મુકેશ અંબાણીએ માઈક્રોસોફ્ટ અને ગૂગલના CEOને છોડ્યા પાછળ, હવે વિશ્વમાં બીજા ક્રમે

એશિયાના બીજા સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણીના નાના પુત્રની ગુરુવારે સગાઈ થઈ હતી, તો હવે વધુ એક તેમના માટે સારા સમાચાર આવ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેનને Brand Guardianship Index 2023માં ભારતમાં પહેલા અને વિશ્વમાં બીજા ક્રમે રાખવામાં આવ્યા છે. તેમણે માઈક્રોસોફ્ટના CEO ભારતવંશી સત્ય નડેલા અને ગૂગલના ભારતીય મૂળના CEO સુંદર પિચાઈને પણ પાછળ છોડી દીધા છે.

તમને જણાવી દઈએ કે આ ઈન્ડેક્સ બ્રાન્ડ ફાઈનાન્સ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. બ્રાન્ડ ગાર્ડિયનશિપ ઈન્ડેક્સ એ CEOનું વૈશ્વિક રેન્કિંગ છે. બ્રાન્ડ ફાઇનાન્સે કહ્યું કે અમે એક સંતુલિત ઇન્ડેક્સ બનાવ્યો છે. તેમાં કંપનીમાં કાર્ય કરવાની કંપનીના CEOની ક્ષમતાઓનું મૂલ્યાંકન અને લાંબા ગાળા માટે શેરધારકોના મૂલ્યને આગળ લઈ જવામાં ભૂમિકાનું આકલન કરે છે. આ ઇન્ડેક્સ કોર્પોરેટ બ્રાન્ડ વેલ્યુએશનની મૂલ્યાંકનને રેખાંકિત કરે છે.

ANI અનુસાર, રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ બ્રાન્ડ ફાઇનાન્સ ઇન્ડેક્સમાં 81.7નો BGI સ્કોર મેળવ્યો છે, જે અમેરિકન ટેક જાયન્ટ Nvidiaના જેન્સન હુઆંગથી બરાબર નીચે છે, જેમનો સ્કોર 83 છે. આ સ્કોર સાથે હુઆંગ વિશ્વમાં પ્રથમ નંબર પર છે. બ્રાન્ડ ગાર્ડિયનશિપ ઇન્ડેક્સ અને બ્રાન્ડ ગાર્ડિયનશિપ રેન્કિંગ્સ 1,000થી વધુ માર્કેટ એનાલિસ્ટ્સ દ્વારા કરવામાં આવેલા સર્વેના આધારે તૈયાર કરવામાં આવ્યા છે.

આ ઈન્ડેક્સમાં જ્યાં ભારતીય બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી વિશ્વમાં બીજા અને ભારતમાં પ્રથમ સ્થાને છે. તો આ યાદીમાં અન્ય ભારતીય CEOનો દબદબો પણ જોવા મળ્યો છે. ટોપ-10માં મોટાભાગના નામો ભારવંશીઓના છે. એડોબના શાંતનુ નારાયણ ચોથા, ગૂગલના સુંદર પિચાઈ પાંચમા, ડિલેના પુનીત રાજન છઠ્ઠા, ટાટા ગ્રુપના ચેરમેન નટરાજન ચંદ્રશેખરન આઠમા ક્રમે છે. ઇન્ડેક્સ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાને 23મું સ્થાન મળ્યું છે.

મુકેશ અંબાણીએ રિલાયન્સ ગ્રુપને નવી દિશા આપીને ટોચ પર લઈ જવાનું કામ કર્યું છે. આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ભારતની સૌથી મૂલ્યવાન કંપની છે અને તેનું માર્કેટ કેપ રૂ. 17 લાખ કરોડથી વધુ છે. આ સાથે મુકેશ અંબાણી સતત પોતાનો બિઝનેસ વધારી રહ્યા છે. તેઓ રિટેલ સેક્ટર પર સૌથી વધુ ફોકસ કરી રહ્યા છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.