બોસ હોય તો મુકેશ અંબાણી જેવા, જૂના કર્મચારીને 1500 કરોડ રૂપિયાનું ઘર ભેટ આપ્યું

PC: india.postsen.com

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી માત્ર પૈસાથી જ મોટા નથી, પરંતુ દિલથી પણ મોટા માણસ છે. પોતાના કર્મચારીઓની ભલાઇ માટે અંબાણી હંમેશા આગળ રહેતા હોય છે. તાજેતરમાં તેમણે તેમના એક જૂના કર્મચારીને 22 માળનું 1500 કરોડ રૂપિયાનું આલિશાન ઘર ભેટમાં આપ્યું છે.

એશિયાના સૌથી ધનિક અને દુનિયાના ધનપતિઓં 13માં નંબરનું સ્થાન ધરાવતા મુકેશ અંબાણીએ કંપનીના જૂના કર્મચારીને આલિશાન ઘર ભેટમાં આપ્યું છે તેની જબરદસ્ત ચર્ચા સોશિયલ મીડિયા પર ચાલી રહી છે.

વર્ષોથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે કામ કરી રહેલા મનોજ મોદી કે જેમને ઉદ્યોગના લોકો MMના નામથી ઓળખે છે તેમને મુકેશ અંબાણીએ નવી મુંબઇના નેપ્યન્સી રોડ પર એક 22 માળનું ઘર ભેટમાં આપ્યું છે. અંબાણીના રાઇટ હેન્ડ ગણાતા મનોજ મોદી મુકેશ અંબાણીના કોલેજ કાળના મિત્ર પણ છે.

રિલાયન્સમાં 3 પેઢીથી કામ કરતા મનોજ મોદી માટે એવું કહેવાય છે કે રિલાયન્સ ગ્રુપની કોઇ પણ મોટી ડીલમાં તેમનું મગજ હોય છે. કંપનીની અંદર હોય કે બહાર મનોજ મોદી મોટા ભાગે મુકેશ અંબાણીની સાથે જ જોવા મળે છે. મનોજ મોદી પુરી ઇમાનદારી અને નિષ્ઠાથી રિલાયન્સનું કામ કરે છે.

માત્ર મુકેશ અંબાણી જ નહી,પરંતુ  તેમના સંતાનો આકાશ, અનંત અને ઇશા પણ મનોજ મોદીની દરેક વાત માને છે. કંપની માટે પોતાનું યશસ્વી યોગદાન આપનાર મિત્રની મુકેશ અંબાણીએ કદર કરી છે.

મુકેશ અંબાણીએ મનોજ મોદી માટે મુંબઇના પોશ વિસ્તારમાં જે પ્રોપર્ટી ખરીદી છે તેનું નામ વૃંદાવન રાખવામાં આવ્યું છે.અહીં પ્રોપર્ટીનો રેટ રૂ. 45,100 થી રૂ. 70,600 પ્રતિ ચોરસ ફૂટ છે. આ ઈમારતની કિંમત 1,500 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ ઈમારત 1.7 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં બનેલી છે.

મુકેશ અંબાણી અને મનોજ મોદી મુંબઇની એક યુનિવર્સિટીમાં કેમિકલ ટેકનોલોજીમાં સાથે ભણતા હતા. મનોજ અંબાણીએ 1980માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે કામ શરૂ કર્યું હતું, ત્યારે ધીરુભાઇ અંબાણી કંપની સંભાળતા હતા.  મુકેશ અંબાણીએ રિલાયન્સ 1981માં જોઇન કર્યું.

મનોજ મોદી અત્યારે રિલાયન્સ જિઓ અને રિલાયન્સ રિટેલમાં ડિરેકટર પદે કામ કરી રહ્યા છે. તેઓ ખાસ લાઇમલાઇટમાં આવતા નથી અને કોઇ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરતા નથી.મનોજ મોદીનો આખા રિલાયન્સ પર હોલ્ડ છે. હજીરા પેટ્રોકેમિકલ્સ, જામનગર રિફાઇનરી, પહેલો ટેલીકોમ બિઝનેસ, રિલાયન્સ રિટેલ, 4G  રોલઆઉટ જેવા અનેક પ્રોજેક્ટમાં તેઓ સંકળાયેલા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp