મુકેશ-નીતા અંબાણીના ઇવેન્ટમાં શા માટે સર્વ કરવામાં આવી નોટવાળી ડિશ

PC: bollywoodshaadis.com

નીતા-મુકેશ અંબાણીના કલ્ચરલ સેન્ટર ઇવેન્ટ હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. થોડાં દિવસ અગાઉ જ તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ ઉદ્ઘાટન સમારોહમાં વિવિધ સેલિબ્રિટીઝની હાજરીથી લઈને નીતા અંબાણીનો ડાન્સ ખૂબ જ ફેમસ થયા છે. આ ઇવેન્ટની ગ્લેમરસ તસવીરો બાદ હવે ખાવા-પીવાના ફોટોઝ વાયરલ થયા છે. ચાંદીની થાળી ચર્ચામાં આવી ગઇ છે. આ સાથે જ વધુ એક ફોટો સામે આવ્યો છે, જેમા સ્વીટ ડિશની સાથે 500ની નોટ દેખાઇ રહી છે. ઘણા લોકો આશ્ચર્યમાં છે કે શું ખરેખર મુકેશ અંબાણીએ રેસિપીમાં નોટ લગાવડાવી હતી. કેટલાક લોકો આ તસવીરને ફોટોશોપ્ડ માની રહ્યા છે. જો તમારા મનમાં પણ આ ફોટોને લઇને કન્ફ્યૂઝન છે તો અમે સ્પષ્ટ કરી દઇએ છીએ. આ ફોટો અસલી છે. જોકે, તેમા દેખાઇ રહેલી નોટ નકલી છે. આ ડિશ મુકેશ અંબાણીના મહેમાનોને સર્વ કરવામાં આવી હતી. ડિશનું નામ છે દૌલતની ચાટ. આ જુની દિલ્હીની ફેમસ ડિશ છે. જાણો આ ડિશની ઇન્ટ્રેસ્ટિંગ વાતો.

મુકેશ અને નીતા અંબાણીના ઇવેન્ટના વખાણ ભારતમાં જ નહીં, વિદેશોમાં પણ થઈ રહ્યા છે. હવે આ કાર્યક્રમની કેટલીક તસવીરો લોકોના મનમાં ઉત્સુકતા જન્માવી રહી છે. પહેલા ચાંદીની ગુજરાતી થાળીએ લોકોનું ધ્યાન ખેંચ્યુ. હવે  દૌલતની ચાટની ચર્ચા છે. તેનું મેન અટ્રેક્શન તેમા લાગેલી નોટ છે, જે તેના નામને સૂટ કરતા પ્રેઝન્ટેશનનો હિસ્સો છે. દૌલતની ચાટ જુની દિલ્હીની પોપ્યુલર ડિશ છે. દેશના બીજા શહેરોમાં તેને અલગ-અલગ નામોથી ઓળખવામાં આવે છે જેમ તે વારાણસીમાં મલાઇયો, કાનપુર અને લખનૌમાં મક્ખન મલાઈના નામથી જાણીતી છે.

આ શહેરોમાં આ ડિશ ઠંડીની ઋતુમાં મળે છે. તેની ખાસ વાત એ છે કે, તે મોઢામાં મુકતા જ પીગળી જાય છે. આ ડિશ દૂધમાંથી બનેલી હોય છે. રિપોર્ટ્સ અનુસાર, મુરાદાબાદના ખેમચંદ આદેશ કુમારે આ ડિશ દિલ્હીમાં પોપ્યુલર કરી. તેઓ વ્યવસાયે ખેડૂત હતા.

દૌલતની ચાટ ડિશ કાચા દૂધમાંથી બને છે અને તેમા મલાઈ મિક્સ કરીને આખી રાત ઠંડુ કરવામાં આવે છે. ત્યારબાદ તેના કેટલાક હિસ્સાને કાપીને હાથથી ફેંટવામાં આવે છે. આ ડિશમાં માવો પણ હોય છે. દૌલતની ચાટ મોટાભાગે કુલ્ડહ અને પાનમાં સર્વ કરવામાં આવે છે. મુકેશ અંબાણીની પાર્ટીમાં પણ તેને કુલ્ડહમાં સર્વ કરવામાં આવી હતી. માત્ર પ્રેઝન્ટેશન માટે તેમા નકલી નોટ લગાવવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp