કોણ છે મુકેશ અંબાણીની નાની બહેન, જાણો કેટલા છે તેની પાસે પૈસા?

PC: indiaherald.com

મુકેશ અંબાણી અને તેમનો પરિવાર હંમેશાં લાઇમલાઇટમાં રહે છે. અંબાણી બંધુઓ અનિલ અંબાણી અને મુકેશ અંબાણી બાબતે તો આપણે બધા જાણીએ જ છીએ, પરંતુ તેમની બે બહેનો દીપ્તિ અંબાણી (સાલગાંવકર) અને નીના કોઠારી બાબતે ઘણા ઓછા લોકો જાણે છે. બંને બહેનો હંમેશાં લાઇમલાઇટથી દૂર રહે છે. દીપ્તિ સાલગાંવકર અંબાણી ભાઈ-બહેનોમાં સૌથી નાની છે. તેમનો જન્મ 23 જાન્યુઆરી 1962ના રોજ ભારતીય બિઝનેસ ટાઈકુન ધીરુભાઈ અંબાણી અને કોકિલાબેનના ઘરે થયો હતો.

દીપ્તિ સાલગાંવકરે વી.એમ. સાલગાંવકર કૉલેજ ઓફ લૉથી કાયદાનો અભ્યાસ કર્યો છે. તેમનો લગ્ન ગોવાના એક બિઝનેસમેન દત્તરાજ સાલગાંવકર સાથે થયા છે. બંનેએ વર્ષ 1983માં લગ્ન કરી લીધા હતા અને સાલગાંવકર પરિવારની હવેલીમાં વસી ગયા. તે એક લવ મેરેજ હતા. તેની પુષ્ટિ વર્ષો અગાઉ એક વેબસાઈટના ઇન્ટરવ્યૂમાં દત્તરાજ સાલગાંવકરે જ કરી હતી. બંનેના લગ્નની કહાની ખૂબ રસપ્રદ છે.

ધીરુભાઈ અંબાણી વર્ષ 1978મા મુંબઈની ઉષા કિરણ સોસાયટીના 22માં માળ પર રહેતા હતા. એ સમયે એ જ બિલ્ડિંગના 14મા માળે બિઝનેસમેન વાસુદેવ સાલગાંવકર પરિવાર સાથે રહેતા હતા. અંબાણી અને તેમના પરિવાર વચ્ચે સારા સંબંધ હતા. વાસુદેવ સાલગાંવકરનો દીકરો દત્તરાજ સાલગાંવકર અનિલ અંબાણીથી ઉંમરમાં 2 વર્ષ મોટો હતો. તેમની મુકેશ અંબાણી સાથે પણ સારી મિત્રતા હતી.

બંનેની મિત્રતાના કારણે દત્તરાજનું ધીરુભાઈ અંબાણીના ઘરે ખૂબ આવવા-જવાનું રહેતું હતું, આ દરમિયાન દત્તરાજ અને દીપ્તિ વચ્ચે મિત્રતા થઈ અને ધીરે ધીરે એ મિત્રતા પ્રેમમાં પરિણમી ગઈ. દત્તરાજ સાલગાંવકર આ બાબતે કહે છે કે હું અને દીપ્તિ મોટા ભાગે મળતા હતા. અમે બંને એક-બીજાને પ્રેમ કરતા હતા અને લગ્ન કરવા માગતા હતા. જ્યારે અમે સંબંધ બાબતે પોતાના પરિવારજનોને જણાવ્યું તો તેઓ લગ્ન માટે રાજી થઈ ગયા.

દીપ્તિ સાલગાંવકરની કુલ સંપત્તિ વર્ષ 2023માં લગભગ 1 બિલિયન ડોલર (ભારતીય ચલણ મુજબ 7710 કરોડ રૂપિયા) છે. દીપ્તિ અંબાણી, જેમને હવે દીપ્તિ સાલગાંવકરના નામથી ઓળખવામાં આવે છે. તેઓ એક ભારતીય બિઝનેસ વુમન છે. તો તેમના પતિ એટલે કે દત્તરાજ સાલગાંવકરની ગોવાની એક ફૂટબોલ ટીમ છે. તેમના બે બાળકો છે. એક દીકરી ઈશિતા અને એક દીકરો વિક્રમ.

દીપ્તિ સાલગાંવકર લાઇમલાઇટથી દૂર રહે છે અને તેની બાબતે વધુ જાણકારી ઉપલબ્ધ નથી, પરંતુ તેની કુલ સંપત્તિનું અનુમાન તેના પરિવારની કુલ સંપત્તિના આધાર પર લગાવવામાં આવ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એક ટ્રિલિયન ડૉલરથી વધુની ગ્રુપ છે અને દીપ્તિ અંબાણી (હવે સાલગાંવકર) તેની એકમાત્ર ઉત્તરાધિકારી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp