મારુતિ eVX: કરી લો તૈયારી, આવે છે મારુતિની ઇલેક્ટ્રિક SUV, જાણો ખાસિયતો

PC: news18.com

Maruti EVX Electric SUV હવે ઇલેક્ટ્રિક કાર માર્કેટમાં જાયન્ટની એન્ટ્રી થવા જઈ રહી છે. લોકો લાંબા સમયથી મારુતિ સુઝુકીની ઇલેક્ટ્રિક કારની રાહ જોઈ રહ્યા હતા, અને આ પ્રક્રિયા ત્યારે શરૂ થઈ જ્યારે કંપનીએ થોડા વર્ષો પહેલા તેની વેગનઆર ઇલેક્ટ્રિકનું પરીક્ષણ કરવાનું શરૂ કર્યું. પરંતુ એવું લાગે છે કે મારુતિ EVની રાહ ખૂબ જ ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહી છે. હા, મારુતિ સુઝુકીએ તેની પ્રથમ ઈલેક્ટ્રિક કાર કોન્સેપ્ટ મારુતિ eVXનું પરીક્ષણ શરૂ કરી દીધું છે. કંપનીએ આ વર્ષની શરૂઆતમાં ઓટો એક્સપો દરમિયાન આ કાર કોન્સેપ્ટને વિશ્વ સમક્ષ રજૂ કર્યો હતો.

હવે આ કોન્સેપ્ટ કારનું પ્રોટોટાઈપ મોડલ ટેસ્ટિંગ દરમિયાન જોવા મળ્યું છે. માહિતી અનુસાર, પોલેન્ડના ક્રાકોવમાં એક ચાર્જિંગ સ્ટેશન પર મારુતિ eVX જોવામાં આવ્યું છે, જેની કેટલીક તસવીરો સ્થાનિક વેબસાઈટ Autogaleria દ્વારા ઈન્ટરનેટ પર અપલોડ કરવામાં આવી છે. જો કે આ ટેસ્ટિંગ વ્હીકલ સંપૂર્ણપણે છદ્માવરણથી ઢંકાયેલું હતું, પરંતુ તેમ છતાં કારના લુક અને ડિઝાઇનને લગતી તમામ માહિતી સામે આવી છે.

Maruti eVX SUVનો દેખાવ અને ડિઝાઇન મોટાભાગે એક કોન્સેપ્ટ મોડલ તરીકે દર્શાવવામાં આવેલો હતો તેની જેવો જ છે. તેમાં બ્લેન્ક્ડ-ઑફ ગ્રિલ અને L-આકારની હેડલેમ્પ્સ સાથે અપરાઇટ આગળનો ચહેરો આપવામાં આવ્યો છે. તે ફ્લેરેડ વ્હીલ કમાનો અને C-પિલર માઉન્ટેડ રિયર ડોર હેન્ડલ્સ મેળવે છે, જ્યારે પાછળના ભાગમાં સ્લિમ રેપરાઉન્ડ ટેલલાઇટ્સ અને એક સંકલિત છત સ્પોઇલર મળે છે.

આ ઈલેક્ટ્રિક SUVના ઈન્ટિરિયરની તસવીરો પણ સામે આવી છે, જેને જોઈને ખવાર પડે છે કે, તેને ચોરસ આકારનું 2-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ આપવામાં આવ્યું છે, જે ફ્રી-સ્ટેન્ડિંગ ડિજિટલ ડિસ્પ્લે હાઉસિંગ અને ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર સાથે આવે છે. તેમાં રોટરી ડ્રાઈવ મોડ સિલેક્ટર પણ જોઈ શકાય છે. આ સિવાય SUVની અંદર ઘણા બધા વાયર વગેરે પણ જોવા મળી રહ્યા છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે આ પ્રોટોટાઈપ અત્યારે ફુલ ટેસ્ટિંગ મોડમાં છે, જેમાં સમય અનુસાર ફેરફાર કરવામાં આવ્યા છે.

ઓટો એક્સપો દરમિયાન આ કોન્સેપ્ટ રજૂ કરતી વખતે મારુતિ સુઝુકીએ કહ્યું હતું કે, આ SUV સુઝુકી મોટર કોર્પોરેશન દ્વારા ડિઝાઇન અને ડેવલપ કરવામાં આવી છે. મારુતિ eVX ઇલેક્ટ્રિક કોન્સેપ્ટમાં, કંપની 60kWh બેટરી પેકનો ઉપયોગ કરી રહી છે, જે એક જ ચાર્જમાં 550 Km સુધીની ડ્રાઇવિંગ રેન્જ આપશે. કારની લંબાઈ 4,300mm, પહોળાઈ 1,800mm અને ઊંચાઈ 1,600mm છે. આ કારને સંપૂર્ણપણે નવા ડેડિકેટેડ ઇલેક્ટ્રિક પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે. કંપની આ ઈલેક્ટ્રિક SUVને 2025 સુધીમાં માર્કેટમાં વેચાણ માટે લૉન્ચ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp