Linkedinનું નવું રિસર્ચ, વર્ષ 2023માં 80 ટકા ભારતીય જોબ ચેન્જ કરવાની ફિરાકમાં

PC: businessnewsdaily.com

Linkedin ઇન્ડિયાના એક રિસર્ચ અનુસાર, દર પાંચમાંથી ચાર કે લગભગ 8 ટકા ભારતીય પ્રોફેશનલ્સ વર્ષ 2023માં પોતાની હાલની નોકરી ચેન્જ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. આવું એટલા માટે થઇ રહ્યું છે કે, કેટલીક સારી ઇન્ડસ્ટ્રીઝની હાયરિંગ એક્ટિવિટીઝમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તે સિવાય કેટલાક પ્રોફેશનલ્સ સારું વર્ક લાઇફ બેલેન્સ અને નાણાંકીય સુરક્ષા આપનારી કંપનીઓમાં નોકરીની તલાશ કરી રહ્યા છે. Linkedinએ પોતાના રિસર્ચમાં એ પણ કહ્યું છે કે, જોબ બદલવાનું આ પ્લાનિંગ વધારેપડતા જેન ઝેડ કેટેગરીના લોકો કરી રહ્યા છે. જેન ઝેડ કેટેગરીમાં વર્ષ 1997થી લઇને 2012ની વચ્ચે પૈદા થનારા લોકોને રાખવામાં આવે છે.

આ વિશે કરવામાં આવેલા એક સર્વેક્ષણમાં ત્રણ ચતુર્થાંશ એટલે કે, 78 ટકા લોકોએ કહ્યું છે કે, જો તેમણે પોતાની નોકરી છોડવી પડે છે તો બીજી જોબમાં એપ્લાઇ કરવા માટે વધારે કોન્ફિડન્ટ અનુભવશે. Linkedinનું આ રિસર્ચ સેન્સસવાઇડ સાથે કરવામાં આવ્યું છે. આ રિસર્ચમાં એ વાત પણ સામે આવી છે કે, 18થી 24 વર્ષના 88 ટકા લોકો પોતાની હાલની નોકરીને સ્વિચ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. 40થી 54 વર્ષની ઉંમરના કર્મચારીઓ માટે આ આંકડો 64 ટકાનો છે. જ્યારે, 32 ટકા એટલે કે, દર 3માંથી એક વ્યક્તિએ એ માન્યું કે, તેઓ પોતાની ક્ષમતાઓના આધાર પર સારી નોકરી હાંસલ કરી શકે છે.

Linkedinના વર્કફોર્સ કોન્ફિડન્સ ઇન્ડેક્સ અનુસાર, પ્રોફેશનલ્સને ચાલી રહેલી આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે પોતાના માટે એક સુરક્ષિત કરિયર વિકલ્પની તલાશમાં જોઇ શકાય છે. ભારતમાં અડધાથી પણ વધારે લોકો એટલે કે, 54 ટકા લોકો પ્રોફેશનલ્સ લોકોના સંપર્ક અને વધારેમાં વધારે પ્રોફેશનલ એક્ટિવિટીઝમાં ભાગ લઇને પોતાનું નેટવર્ક વધારવામાં લાગ્યા છે. Linkedinના આંકડાથી એ પણ ખબર પડે છે કે, જીવનની સતત વધતી નાણાંકિય સુરક્ષાની આવશ્યકતા એ પ્રમુખ કારકોમાંથી છે કે જે શ્રમિકોને નવી નોકરીઓની તલાશ કરવા માટે પણ પ્રેરિત કરી રહ્યા છે. ત્રણમાંથી દરેક વ્યક્તિ આવી નોકરીમાં જવા માટે ઇચ્છુક છે કે જે, સારું વર્ક લાઇફ પ્રપોર્શન પ્રદાન કરે છે.

ઉપર જણાવેલ આંકડા 18 વર્ષથી વધારેની આયુ કે, 2000થી વધારે પ્રોફેશનલ્સની પ્રતિક્રિયાઓ પર આધારિત છે. આ રિપોર્ટ એવા સમયમે આવ્યો છે કે, જ્યારે વૈશ્વિક વ્યાપક આર્થિક વાતાવરણ અનિશ્ચિત નજરે પડી રહ્યું છે અને ઘણી બધી કંપનીઓ લેઓફના મૂડમાં છે. જોકે, કેટલાક વિશ્લેષકોએ એ પણ ભવિષ્યવાણી કરી છે કે, ભારતીય અર્થવ્યવસ્થા એ રીતના સંકટો સામે ઉભા રહેવા માટે મજબૂત સ્થિતિમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp