આગામી સપ્તાહમાં ONGC, IRCTC, Coal India સહિતની અનેક કંપનીઓ ડિવિડન્ડ આપવાની છે

PC: tradebrains.in

આગામી સપ્તાંહમાં ONGC,Coal India, IRCTC સહિત અનેક મોટી કંપનીઓના શેરો એક્સ ડિવિડન્ડ થવાના છે. આ શેરોમાં રોકાણકારોને શેર દીઠ 0.50 પેસાથી માંડીને 37 રૂપિયા સુધીનું ડિવિડન્ડ મળવાનું છે. ડિવિન્ડ એ કંપનીને થયેલા નફામાંથી શેરધારકોને આપવામાં આવતો હિસ્સો છે. ડિવિડન્ડ શેર દીઠ આધારે આપવામાં આવે છે.

આગામી સપ્તાહમાં આઇશર મોટર્સ, કોલ ઇન્ડિયા, ઓએનજીસી, જિંદાલ સ્ટીલ એન્ડ પાવર, આઇઆરસીટીસી, એલ આઇસી હાઉસીંગ ફાયનાન્સ સહિતની અનેક કંપનીઓ એક્સ ડિવિડન્ડ થશે.

એક્સ ડિવિડન્ડ એટલે કંપનીએ એક તારીખ નિર્ધારિત કરી હોય છે, તે તારીખ પછી શેર ખરીદનારને એ સમયનું ડિવિડન્ડ મળતું નથી, જ્યારે એક્સ ડિવિડન્ડ ડેટ પહેલાં શેર  ખરીદેલા હોય તો ડિવિડન્ડ કે બોનસ મળે છે. એક્સ ડિવિડન્ડ ડેટ પછી શેર ખરીદનારને કંપની જ્યારે બીજી વખત ડિવિડન્ડ જાહેર કરે ત્યારે મળે છે.

હવે નજીકના દિવસોમાં કઇ કઇ કંપનીઓ ડિવિડન્ડ આપવાની છે તે જાણી લઇએ.

આઇશર મોટર્સ- મોટી ઓટોમોબાઇલ કંપનીઓમાં સામેલ આઇશર મોર્ટસ શેર દીઠ 37 રૂપિયા ડિવિડન્ડ આપશે. કંપનીની એક્સ ડિવિડન્ડ તારીખ 14 ઓગસ્ટ છે.

કોલ ઇન્ડિયા- કોલ ઇન્ડિયાએ શેર દીઠ 3 રૂપિયા ડિવિડન્ડ જાહેર કરેલું છે. એક્સ ડિવિડન્ડ ડેટ 18 ઓગસ્ટ છે.

IRCTC-  આઇઆરસીટીસીનું શેર દીઠ 2 રૂપિયા ફાઇનલ ડિવિડન્ડ  જાહેર કરવામાં આવ્યું છે. તેની એક્સ ડિવિડન્ડ ડેટ 18 ઓગસ્ટ છે.

જિંદાલ સ્ટીલ એન્ડ પાવર- જિંદાલ સ્ટીલ એન્ડ પાવરે 2 રૂપિયા ડિવિડન્ડ જાહેર કરેલું છે. તેની એક્સ ડિવિડન્ડ ડેટ 18 ઓગસ્ટ છે.

ઓએનજીસી- જાહેર ક્ષેત્રની કંપની ઓએનજીસીએ શેર દીઠ 0.50 પૈસા ડિવિડન્ડ જાહેર કરેલું છે, તેની પણ એક્સ ડિવિડન્ડ ડેટ 18 ઓગસ્ટ છે.

એલઆઇસી હાઉસીંગ ફાયનાન્સ- હોમ લોન કંપની એલઆઇસી હાઉસીંગ ફાયનાન્સે શેર દીઠ 8.5 રૂપિયા ડિવિન્ડ જાહેર કરેલું છે, એક્સ ડિવિડન્ડ ડેટ 18 ઓગસ્ટ.

આરએલબી બેંક- આ બેંકે શેર દીઠ 1.50 રૂપિયા ડિવિડન્ડ જાહેર કરેલું છે. એક્સ ડિવિડન્ડ ડેટ 18 ઓગસ્ટ  છે.

શેરબજારમાં ઘણા રોકાણકારો એવા હોય છે જે સારું ડિવિડન્ડ આપતી કંપનીઓના શેરોને લાંબા ગાળા સુધી જાળવી રાખે છે. શેરબજારમાં લિસ્ટેડ ઘણી એવી કંપનીઓ છે જે તગડું ડિવિન્ડ આપે છે. ખાસ કરીને રિટાયર્ડ લોકો ડિવિડન્ડ આપતી કંપનીના શેરોમાં વધારે રોકાણ કરતા હોય છે. ઘણી કંપનીઓ તેમના રોકાણકારોને  બોનસ શેરો પણ આપે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp