બેંકના ATMમાંથી દરેક ટ્રાન્ઝેક્શન પર મળશે પૈસા, દર મહિને 60 હજારની કમાણી

PC: news18.com

તમારે ઘરે બેઠા એકસ્ટ્રા ઇનકમ ઉભી કરવી હોય તો આ સમાચાર તમારા માટે કામના છે. થોડી મૂડી અને જગ્યા હોય તો તમારું કામ થઇ શકે છે.

જો તમારી પાસે બજારમાં અથવા એવી કોઈ જગ્યા છે જ્યાં લોકો સરળતાથી પહોંચી શકે છે, તો તમે બેંકના ATMની ફ્રેન્ચાઈઝી લઈને દર મહિને 60-70 રૂપિયા કમાઈ શકો છો. આ માટે તમારે ક્યાંય જવાની પણ જરૂર નથી. તમારે ફક્ત બેંક અથવા તેની સંબંધિત ATM કંપનીને ઑનલાઇન અરજી કરવાની છે.

અમે તમને SBI ATM ના ઉદાહરણ સાથે સમજાવીશું કે તમે ATM મશીન દ્વારા દર મહિને કેવી રીતે મોટી કમાણી કરી શકો છો. SBI ATM ઇન્સ્ટોલ કરવાનું કામ Tata Indicash કરે છે. તમારે તેમને અરજી કરવાની રહેશે. આ માટે તમે તેમની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. ભારતમાં ATM ઇન્સ્ટોલ કરવાનો કોન્ટ્રાક્ટ ફક્ત Tata Indicash, Muthoot ATM અને India One ATM સાથે છે.

બેંકના ATMની ફ્રેન્ચાઈઝી લઈને તમે દર મહિને 60 હજાર કે તેથી વધુ કમાઈ શકો છો. તમે આને વધારાની આવક તરીકે ગણી શકો છો કારણ કે ATM ફ્રેન્ચાઈઝી લીધા પછી, તમારે તેને ચલાવવા માટે કંઈ કરવાની જરૂર નથી.

SBI ATM ઇન્સ્ટોલ કરવા માટે તમારી પાસે 50-80 ફૂટ ચોરસ જગ્યા હોવી જોઈએ. તે અન્ય કોઈપણ ATMથી 100 મીટર દૂર હોવું જોઈએ. તે એવી જગ્યા હોવી જોઈએ જ્યાં લોકો સરળતાથી ATM જોઈ શકે. આ ઉપરાંત વીજ પુરવઠો 24 કલાક હોવો જોઇએ. વીજ જોડાણ 1 કિલોવોટનું હોવું જોઈએ. જ્યાં ATM લગાવવામાં આવશે તે સીલિંગ કોંક્રીટનું હોવું જોઈએ. જો તે કોઈપણ સોસાયટીમાં હોય તો મશીન લગાવવા માટે સોસાયટીનું નોન-ઓબ્જેક્શન સર્ટિફિકેટ જરૂરી છે.

SBI ATM સેટ કરવા માટે, તમારે Tata Injicash સાથે 2 લાખ રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ જમા કરાવવી પડશે. તે રિફંડપાત્ર છે. આ સિવાય 3 લાખ રૂપિયા કાર્યકારી મૂડી તરીકે જમા કરાવવાના રહેશે. એકંદરે તમારે 5 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. ATM ઇન્સ્ટોલ કર્યા પછી, તમને દરેક રોકડ વ્યવહાર પર રૂ.8 અને નોન-કેશ ટ્રાન્ઝેક્શન પર 2 રૂપિયા મળશે.

કેટલીક કંપનીઓ SBI ATMની ફ્રેન્ચાઇઝી આપે છે. તમે તેમની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને ઑનલાઇન અરજી કરી શકો છો. ATM લગાવનારી કંપનીઓ અલગ છે. Tata Indicash, Muthoot ATM અને India One ATM પાસે મુખ્યત્વે ભારતમાં ATM ઇન્સ્ટોલ કરવાનો કરાર છે. આ માટે તમે આ તમામ કંપનીઓની વેબસાઈટ પર ઓનલાઈન લોગઈન કરીને તમારા ATM માટે અરજી કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp