અંબાણીએ 49000 કરોડ ગુમાવ્યા, ટોપ-10 ધનિકોની યાદીમાંથી બહાર થઇ ગયા

PC: Livemint.com

બધા અદાણી- અદાણીની ચર્ચા કરતા રહ્યા અને બીજી તરફ મુકેશ અંબાણીની નેટવર્થમાં એટલો મોટો કડાકો બોલી ગયો છે કે તેઓ દુનિયાના ટોપ-10 ધનિકોની યાદીમાંથી બહાર થઇ ગયા છે અને સીધા 13માં નંબર પર આવી ગયા છે. માત્ર થોડા જ દિવસોની અંદર મુકેશ અંબાણીની નેટવર્થમાં 6 અરબ ડોલરથી વધારે ઉંધા માથે પટકાઇ છે.

ગયા મહિનામાં ઉદ્યોગ જગતમાં ગૌતમ અદાણી અને અદાણી ગ્રુપની જ ચર્ચા ચાલી રહી હતી. અમેરિકાની રિસર્ચ કંપની હિંડનબર્ગના રિપોર્ટ પછી અદાણી ગ્રુપની સંપત્તિમાં સીધી અડધી થઇ ગઇ હતી. અદાણી ગ્રુપના શેરોમાં 85 ટકા સુધીના ગાબડાં પડી ગયા હતા.  અદાણી-અદાણીની ચર્ચામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન ભુલાઇ ગયા હતા. છેલ્લાં પાંચ- છ દિવસોમાં રિલાયન્સનો શેરોમાં મોટો ધબડકો જોવા મળ્યો જેને કારણે તેમની સંપત્તિ નીચે પટકાઇ ગઇ છે.

શેરોમાં ગાબડાં પડવાને કારણે મુકેશ અંબાણીની નેટવર્થમાં મોટો ઘટાડો આવ્યો છે. ફોર્બ્સ બિલિયોનર ઇન્ડેક્સના રિપોર્ટ મુજબ મુકેશ અંબાણી દુનિયાના ધનપતિઓની યાદીમાં હવે સીધા 13માં નબંર પર પહોંચી ગયા છે. અત્યાર સુધી મુકેશ અબાંણી ટોપ-10 ધનિકોની યાદીમાં હતા અને તેમનો 8મો નંબર હતો. શુક્રવારે તેમની નેટવર્થમાં 579 મિલિયન ડોલરનો કડાકો બોલી ગયો. જેને લીધી તેઓ સીધા 8 નંબર પરથી 13મા નંબરે પહોંચી ગયા છે.

હિંડનબર્ગના રિપોર્ટ પછી ગૌતમ અદાણી હવે ધીમે ધીમે કમબેક કરી રહ્યા છે અને અત્યારે તેમની નેટવર્થ 48.3 અરબ ડોલર પર પહોંચી છે. ફોર્બ્સ બિલિયોનર ઇન્ડેક્સના રિપોર્ટ પ્રમાણે તેઓ દુનિયાના ધનપતિઓની યાદીમાં 37 નંબર સુધી ધકેલાઇ ગયા હતા, પરંતુ હવે તેઓ 24માં સ્થાન પર આવી ગયા છે.

રિલાયન્સના શેરોમાં મોટો કડાકો બોલી જવાને કારણે મુકેશ અંબાણીને ઝટકો લાગ્યો છે. તાજેતરમાં જ રિલાયન્સનો શેર 52 સપ્તાહની સૌથી નીચી સપાટીએ 2202 રૂપિયા પર પહોંચી ગયો હતો. છેલ્લાં 1 વર્ષમાં રિલાયન્સના શેરમાં 13 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. શેરોના ભાવમાં ઘટાડો થવાને કારણે રિલાયન્સનું માર્કેટ કેપ પણ ઘટીને 15 લાખ કરોડ પર આવી ગયું છે. શેરોના ભાવમાં ઘટાડાની સાથે સાથે જિયોના સસ્તા પ્લાનની મજબૂરીને કારણે કંપની પર યૂઝર દીઠ આવક ખાસ્સી દબાણ હેઠળ છે. એની અસર કંપનીના શેર પર પડી રહી છે.

જો કે જ્યારે અદાણીના શેરો અને નેટવર્થમાં ગાબડા પડી રહ્યા હતા તે વખતે મુકેશ અંબાણીની નેટવર્થમાં ખાસ્સો વધારો થયો હતો અને તેઓ તે વખતે દુનિયાના ધનિકોની યાદીમાં 12માં નંબરેથી 8 નંબરે આવી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp