હિંડનબર્ગનો નવો બોંબ, અદાણીના ચીન કનેક્શનનો આરોપ, આ વ્યકિત સાથ તાર જોડાયેલા છે

PC: aajtak.in

છેલ્લાં કેટલાંક દિવસોથી અદાણી ગ્રુપને હચમચાવી નાંખનાર હિંડનબર્ગે હવે  ગૌતમ અદાણી પર નવો આરોપ મુક્યો છે. હિંડનબર્ગે કહ્યું છે કે અદાણીના છેડા ચીન સાથે છે અને એક વ્યકિત સાથે અદાણીના તાર જોડાયેલા છે. હિંડનબર્ગે અદાણી ગ્રુપના એ આરોપને નકારી કાઢ્યો છે જેમાં અદાણીએ કહ્યું હતું કે, અદાણી ગ્રુપ પરનો ગરબડનો રિપોર્ટ એ ભારત પરનો હુમલો છે. હિંડનબર્ગે જવાબમાં કહ્યું કે કૌભાંડોને રાષ્ટ્રવાદના નામ પર છાવરી શકાય નહી. હિંડનબર્ગે તેમના અહેવાલમાં અદાણી જૂથ સામે કોર્પોરેટ સંબંધિત અનેક ગંભીર આક્ષેપો કર્યા છે. જેના પર અદાણી ગ્રુપે સોમવારે 413 પેજનો જવાબ દાખલ કર્યો હતો.

Live Mintના એક અહેવાલ મુજબ, હિંડનબર્ગે કહ્યું કે અદાણી જૂથે ચીનના નાગરિક ચાંગ ચુંગ-લિંગ સાથેના તેના સંબંધોને સ્પષ્ટ કરવા માટે કોઈ પ્રયાસ કર્યો નથી. હિંડનબર્ગે પૂછ્યું હતું કે ચાંગ ચુંગ-લિંગ સાથે તેમનો કેવો સંબંધ છે અને વિનોદ અદાણી પણ તેમની સાથે સંબંધ ધરાવે છે કે કેમ?

હિંડનબર્ગના જવાબ અનુસાર, ગુડામી ઈન્ટરનેશનલ, જે ચાંગ ચુંગ લિંગ ઉર્ફે લિંગો ચાંગ દ્વારા ચલાવવામાં આવે છે, તે ભારતના અગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડનો ભાગ હોવાનું કહેવાય છે. ચાંગ ચુંગ લિંગનો પુત્ર અદાણી ગ્રુપના PMC પ્રોજેક્ટ માટે મુખ્ય કોન્ટ્રાક્ટર હતો.

હિંડનબર્ગના રિપોર્ટમાં કહેવાયું હતું કે, 2002માં, અદાણી એક્સપોર્ટ્સ  જે પાછળથી અદાણી એન્ટરપ્રાઈઝ નામ આપવામાં આવ્યું તેમણે ખુલાસો કર્યો હતો કે ગુડામી ઈન્ટરનેશનલ એ રિલેટેડ પાર્ટી છે, આ કંપની સંભવતઃ અદાણી ગ્લોબલ સાથે ડિરેક્ટરો અને શેરહોલ્ડરો શેરિંગ કરે છે.

હિંડનબર્ગે આરોપ લગાવ્યો છે કે ચાંગ ચુંગ લિંગનું નામ ડિરેકટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (DRI)ના વર્ષ 2014ના રિપોર્ટમાં પણ મૌજૂદ છે, જેમાં એક સ્કીમની વિગતો આપવામાં આવી છે, જેમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે અદાણી ગ્રૂપે તેની લિસ્ટેડ કંપનીઓમાંથી રોકડનો દુરુપયોગ કર્યો છે. DRIના તપાસ અહેવાલ મુજબ ગૌતમ અદાણી ઈલેક્ટ્રોજન ઈન્ફ્રા હોલ્ડિંગ પ્રાઈવેટ લિમિટેડમાં ડિરેક્ટર પદ પર હતા. આ કંપની અદાણી એન્ટરપ્રાઇઝ અને અદાણી પાવર પાસેથી ભંડોળ મેળવવાની જટિલ યોજનાનો ભાગ હતી. એ પછી ગૌતમ અદાણીએ રાજીનામું આપી દેતા તેમના ભાઇ વિનોદ અદાણીએ કંપનીની કમાન સંભાળી હતી.

ગુડામીના ડાયરેકટર શેર હોલ્ડર ચાંગ ચુંગ લિંગને DRIએ અનેક ગુનાઓની તપાસમાં અદાણી ગ્રુપની અનેક કંપનીઓમાં ડિરેકટર બતાવ્યા છે. ચાંગ ચુંગ લિંગને અદાણી ગ્રુપની સાથે ગાઢ સંબંધ અને જોડાણ છે.  

અદાણી એન્ટરપ્રાઝિસના કહેવા મુજબ ચાંગ ચુંગ લિંગ વિનોદ અદાણીની સાથે સિંગાપોરમાં આવેલી અદાણી ગ્લોબલ લિમિટેડમાં ડિરેકટર પણ છે. તાઇવાન મીડિયાના રિપોર્ટ મુજબ ચાંગ ચુંગ લિંહ અદાણીના શેર હોલ્ડરની સાથે નજીકના બિઝનેસ પાર્ટનર પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp