મીકાએ અનંત અંબાણીની સગાઇમાં 10 મિનિટના પર્ફોર્મ કરવાના આટલા કરોડ રૂપિયા લીધા

બિલિયોનેર મુકેશ અંબાણીના નાના દિકરા અનંત અંબાણીની 29મી ડિસેમ્બરના રોજ રાધિકા મર્ચન્ટ સાથે સગાઇ થઇ છે. આ સેરેમનીમાં ઘણા બોલીવુડના સેલેબ્રિટિઝે હાજરી આપી હતી. સ્ટારોથી સજેલી મેહફિલમાં સાંજે સિંગર મીકા સિંહે પોતાના ગીતોથી ચાર ચાંદ લગાવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેણે 10 મિનિટનું પરફોર્મન્સ આપ્યું હતું પણ તેના માટે તેને લગભગ દોઢ કરોડ રૂપિયા ફીઝ મળી હતી. મીકા સામાન્ય રીતે આટલા રૂપિયા માટે એક કલાકનો શો કરે છે.

અંબાણી ફેમેલીમાં જે પણ ફંક્શન હોય છે તેમાં મીકા સિંઘ પરફોર્મન્સ કરતો જોવા મળે છે. મુકેશ અંબાણીના મોટા દિકરા આકાશ અંબાણી અને ઇશા અંબાણીના લગ્ના સમયે પણ મીકા સિંઘે પરફોર્મન્સથી મેહફિલ બાંધી હતી. મુકેશ અંબાણીના દિકરા અનંત અંબાણીના એન્ગેજમેન્ટ એનકોર હેલ્થકેરના CEO વીરેન મર્ચન્ટની દિકરી રાધિકા મર્ચન્ટની સાથે રાજસ્થાનમાં થયા છે. રાજસ્થાનના શ્રીનાથજીમાં બન્ને પરિવારો અને નજીકના સંબધીઓની હાજરીમાં સગાઇના રિવાજ કરવામાં આવ્યા હતા.

એન્ગેજમેન્ટ થયા બાદ મુકેશ અંબાણીના ઘર એન્ટીલામાં તેનું સેલિબ્રેશન રાખવામાં આવ્યું હતું. આ સેલિબ્રેશનમાં એન્ટરટેમેન્ટ, બિઝનેસ અને રાજકારણ જગતથી કેટલીક હસ્તીઓઓ હાજરી આપી હતી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી સલમાન ખાન, શાહરૂખ ખાન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, રણવીર સિંહ, જ્હાનવી કપૂર, અયાન મુખર્જી સહિત કેટલાક સ્ટાર્સ શામેલ થયા હતા.

રાધિકા બિઝનેસમેન વીરેન મર્ચન્ટની દિકરી છે. વીરેન મર્ચન્ટ મુખ્ય રૂપે ગુજરાતના કચ્છના રહેવાસી છે. તેઓ ADF ફૂડ્સ લિમિટેડના નોન એક્સીક્યુટિવ ડાયરેક્ટર હોવાની સાથે સાથે એન્કોર હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના CEO અને વાઇસ ચેરમેનની ભૂમિકા પણ ભજવી રહ્યા છે. વીરેન મર્ચન્ટની બે દિકરીઓ રાધિકા અને અંજલી મર્ચન્ટ છે. જ્યારે, વીરેન મર્ચન્ટની પત્ની શૈલા પણ એક બિઝનેસવુમન છે અને તે એન્કોર પ્રાઇવેટ લિમિટેડમાં ડાયરેક્ટર છે. રાધિકા પણ આ કંપનીમાં ડાયરેક્ટર તરીકે કામ કરે છે. અંબાણી અને મર્ચન્ટ પરિવાર એક બીજાની સાથે એક ખાસ સંબંધ ધરાવે છે.

હાલ થોડા સમય પહેલા જ ઇશા અંબાણીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે અને બાળકો 1 મહિનાના થયા પછી ઇશા અંબાણી ભારત પહોંચી હતી અને તેના ઘરમાં તેના બાળકોનું ભવ્ય સ્વાગત થયું હતું. આ બાળકોના જન્મ પર અંબાણી પરિવારે 300 કિલો સોનુ દાન કરવાનું એલાન કર્યું છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.