26th January selfie contest

અંબાણી પાસે નથી કોઈ ક્રેડિટ કાર્ડ,નથી હોતા ખિસ્સામાં પૈસા, તેમણે જણાવ્યું કારણ

PC: bwhindi.com

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ અનુસાર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)ના ચેરમેન અને MD મુકેશ અંબાણી એકમાત્ર ભારતીય છે જેમણે વિશ્વના ટોચના 10 અબજપતિઓની યાદીમાં સ્થાન મેળવ્યું છે. હુરુન રિપોર્ટ જણાવે છે કે, RILના વડાએ સંપત્તિમાં 20 ટકાનો ઘટાડો હોવા છતાં 82 બિલિયન ડૉલરની નેટવર્થ સાથે વૈશ્વિક સ્તરે નવમું સ્થાન મેળવ્યું છે. આટલું જ નહીં, તેણે સતત ત્રીજા વર્ષે સૌથી ધનિક એશિયનનો ખિતાબ પણ જાળવી રાખ્યો છે. જેના કારણે તેઓ ચર્ચામાં રહે છે.

જો કે, આ સિવાય એક અન્ય કારણ છે, જેના કારણે તે સોશિયલ મીડિયા પર છવાયેલા રહ્યા છે. આ દિવસોમાં મુકેશ અંબાણીનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો એક ઈન્ટરવ્યુનો છે. ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે મુકેશ અંબાણીને પૂછવામાં આવ્યું કે તમારા માટે પૈસાનો અર્થ શું છે, તો તેમણે જે જવાબ આપ્યો તે સાંભળીને તમે ચોંકી જશો.

મુકેશ અંબાણીએ ખૂબ જ વિનમ્રતાથી કહ્યું કે, અંગત રીતે બહુ ઓછા લોકો જાણે છે કે બાળપણથી લઈને આજ સુધી હું ક્યારેય મારા ખિસ્સામાં રોકડ રાખતો નથી. મારી પાસે કોઈ ક્રેડિટ કાર્ડ પણ નથી. તેમણે કહ્યું કે, તેમની સાથે જે કોઈ પણ હોય છે તે તેમના વતી બિલ ચૂકવે છે. તેમણે વધુમાં કહ્યું કે પૈસા મારા માટે માત્ર એક સાધન છે. તેઓનું માનવું છે કે, સંસાધનના રૂપમાં નાણાં કંપનીનું જોખમ લેવાનું કામ કરે છે.

હવે એશિયાના સૌથી અમીર વ્યક્તિ પાસે ક્રેડિટ કાર્ડ નથી, આ વાત કદાચ હજમ થાય તેવી નથી. બીજી તરફ, મુકેશ અંબાણીએ જે રીતે હસતા હસતા આ વાત કહી છે, તે જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ પણ આ વાત પર વિશ્વાસ કરી શકતા નથી.

આ વીડિયો પર ખૂબ જ રમુજી રીતે કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે, 'તે આપણા જેવા છે..., હું પણ મારા મિત્રોને મારા પૈસા ચૂકવવાનું કહું છે... તે કામ કરી ગયું.' તો ત્યાં એક યુઝરે કટાક્ષ કર્યો કે, 'અંબાણી એટલા અમીર થઈ ગયા છે કે તેમની પાસે એક વ્યક્તિ છે જે તેમના માટે વોલેટનું કામ કરે છે.' આ સિવાય એક યુઝરે લખ્યું કે, 'હું બસ માત્ર આટલો જ અમીર બનવા માંગુ છું.'

 
 
 
View this post on Instagram

A post shared by Stock Education (@stockeducation.in)

અહીં તમને જણાવી દઈએ કે, મુકેશ અંબાણીના ઈન્ટરવ્યુનો આ વીડિયો ઘણા વર્ષો જૂનો છે. જોકે, આ વીડિયો લગભગ 15 દિવસ પહેલા સ્ટોક એજ્યુકેશન નામની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર શેર કરવામાં આવ્યો છે. જે થોડી જ વારમાં વાયરલ થઈ ગયો હતો. આ વીડિયોને અત્યાર સુધીમાં 3 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp