મિહિર વોરાએ જણાવ્યું શેરબજારમાં કડાકાનું કારણ

PC: economictimes.indiatimes.com

આવતા સપ્તાહમાં આવનારા યુનિયન બજેટની બજાર આતુરતાથી રાહ જોઇ રહ્યું છે. બજેટ પહેલા બજારમાં મોટી ઉથલ પાથલ જોવા મળી. આજે નિફ્ટી બેન્ક 3 ટકાથી વધારે તુટ્યું. 21મી ઓક્ટોબર બાદ પહેલી વખત નિફ્ટી 17600ની નીચે ગયું છે. બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 23મી ડિસેમ્બર પછી પહેલી વખત 300 પોઇન્ટ તુટ્યું છે. બજારમાં જોરદાર વેચવાલી આવી છે. એવામાં બજાર પર મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સના ડિરેક્ટર અને CIO મીહિર વોરાએ પોતાની સલાહ આપી છે. તેની સાથે જ તેમણે આવતા સપ્તાહમાં આવનારા બજેટ 2023 પરની આશાઓ વિશે CNBC આવાઝ સાથે ચર્ચા કરી. તેમણે કહ્યું કે, તેમને બજેટથી મોટી આશા નથી.

તેનો જવાબ આપતા મીહિર વોરાએ કહ્યું કે, એકદમથી બજારમાં એટલું પેનિક કેમ છે એ કહેવું સરળ નથી હોતું. પણ અમારું માનવું એ છે કે, ગયા વર્ષે ભારતીય બજારે આઉટપર્ફોર્મ કર્યું હતું. અમને લાગે છે કે, આ કડાકો તેના કેચઅપ માટે જ છે. આમ પણ યુરોપ અને ચાઇનાથી જે આંકડા આવી રહ્યા છે. તેનો હિસાબ એવો નથી લગાવી શકાતો કે, ત્યાં મંદી જેવી પરિસ્થિતિ આવી રહી છે કે નહીં.

અમેરિકા, યુરોપની સાથે સાથે ચાઇનાની પરિસ્થિતિ સુધરવાના કારણે મોટા રોકાણકારો ત્યાંના બજારોમાં પણ પોતાની હાજરી બતાવી રહ્યા છે. આ સમયે અમુક હદ સુધી અમેરિકા, યુરોપ અને ચીન તરફ પૈસા જતા નજરે પડી રહ્યા છે. જ્યારે, ગ્લોબલ પડકારોમાં નરમાશના સંકેત દેખાઇ રહ્યા છે. વિદેશી રોકાણકારોએ નવેમ્બર અને ડિસેમ્બરથી અમેરિકા, યુરોપ અને ચીનના બજારોમાં પૈસા નાખવાનું શરૂ કરી દીધું છે. તેની અસર ભારતીય બજારો પર જોવા મળી રહી છે.

તેમણે તેના પર કહ્યું કે, થોડા વર્ષોથી આપણે જોઇ રહ્યા છીએ કે, બજેટ બજાર માટે નોન ઇવેન્ટ બની રહ્યું છે. કુલ મળીને બજેટ પર બજારની નિર્ભરતા ઘટી રહી છે. બજાર માટે એ સારું છે. થોડા વર્ષોમાં આપણને બજેટમાં કોઇ મેટી વસ્તુ આવતી નજરે નથી પડે. તેથી તેમનું માનવું છે કે, બજેટથી મોટા સરપ્રાઇઝની આશા નથી. પણ ફરીથી મને લાગે છે કે, ગ્રામીણ ખપત માટે બજેટમાં અમુક એલાન થઇ શકે છે.

મીહિર વોરાએ કહ્યું કે, સારા રોકાણ તરીકે ઇક્વિટી અને ફિક્સ્ડ ઇનકમ વચ્ચે સંતુલન બનાવી રાખવું જરૂરી હોય છે. રોકાણકારોને ઇક્વિટી અને ફિક્સ્ડ ઇનકમમાં 50 બાય 50નું સંતુલન બનાવી રાખવું જોઇએ. હાલ અમારા ફંડ્સમાં અમે ઘરેલુ ઇકોનોમી પર વધારે ફોકસ કરી રહ્યા છીએ. અમારું ફોકસ PLI સ્કીમ, ખપત જેવા સ્પેસમાં બનેલું છે. બજારમાં અમુક સપ્તાહ સુધી FII ફ્લોમાં નરમાશ જોવા મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp