પ્રોપર્ટી ડીલરે 23 ફ્લેટ 1200 કરોડમાં વેચીને બનાવ્યો રેકોર્ડ,દેશની સૌથી મોટી ડીલ

મોબાઇલનું રિચાર્જ, જમીન અને ફ્લેટ ગમે તેટલા મોંઘા થઇ જાય, તે ખરીદનારા લોકોની સંખ્યા ઓછી થવાની નથી. હવે મુંબઇથી સમાચાર સામે આવી રહ્યા છે કે ત્યાં દેશની સૌથી મોટી પ્રોપર્ટી ડીલ થઇ ચૂકી છે. એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ, ડી માર્ટના સંસ્થાપક રાધાકીશન ધમાણીના નજીકનાઓ, સંબંધીઓ અને મિત્રોએ જ આ ડીલને અંજામ આપ્યો છે. માયાનગરીના વર્લી વિસ્તારમાં 23 ફ્લેટ 1200 કરોડ રૂપિયા એ લોકોએ ખરીદ્યા છે. અહીં અત્યારે કામ જ ચાલી રહ્યું છે. આ આલીશાન ફ્લેટ વર્લીના એની બેસેન્ટ રોડ પર બની રહેલા થ્રી સિક્સ્ટી વેસ્ટના B ટાવરમાં ખરીદ્યા છે. ચાલો આ આર્ટિકલમાં જાણીએ આ સૌથી મોટી ડીલ બાબતે.

આ પ્રોજેક્ટમાં બધા અપાર્ટમેન્ટ 5,000 સ્ક્વેર ફૂટના બનેલા છે અને તેની કિંમત લગભગ 50-60 કરોડ રૂપિયા છે. આ બધા 23 ફ્લેટ વેચીને સુધાકર શેટ્ટીને 1,200 કરોડ રૂપિયા મળ્યા છે. આ પૈસાઓથી તે એક હજાર કરોડ રૂપિયાનું લોન લઇ ચૂકવશે. તેમણે પિરામલ ફાઇનાન્સ પાસેથી લોન લઇ રાખી છે. રિયલ એસ્ટેટના જાણકાર બતાવે છે કે આ પ્રોપર્ટી ડીલ ભારે ભરકમ ડિસ્કાઉન્ટમાં વેચવામાં આવી છે કેમ કે અહીં ખકીદદારોએ એક સાથે ઘણા ફ્લેટ ખરીદ્યા છે.

સુધાકર શેટ્ટી ઉપર લોન ચૂકવવાનો દબાવ બનેલો હતો. તેના કારણે તેમણે આ નિર્ણય લીધો. તેઓ હોંગકોંગ બેઝ્ડ SC લોય નામની ગ્લોબલ બેન્કિંગ એન્ડ એસેટ મેનેજમેન્ટ કંપની પાસે પણ 400 કરોડ રૂપિયાની લોન લઇ ચૂક્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં દમાણી પરિવારે ઘણી મોટી ડીલ્સ કરી છે. તેમાં પહેલા પણ વર્ષ 2021માં દેશની સૌથી મોટી લેન્ડ ડીલ તેમના દ્વારા કરવામાં આવી ચૂકી છે. આ ડીલ હેઠળ રાધાકીશન દમાણી અને તેમના ભાઇ ગોપીકિશન દમાણીએ 1001 કરોડ રૂપિયાનો બંગલો ખરીદ્યો હતો. તેની બિલ્ટઅપ એરિયા જ લગભગ 60 હજાર સ્ક્વેર ફૂટ છે. ગ્રાઉન્ડ પ્લસ વન સ્ટોરી આ બંગલો કોઇ હેરિટેજ ઇમારતની જેમ લાગે છે.

એક રિપોર્ટ મુજબ એક સાથે ખરીદવામાં આવેલા બધા ફ્લેટ્સની શુક્રવારના દિવસે રજીસ્ટ્રી કરાવી લેવામાં આવી છે. જો કે, થ્રી સિક્સ્ટી વેસ્ટમાં બનેલા કેટલાક મોટા અપાર્ટમેન્ટને 75 કરોડથી લઇને 80 કરોડ વચ્ચે ગયા વર્ષે વેચવામાં આવ્યા હતા. IGE (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડે 2 અપાર્ટમેન્ટ 151 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે. આ પ્રોજેક્ટમાં 2 ટાવર ઓઆસિસ રિયાલિટી દ્વારા બનાવવમાં આવી રહ્યા છે. જે એક જોઇન્ટ વેન્ચર છે. ઓબેરોય રિયાલિટી અને સુધાર શેટ્ટીના સહાના ગ્રુપ સાથે. તેમાંથી એક ટાવરમાં રિજ કાર્લટન હોટલ સહિત લક્ઝરી રેસિડેન્ટ રહેશે. જેને કંપની તરફથી મેનેજ કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.