આ દેશે આપી અદાણી ગ્રુપને ક્લીનચિટ, બોલ્યું- કંઈ ગરબડ નથી, બધી ડીલ નિયમ હેઠળ!

PC: ft.com

મુશ્કેલ સમયથી અદાણી ગ્રુપ માટે એક રાહતના સમાચાર આવ્યા છે. મોરીશસે રેગ્યુલેટર ફાઈનાન્સિયલ સર્વિસ કમિશન (FSC)એ અદાણી ગ્રુપને કલીનચિટ આપી દીધી છે. ફાઇનાન્શિયલ સર્વિસ કમિશને કહ્યું કે, તેને અદાણી ગ્રુપ સાથે જોડાયેલી 38 કંપનીઓ અને 11 ગ્રુપના મુદ્દામાં કોઈ પણ કાયદાનું ઉલ્લંઘન મળ્યું છે. અમેરિકન રિસર્ચ ફાર્મ હિંડનબર્ગે 24 જાન્યુઆરીને પબ્લિશ પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે અબજપતિ ગૌતમ અદાણીએ પોતાની લિસ્ટેડ કંપનીઓના શેરોની કિંમતોમાં હેરફેર કરવા માટે મોરિશસ સ્થિત શેલ કંપનીઓનો ઉપયોગ કરી રહ્યું છે.

મોરીશસ બજાર નિયામકે કહ્યું કે, તેનો ઇન્ટરનેશનલ રિપોર્ટ અત્યાર સુધી પોતાના ભારતીય સમકક્ષ સાથે શેર કરવામાં આવ્યા નથી. બિઝનેસ સ્ટાન્ડર્ડમાં છપાયેલા રિપોર્ટ મુજબ, ફાઇનાન્શિયલ સર્વિસ કમિશનના ચીફ એક્ઝિક્યૂટિવ અધિકારી ધનેશ્વરનાથ વિકાસ ઠાકુરે જણાવ્યું જે, મોરીશસના એ (અદાણી) ગ્રુપ સાથે જોડાયેલી બધી એકાઈઓનું શરૂઆતી આંકલન અને જમા કરવામાં આવેલી જાણકારીના આધાર પર અત્યાર સુધી અમને નિયમો તોડવાના કોઈ પુરાવા મળ્યા નથી.

હાલમાં ભારતીય શેર બજાર નિયામક SEBI અદાણી ગ્રુપ અને મોરીશસની બે ફાર્મો ગ્રેટ ઇન્ટરનેશનલ ટાસ્કર ફંડ અને આયુષ્યમાં લિમિટેડ વચ્ચે સંબંધની તપાસ કરી રહ્યું છે. બંને ફાર્મોએ હાલમાં જ રદ્દ કરવામાં આવેલા અદાણી એન્ટરપ્રાઈઝીસના FPOમાં એન્કર રોકાણકારોના રૂપમાં ભાગ લીધો હતો. શોર્ટ સેલર હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપની કંપનીઓના માર્કેટ કેપિટલાઈઝેશનમાં 50 ટકા કરતા વધારાનો ઘટાડો આવ્યો છે.

હિંડનબર્ગે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો કે, અદાણી ગ્રુપની લિસ્ટેડ 7 કંપનીઓ ઓવરવેલ્યૂડ છે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, અદાણી ગ્રુપ દશકોથી સ્ટોક હેરાફેરી અને મની લોન્ડ્રિંગ કરી રહ્યું છે. અદાણી ગ્રુપે કહ્યું હતું કે, હિંડનબર્ગે યોગ્ય રીતે રિસર્ચ કર્યું નથી કે પછી જનતાને ભરમાવવા માટે તેણે ખોટા તથ્ય રજૂ કરવામાં આવ્યા છે. 100 કરતા વધુ પાનાંઓની પ્રતિક્રિયાઓમાં ગૌતમ અદાણીના નેતૃત્વવાળા ગ્રુપે બધા આરોપોને ભ્રામક બતાવ્યા હતા.

આ અગાઉ ઓસ્ટ્રેલિયન બજાર નિયામક ઓસ્ટ્રેલિયન સિક્યોરિટી ઇન્વેસ્ટમેન્ટ કમિશન (ASIC)એ પણ અદાણી ગ્રુપ વિરુદ્ધ સવાલ ઉઠાવ્યા હતા. ASICના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અદાણી ગ્રુપ વિરુદ્ધ આરોપોની સમીક્ષા કરશે અને એ નિર્ધારિત કરશે કે શું વધુ પૂછપરછની આવશ્યકતા છે? બ્રિટનના નાણાકીય નિયામક ફાઇનાન્શિયલ કંડક્ટ ઓથોરિટી (FCA), અદાણી ગ્રુપ અને લંડન સ્થિત કંપની ઇલારા કેપિટલ વચ્ચે સંબંધની પણ તપાસ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp