સૌથી વધુ ટેક્સ ભરનારી મહિલાઓમાં સામેલ થઈ અશ્નીર ગ્રોવરની પત્ની

PC: indiatvnews.com

શાર્ક ટેંક ઇન્ડિયાથી ફેમસ થયેલા વિવાદિત બિઝનેસમેન અશ્નીર ગ્રોવર મોટા ભાગે ટ્રેન્ડમાં રહે છે. પોતાના બિઝનેસ મોડલના દમ પર BharatPeને આકાશે લઈ જનારા અશ્નીર ગ્રોવરે હવે એક મોટી જાહેરાત કરતા બતાવ્યું કે, તેની પત્ની માધુરી જૈન દેશમાં સૌથી વધુ ટેક્સ આપનારી મહિલાઓની લિસ્ટમાં સામેલ થઈ ગઈ છે. તેમણે પોતાની પત્નીને આ ઉપલબ્ધિ માટે શુભેચ્છા પાઠવી છે અને બિઝનેસને આગળ વધારવા માટે પ્રેરિત કરી છે.

અશ્નીર ગ્રોવરે જણાવ્યું કે, તેની પત્ની માધુરી જૈન ગ્રોવરે 2.84 કરોડના એડવાન્સ ટેક્સની ચૂકવણી કરી છે જે સૌથી વધુ ટેક્સ આપનારી મહિલાઓમાંથી એક છે. ઉલ્લેખનીય છે કે અશ્નીર ગ્રોવર અને તેની પત્ની પર BharatPe સાથે કૌભાંડ કરવાના ઘણા કેસ પણ ચાલી રહ્યા છે. અશ્નીર ગ્રોવરે પોતાના સત્તાવાર ટ્વીટર અકાઉન્ટથી ટ્વીટ કરી અને લખ્યું કે, ‘માધુરી જૈન ગ્રોવર દેશની સૌથી વધુ ટેક્સ આપનારી મહિલાઓમાંથી એક છે. તેણે આ નાણાકીય વર્ષમાં 2.84 કરોડ રૂપિયાનો એડવાન્સ ટેક્સ ચૂકવ્યો છે.

પોતાનાઆ સ્ટાર્ટઅપ રોકાણો સાથે Shi is killing.. બધા ઈમાનદાર ટેક્સ દાતાઓ માટે ખુશીની પળ.’ અશ્નીર ગ્રોવરે પોતાની ટ્વીટમાં લખ્યું કે, મારી પત્ન માધુરી જૈન ગ્રોવરે 1.15 કરોડ રૂપિયાનો એડવાન્સ ટેક્સ જમા કર્યો છે. તે ઘણા વર્ષોથી ભારતમાં સૌથી વધુ ટેક્સ આપનારી વ્યક્તિગત મહિલા કરદાતાઓમાંથી એક રહી છે. તમને લાગતું હશે કે ભારતમાં કેટલા વીસી પાર્ટનર્સે એટલો ટેક્સ ચૂકવ્યો છે? ખૂબ ઓછા. મોટાભાગના લોકો તેના માટે સિંગાપુર કે દુબઈમાં રહે છે અને શૂન્ય ટેક્સની ચૂકવણી કરે છે.

અશ્નીર ગ્રોવર પોતાની પત્નીને ખૂબ પ્રેમ કરે છે અને હાલમાં જ તેમણે પોતાની બૂક ‘દોંગલાપન’માં પણ જણાવ્યું છે કે કેવી રીતે જીવનસાથીનો સાથ મુશ્કેલમાં મુશ્કેલ સફરને સરળ બનાવી દે છે. અશ્નીર ગ્રોવર ટી.વી. ચેનલ કલર્સના રિયાલિટી શૉ શાર્ક ટેંકની સીઝન વનમાં પણ આવી ચૂક્યા છે, જેમાં તેઓ ખૂબ પોપ્યુલર જજ સાબિત થયા હતા. હાલના સમયમાં અશ્નીર ગ્રોવર પોતાની ફિટનેસને લઈને પણ ખૂબ ચર્ચામાં છે.

તેમણે ટ્વીટર પર પોતાની નવી તસવીર શેર કરી હતી, જેમાં તેઓ ખૂબ ફિટ નજરે પડી રહ્યા છે. તેમણે ટ્વીટર પર લખ્યું છે કે મને વિવાદોથી કોઈ ફરક પડતો નથી, પરંતુ મીડિયાવાળાને જોઈએ છે મારી જૂની તસવીરોને ઉપયોગ ન કરે, પરંતુ આ નવી તસવીરનો ઉપયોગ કરે. જેમાં હું ખૂબ ફિટ નજરે પડી રહ્યો છું, મને પોતાને મોટો જોવાથી દુઃખ થઈ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp