28Kmplની માઈલેજ આપતી મારુતિની આ SUVની કિંમત લૉન્ચ થયા પછી પહેલીવાર વધી

PC: aajtak.in

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેની નવી SUV ગ્રાન્ડ વિટારા લોન્ચ કરી હતી. જ્યારથી આ કાર ડોમેસ્ટિક માર્કેટમાં લૉન્ચ કરવામાં આવી છે, ત્યારપછી પહેલીવાર કંપનીએ તેની કિંમતમાં વધારો કર્યો છે. લોન્ચ સમયે, કંપનીએ આ SUVની પ્રારંભિક કિંમત 10.45 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરી હતી. હવે કંપનીએ મારુતિ ગ્રાન્ડ વિટારાની કિંમતમાં લગભગ 30,000 રૂપિયાનો વધારો કર્યો છે.

મારુતિ ગ્રાન્ડ વિટારાના બેઝ સિગ્મા વેરિઅન્ટની કિંમતો હવે રૂ. 10.70 લાખથી શરૂ થાય છે, જે અગાઉ રૂ. 10.45 લાખ હતી. જ્યારે, ડેલ્ટા વેરિઅન્ટની કિંમતમાં લગભગ 25,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને હવે તેની કિંમત 12.10 લાખ રૂપિયાથી શરૂ થાય છે. Zeta અને Alpha વેરિયન્ટની કિંમતમાં માત્ર રૂ. 2,000નો વધારો કરવામાં આવ્યો છે, તેમની કિંમત અનુક્રમે રૂ. 13.91 લાખ અને રૂ. 15.41 લાખથી શરૂ થાય છે.

મારુતિ ગ્રાન્ડ વિટારા દેશની પ્રથમ SUV છે, જે CNG વેરિઅન્ટમાં પણ આવે છે. CNG વેરિઅન્ટમાં આ કાર કુલ બે ટ્રિમમાં ઉપલબ્ધ છે, જેમાં ડેલ્ટા અને ઝેટાનો સમાવેશ થાય છે. કંપનીએ તેમની કિંમતોમાં અનુક્રમે રૂ. 20,000 અને રૂ. 2,000નો વધારો કર્યો છે. હવે તેની કિંમત 13.05 લાખ રૂપિયા અને 14.86 લાખ રૂપિયાથી શરૂ થાય છે. અગાઉ તેમની કિંમત અનુક્રમે 12.85 રૂપિયા અને 14.84 લાખ રૂપિયા હતી. જ્યારે હાઇબ્રિડ વેરિઅન્ટની કિંમત હવે 18.29 લાખ રૂપિયાથી શરૂ થાય છે, તેની કિંમતમાં 30,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

ગ્રાન્ડ વિટારામાં, કંપનીએ 1.5-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કર્યો છે, જે 103bhp પાવર અને 136Nm ટોર્ક જનરેટ કરે છે. જ્યારે CNG મોડમાં, તેનું પાવર આઉટપુટ થોડું ઓછું થાય છે, અને CNG મોડમાં આ એન્જિન 87bhp પાવર અને 121.5Nm ટોર્ક જનરેટ કરે છે. આ SUVમાં માત્ર 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન એન્જિનનો જ વિકલ્પ ઉપલબ્ધ છે.

કંપની દાવો કરે છે કે, તેનું હળવું-હાઇબ્રિડ વેરિઅન્ટ 19 થી 21 કિલોમીટર પ્રતિ લિટર અને મજબૂત હાઇબ્રિડ વેરિઅન્ટ 27.97 કિલોમીટર પ્રતિ લિટર સુધીની માઇલેજ આપે છે. બીજી તરફ, CNG વેરિઅન્ટ અંગે કંપનીનું કહેવું છે કે, આ SUV 26.6km/kg સુધીની માઈલેજ આપે છે. કંપનીએ આ SUVને ફ્યુચરિસ્ટિક ડિઝાઇન લેંગ્વેજ પર તૈયાર કરી છે. આમાં એડવાન્સ ફીચર્સ અને ટેક્નોલોજીનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે.

SUVમાં સ્માર્ટ પ્રો પ્લસ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વાયરલેસ એપલ કાર પ્લે અને એન્ડ્રોઇડ ઓટો કનેક્ટિવિટી, સુઝુકી કનેક્ટ જેવી સુવિધાઓ મળે છે. આ સિવાય ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે, પેનોરેમિક સનરૂફ, એમ્બિયન્ટ લાઇટિંગ, વાયરલેસ ફોન ચાર્જર, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ અને હેડ-અપ ડિસ્પ્લે આ SUVને વધુ ખાસ બનાવે છે.

સુરક્ષાની દ્રષ્ટિએ પણ આ SUVને વધુ સારી બનાવવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે. મારુતિ સુઝુકી ગ્રાન્ડ વિટારામાં 6 એરબેગ્સ, ઈલેક્ટ્રોનિક બ્રેકફોર્સ ડિસ્ટ્રિબ્યુશન (EBD),ની સાથે એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS), ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, 360-ડિગ્રી કેમેરા, હિલ હોલ્ડ આસિસ્ટ અને ISOFIX ચાઈલ્ડ સીટ એન્કર જેવી તમામ સુવિધાઓ મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp