2bhk ફ્લેટ કરતા મોટી અને આલિશાન ફેસિલિટીથી ભરપૂર છે અંબાણીની આ લિફ્ટ

PC: buildingmaterialreporter.com

મુકેશ અંબાણીનું માત્ર નામ જ પૂરતું છે, તેમને કોઈ ઓળખની જરૂર નથી. જ્યારે પણ કોઈ ધનવાન બનવાનું સપનું જુએ છે તો તેમના મનમાં સૌથી પહેલું નામ આવે છે મુકેશ અંબાણીનું અને તેઓ ભગવાનને એવી જ પ્રાર્થના કરતા હોય છે કે, હે ભગવાન મને મુકેશ અંબાણી જેટલો ધનવાન બનાવી દો. મુકેશ અંબાણીનું નામ દુનિયાના સૌથી ધનવાન લોકોના લિસ્ટમાં સામેલ છે. તેમની જીવન જીવવાની રીત, તેમની લાઇફસ્ટાઇલ બધુ જ રોયલ છે. તેમની નાનામાં નાની બાબત પણ એક સામાન્ય વ્યક્તિ માટે એક સપનું હોય છે.

સોશિયલ મીડિયા પર એક વ્યક્તિનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાઈ રહેલો વ્યક્તિ મુકેશ અંબાણીના જિયો કન્વેન્શન સેન્ટરની લિફ્ટમાં છે. તે કહે છે કે, મુંબઈમાં લોકોના ઘરમાં સોફા મુકવાની પણ જગ્યા નથી હોતી પરંતુ, અંબાણીજીની લિફ્ટમાં જ સોફા છે. તેણે આગળ કહ્યું કે, લોકો પોતાના ઘરમાં ઝૂમર લગાવવાનું સપનું જુએ છે પરંતુ, અહીં અંબાણીજીની લિફ્ટમાં ઝૂમર છે, પછી તે વ્યક્તિ વીડિયો દ્વારા કહે છે કે, અંબાણીજી જેટલી મોટી તમારી લિફ્ટ છે એટલું જ મોટું મને ઘર ગિફ્ટ કરી દો. સાથે જ તે એવુ પણ જણાવે છે કે, જિયો વર્લ્ડ સેન્ટરની લિફ્ટ દુનિયાની સૌથી મોટી લિફ્ટ છે.

સોશિયલ મીડિયા પર આ વ્યક્તિનો વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો તરફથી વિવિધ પ્રકારની કમેન્ટ્સ આવી રહી છે. જણાવી દઈએ કે, જિયો વર્લ્ડ સેન્ટર દેશનું સૌથી મોટું કન્વેન્શન સેન્ટર છે. આ સેન્ટરને મુંબઈના બાંદ્રા વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે. આ સેન્ટરને બનાવવા પાછળ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીનો હાથ છે. 

View this post on Instagram

A post shared by Sorab Bedi ♠️ (@sorabbedi)

જિયો વર્લ્ડ સેન્ટર 18.5 એકરમાં ફેલાયેલુ છે. બે કન્વેન્શન સેન્ટરમાં એક સાથે 10640 લોકો બેસી શકે છે. 1 લાખ 61 હજાર વર્ગ ફૂટ કરતા વધુ જગ્યામાં બન્યા છે ત્રણ પ્રદર્શની હોલ. જિયો વર્લ્ડ સેન્ટર 5જી રેડી છે. તેમા 5000 કાર પાર્કિંગ અને 18000 લોકો એકસાથે ભોજન કરી શકે તેવી વ્યવસ્થા છે. 3200 મહેમાનો માટે બોલરૂમ અને 25 મીટિંગ રૂમ્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જિયો વર્લ્ડ સેન્ટરમાં એક કલ્ચરલ સેન્ટર, એક મ્યુઝિકલ ફાઉન્ટેન, એક અપસ્કેલ રિટેલ એક્સપીરિયન્સ, કેફેનું સિલેક્શન અને ફાઇન ડાઇનિંગ રેસ્ટોરન્ટ્સ, સર્વિસ્ડ અપાર્ટમેન્ટ્સ અને ઓફિસ અને એક કન્વેન્શન ફેસિલિટી આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp