અદાણી ગ્રુપને લોન આપવામાં કોઈ વાંધો નથી, તેનું કોઈ કારણ પણ નથી દેખાતું: UCO બેંક

પબ્લિક સેક્ટરની દિગ્ગજ બેંક યુકો બેંકને અદાણી ગ્રુપને લોન આપવામાં કોઈ પરેશાની નથી. તેના CEO સોમા સંકરા પ્રસાદે આજે કહ્યું કે, તે એ બધા પ્રોજેક્ટ્સને લોન આપવા તૈયાર છે જે કોમર્શિયલ રૂપે મજબૂત છે. એક વેબસાઈટને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે, તેનો અર્થ એ છે કે, અદાણી ગ્રુપનો કોઈ પ્રોજેક્ટ જો કોમર્શિયલ રીતે મજબૂત છે, તો તેનું કોઈ કારણ જ બનતું નથી કે, તેને લોન ન આપવામાં આવે.

અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ આવ્યા બાદ અદાણી ગ્રુપ પર લોન અને રીપેમેન્ટ સ્ટેટસને લઈને સવાલ ઊભા થઈ ગયા હતા. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના આદેશ પર કેટલીક બેન્કોએ અદાણી ગ્રુપના એક્સપોઝરની જાણકારીનો ખુલાસો કરવો પડ્યો હતો. યુકો બેંકના CEOનું કહેવું છે કે, અદાણી ગ્રુપને જ્યારે નવી લોન આપવાનો વારો આવશે તો પ્રોજેક્ટની મજબૂતી એટલે કે વાઇઅબિલિટીના આધાર પર તેના પર નિર્ણય લેશે.

તેમાં એ જોવામાં આવશે કે શું આ પ્રોજેક્ટને લઈને બધા ટાઈ-અપ્સ થઈ ગયા છે, લોન અને ઇક્વિટી ફાઇનલ થઈ ચૂકી છે કે નહીં અને શું જે પ્રોડક્ટ કે સર્વિસ માટે આ પ્રોજેક્ટ છે તેની માગ છે કે નહીં. અદાણી ગ્રુપને આપવામાં આવેલી લોનની વાત કરીએ તો યુકો બેંકના CEOનું કહેવું છે કે, ગ્રુપનો એક્સપોઝર ટોટલ એડવાન્સ 1 ટકાથી પણ ઓછો છે. આ લોન યુકો બેન્કે અદાણી ગ્રુપને ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ માટે આપી છે, જે પૂરી થઈ ચૂકી છે અને તેનાથી સારા કેશ નજરેટ થઈ રહ્યા છે.

યુકોના MD અને CEOનું માનવું છે કે, અદાણી ગ્રુપ પાસે એસેટ્સ મજબૂત છે. ગ્રુપ બેંકને લોનનો હપ્તો નિયમિત રીતે ચૂકવી રહ્યું છે અને એવામાં એક્સપોઝરને લઈને કોઈ ચિંતા દેખાઈ રહી નથી. બેંક ઓફ બરોડા (BOB)ના MD અને CEO સંજીવ ચડ્ડાએ થોડા દિવસ અગાઉ કહ્યું હતું કે, બેંકની અંડરરાઇટિંગ ક્રાઇટેરિયા પર અદાણી ગ્રુપને વધુ લોન આપવા તૈયાર છીએ. દેશની સોથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના ચેરમેન દિનેશ ખારાએ 3 ફેબ્રુઆરીના રોજ જાણકારી આપી હતી કે, અદાણી ગ્રુપ પર તેમનો એક્સપોઝર માત્ર 27 હજાર રૂપિયાનો છે, જે તેમની લોન બુકનો લગભગ 0.8 થી 0.9 ટકા છે અને રીપેમેન્ટ્સ પણ ટ્રેક પર છે.

તેનો અર્થ કે અદાણી ગ્રુપ પર SBIના લોનને લઈને કોઈ ચિંતાની વાત નથી. ડિસેમ્બર 2022 ત્રિમાસિકના પરિણામ રજૂ કરતા SBIના ચેરમેને કહ્યું કે, અદાણીને એવા પ્રોજેક્ટ માટે લોન આપવામાં આવી, જેની પાસે ટેન્જિબલ એસેટ્સ છે અને જરૂરી કેશ કલેક્શન છે. આ લોન ચૂકતી કરવામાં સક્ષમ છે. પંજાબ નેશનલ બેંક (PNB)ના MD અને CEO અતુલ કુમાર ગોયલે પણ 24 ફેબ્રુઆરીના રોજ કહ્યું હતું કે, અદાણી ગ્રુપ સાથે જોડાયેલા મામલા પર સતત દેખરેખ રાખી રહ્યા છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.