોએ LICના IPOમાં એવો વિચાર કરીને રોકાણ કર્યું હતું કે તેમને સારો નફો મળશે. પરંતુ આ IPO રોકાણકારો માટે ખૂબ જ નિરાશાજનક સાબિત થયો છે. LICનો સ્ટોક એક વર્ષ પછી તેની IPO કિંમત કરતા 40ટકા નીચે ટ્રેડ કરી રહ્યો છે અને રોકાણકારોના 2.40 લાખ કરોડ રૂપિયા ડુબી ગયા છે.

બરાબર એક વર્ષ પહેલા મે 2022માં LIC એ IPO દ્વારા માર્કેટમાંથી 20557 કરોડ રૂપિયા ભેગા કર્યા હતા. કંપનીએ 949 રૂપિયા પ્રતિ શેરના ભાવે રોકાણકારોને શેર ફાળવ્યા. પરંતુ શેરમાં લિસ્ટિંગ થયાના એક વર્ષ બાદ જ શેર 40 ટકાના ઘટાડા સાથે રૂ. 569 પર ટ્રેડ થઈ રહ્યો છે. IPOના પ્રાઇસના હિસાબે કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 6 લાખ કરોડની નજીક હતું, જે ઘટીને રૂ. 3.60 લાખ કરોડ થયું છે. એટલે કે લિસ્ટિંગ બાદ કંપનીના માર્કેટ કેપમાં રૂ. 2.40 લાખ કરોડનો ઘટાડો થયો છે.

જ્યારે 17 મે 2022 ના દિવસે LICનો શેર સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થયો  ત્યારે તે માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ દેશની પાંચમી સૌથી મોટી કંપની બની હતી. પરંતુ શેરના ભાવમાં ભારે ઘટાડા બાદ LIC હવે 13માં સ્થાને સરકી ગઈ છે. સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગના પહેલા જ દિવસે 47000 કરોડ રૂપિયાના માર્કેટ કેપિટલાઇઝેશનમાં ઘટાડો થયો હતો.

 LICના શેરમાં ઘટાડાને લઈને વિપક્ષ પણ સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને સંચાર પ્રભારી જયરામ રમેશે ટ્વીટ કર્યું કે આ સમગ્ર પ્રક્રિયામાં લાખો પોલિસીધારકોને ભારે નુકસાન થયું છે.

કેન્દ્ર સરકાર LICમાં 96.5 ટકા હિસ્સો ધરાવે છે. શેરહોલ્ડિંગ પેટર્ન પર નજર કરીએ તો, મ્યુચ્યુઅલ ફંડ્સે LIC સ્ટોકમાં તેમના રોકાણમાં ઘટાડો કર્યો છે. મ્યુચ્યુઅલ ફંડનો હિસ્સો જૂન 2022 ક્વાર્ટરથી ઘટીને હવે 0.63 ટકા પર આવી ગયો છે. જોકે રિટેલ રોકાણકારોએ તેમનો હિસ્સો વધાર્યો છે. તેમનો હિસ્સો 1.88 ટકાથી વધીને 2.04 ટકા થયો છે.પરંતુ તેમની સંખ્યા 39.89 લાખથી ઘટીને 33 લાખ થઈ ગઈ છે. એટલે કે એક વર્ષમાં 6.87 લાખ રિટેલ રોકાણકારો ઘટ્યા છે. વિદેશી રોકાણકારોનો હિસ્સો પણ જૂન 2022માં 0.12 ટકાથી ઘટીને 0.08 ટકા પર આવી ગયો છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.