સરકારને 97 ટકા, અદાણીને 17 ટકા, અંબાણીને 0 ટકા, જાણો શું છે આંકડા

PC: tfipost.com

દેવામાં ડુબેલી વિજળી કંપની Lanco Amarkantak Powerને ખરીદવામાં દેશના 2 સૌથી મોટા ધનવાન ખરીદવા માટે રેસમાં હતા. પરંતુ કંપનીના મોટા ભાગના લેણદારોએ સરકારના પક્ષમાં વોટ આપ્યા. બે સરકારી કંપનીઓ પાવર ફાયનાન્સ  કોર્પોરેશન (PFC)અને RECએ પણ આ પવાર કંપની ખરીદવા માટે રિઝોલ્યુશન પ્લાન આપ્યો હતો. દેવાની વેલ્યૂ પ્રમાણે 95 ટકા લેણદારોએ PFC- RECના પક્ષમાં વોટ આપ્યા,  અદાણીને 17 ટકા વોટ મળ્યા અને તમને જાણીને નવાઇ લાગશે કે અંબાણીને એક પણ વોટ નહોતો મળ્યો. મતલબ કે અંબાણીને 0 ટકા. લેણદારોએ મુકેશ અંબાણીની કંપનીના પ્લાનને સપોર્ટ ન કર્યો.મતદારોને એક, વૈકલ્પિક અથવા તમામ પ્લાન માટે મત આપવાનો અધિકાર હતો.

Lanco Amarkantak Power નાદારીની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. આ કંપની પર PFC અને RECનું દેવું છે. રિઝોલ્યુશન પ્લાન પર મતદાનની છેલ્લી તારીખ સોમવારે હતી. રિઝોલ્યુશન પ્રોફેશનલ સૌરભ કુમાર ટિકમાનીએ ત્રણેય ઠરાવો પર મતદાન કરાવ્યું. જોકે, લઘુમતી સુરક્ષિત લેણદારોએ એમ કહીને આગળ વધ્યા છે કે તેમની સાથે ન્યાય થયો નથી. તેમની અપીલ પર NCLT 18 જાન્યુઆરીએ સુનાવણી કરશે. આ મામલા સાથે સંકળાયેલા એક એડવાઇઝરે કહ્યુ હતુ કે મતદારોએ મત આપી દીધા છે, પરંતુ રિઝોલ્યુશનનની પ્રક્રિયા NCLTના ચુકાદા પછી જ પુરી થશે.

PFC અને RECએ રૂ. 3,020 કરોડની અપફ્રન્ટ પેમેન્ટ ઓફર કરી છે. આ ધિરાણકર્તાઓના સ્વીકૃત દાવાઓના 21 ટકા સમકક્ષ છે. Lanco Amarkantak Power ના કુલ દેવામાં આ બંને કંપનીઓનો હિસ્સો 42 ટકા છે. તેમની પાસે લેણદારોની સમિતિના નિર્ણયોને વીટો કરવાની સત્તા હતી. અદાણી ગ્રુપ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 1 ડિસેમ્બરે હરાજીની પ્રક્રિયામાં ભાગ લીધો ન હતો.

તેમનો આરોપ હતો કે PFC-RECની ફેવર કરવા માટે છેલ્લી ઘડીએ બિડીંગ પ્રોસેસમાં બદલાવ કરવામાં આવ્યો હતો. એટલે તેમના પહેલા રાઉન્ડની ઓફરને જ વોટિંગ માટે રાખવામાં આવ્યો. અદાણી ગ્રુપે 2950 કરોડ રૂપિયા અને રિલાયન્સે 2103 કરોડ રૂપિયા અપફ્રન્ટ પેમેન્ટની ઓફર આપી હતી.

Lanco Amarkantak Powerનો છત્તીસગઢમાં કોરબા-ચંપા વિસ્તારમાં કોલ બેઇઝ્ડ થર્મલ પાવર પ્રોજેક્ટ છે.જેમાં પહેલાં તબક્કામાં 300-300 મેગાવોટના બે યુનિટોમાં વિજળી પેદા કરવામાં આવી રહી છે. આ પહેલા હરિયાણા, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢને વિજળી પુરી પાડવામાં આવતી હતી. બીજા તબક્કામાં બે અન્ય યુનિટ બની રહ્યા છે. આ દરેક યુનિટની ક્ષમતા 600 મેગાવોટ વિજળી પેદા કરવાની છે. ત્રીજા તબકકામાં 600 મેગાવોટની ક્ષમતાના 2 યુનિટ બનવાના છે, પરંતુ હજુ તેની પર કામ શરૂ થયું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp