લીકરની આ કંપનીઓમાં ભારે તેજી, દલાલ સ્ટ્રીટમાં બુલ્સની ચાંદી!!

PC: tradebrains.in

એલ્કોહોલિક બેવરેજ માર્કેટમાં નિશ્ચિતપણે પાર્ટી ચાલી રહી છે. પાછલા અમુક મહિનાથી દલાલ સ્ટ્રીટમાં બુલ્સની ચાંદી થઇ રહી છે. સ્ટ્રીટના આ સેગમેન્ટમાં તેજી જોવા મળી છે. ભારત દુનિયામાં સૌથી આકર્ષક અને ઝડપથી વધતુ એલ્કોહોલિક માર્કેટ્સમાંથી એક છે. પ્રમાણની માત્રામાં ભારત ચીન અને અમેરિકા પછી ત્રીજુ સૌથી મોટું માર્કેટ છે. આ સેક્ટર ન માત્ર બિઝનેસના મામલામાં આગળ વધી રહ્યું છે. બલ્કે શેરોની કિંમતોમાં પણ ઉછાળો આવ્યો છે. આ સેગમેન્ટના મોટાભાગના શેરોએ પોઝિટિવ રિટર્ન આપ્યું છે. જેમાંથી અમુક સ્ટોક્સ તો મલ્ટીબેગર પણ બની ગયા છે.

સોમ ડિસ્ટિલરીઝે આપ્યું બંપર રિટર્ન

Som Distilleries & Breweries લિમિટેડ આ લિસ્ટમાં ટોપ પર છે. આ કંપનીના શેરે એપ્રિલ પછીથી 108 ટકાનું જોરદાર રિટર્ન આપ્યું છે. ત્યાર પછી બ્રાંડી અને વ્હિસ્કી મેકર તિલકનગર ઈન્ડસ્ટ્રીઝના શેરોએ 91 ટકા રિટર્ન આપ્યું છે. જ્યારે યૂનાઇટેડ સ્પિરિટ્સે 34 ટકા રિટર્ન આપ્યું છે.

  • કંપની                      નાણાકીય વર્ષ 2024માં રિટર્ન (%)
  • સોમ ડિસ્ટિલરીઝ -        109
  • તિલકનગર ઈન્ડસ્ટ્રીઝ -   92
  • જગતજીત ઈન્ડસ્ટ્રીઝ -   39
  • એસોસિએટેડ એલ્કોહોલ્સ -  35
  • યૂનાઈટેડ સ્પીરિટ્સ -      34
  • સુલા વાઇનયાર્ડ્સ -       34
  • ગ્લોબલ સ્પિરિટ્સ -        15
  • જીએમ બ્રેવરીઝ -        12

લીકરના વપરાશમાં આવશે તેજી

નાણાકીય વર્ષ 2023માં કઠિન સમય જોયા પછી બીજી અન્ય કંઝ્યૂમર કંપનીઓની જેમ જ એલ્કોહોલિક બેવરેજ માર્કેટ્સને પાછલા ક્વાર્ટરમાં કાલા માલની કિંમતોના ઘટાડાથી રાહત મળી છે. આ ઉપરાંત બિઝનેસ ઈવેન્ટ્સ અને લગ્ન પ્રસંગો પ્રી-કોવિડ લેવલની જેમ પાછા આવી ગયા છે. વિશ્લેષકોનું માનવું છે કે, આનાથી લીકરના વપરાશમાં તેજી આવશે અને વોલ્યૂમમાં વધારો થશે. સ્ટોક્સબોક્સમાં રિસર્ચ એનાલિસ્ટ અનુશી વખારિયાએ કહ્યું કે, વોલ્યૂમના મામલામાં આપણે આવનારા અમુક ક્વાર્ટ્સમાં ICC વર્લ્ડ કપ અને આવનારા તહેવારોની સીઝનને લીધે સારી ડિમાંડ થવાની આશા કરી રહ્યા છે.

નોંધ  માત્ર માહિતી આપવા ખાતર આ ન્યૂઝ લખવામાં આવ્યા છે. શેરબજારમાં રોકાણ કરતી વખતે તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું જરૂરી છે. અહીં આપવામાં આવેલા તથ્યો માત્ર જાણકારી માટે છે. આ રોકાણ કરવાની સલાહ આપતા નથી. કશે પણ રોકાણ કરવા પહેલા પોતાના સલાહકારની સલાહ જરૂર લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp