PM મોદી ઉદ્ઘાટન કરવા આવે તે પહેલા SDBના પ્રમુખ તરીકે નાગજી સાકરીયાની નિમણૂક

PC: khabarchhe.com

દુનિયાની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ અને લગભગ 3,000 કરોડ રૂપિયાના ખર્ચે સુરતના ખજોદ વિસ્તારમાં તૈયાર થયેલા સુરત ડાયમંડ બુર્સ (SDB)ના પ્રમુખ તરીકે દુનિયાભમાં જાણીતી ડાયમંડ કંપની HVK ઇન્ટરનેશનલના ચેરમેન નાગજી સાકરીયાને સન્માનીય જવાબદારી સોંપવામાં આવી છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 ડિસેમ્બરે સુરત ડાયમંડ બુર્સનું ઉદઘાટન કરવા આવવાના છે તે પહેલાં નાગજી સાકરીયાને મહત્ત્વનું પદ સોંપવામાં આવતા ડાયમંડ ઉદ્યોગમાં ખુશી છે કારણકે નાગજી સાકરીયા ડાયમંડ ઉદ્યોગમાં એક પ્રતિષ્ઠીત અને નિર્વિવાદીત નામ છે.

સુરત ડાયમંડ બુર્સ ખાતે બુધવારે સાંજે મળેલી એક બેઠકમાં SDBના ચેરમેન વલ્લભ લખાણી, ધર્મનંદન ડાયમંડના લાલજીભાઇ પટેલ, વિનસ જ્વેલના સેવંતી શાહ, કિરણ હોસ્પિટલના ચેરમેન પદ્મક્ષી મથુર સવાણી વગેરે અને અગ્રણીઓની હાજરીમાં નાગજી સાકરીયાને સુરત ડાયમંડ બુર્સના પ્રેસિડન્ટ તરીકેની વરણીની જાહેરાત કરવામાં આવી હતી. સુરત ડાયમંડ બૂર્સના પાયાના પત્થર નંખાયા ત્યારથી સાકરીયા જોડાયેલા છે અને બુર્સની દરેક પ્રવૃતિઓમાં તેઓ સક્રીય છે.

HVK ઇન્ટરનેશનલ પ્રા. લિ., છેલ્લા 43 વર્ષથી ડાયમંડ કટિંગ એને પોલિશીંગની મેન્યુફેકચર્સ અને નિકાસકાર છે. HVK ઇન્ટરનેશનલ DTC સાઇટ હોલ્ડર કંપની છે.

1978 માં નાના પાયા પર હીરાનું કારખાનું શરૂ કર્યા પછી HVK ઇન્ટરનેશનલ સતત આગળ વધતી રહી છે. નાગજી સાકરિયા, હરેશ સાકરિયા અને દિનેશ કોરાડિયાએ એચ વિનોદ કુમાર એન્ડ કંપની નામની ભાગીદારી પેઢીની સ્થાપના કરી હતી જે 2011માં HVK ઇન્ટરનેશનલ પ્રા લિં, બનીન.કંપનીનું મુખ્ય મથક મુંબઈમાં છે અને તેની અત્યાધુનિક પ્રોસેસિંગ સુવિધાઓ સુરત, ગુજરાતમાં છે.

નાગજી સાકરીયા ડાયમંડ ઉદ્યોગમાં એક અગ્રણી નામ તો છે જ, પરંતુ તેમની છબિ એક જેન્ટલમેન બિઝનેસમેન તરીકેની છે અને તેઓ ક્રિક્રેટમાં ખુબ જ રસ ધરાવે છે. સુરત ડાયમંડ બુર્સ દુનિયાની સૌથી ઉંચી ઓફિસ બિલ્ડીંગ છે અને તે અમેરિકાના પેન્ટાગોન કરતા પણ વધારે ઉંચી છે. સુરત ડાયમંડ બુર્સમા માત્ર ડાયમંડ ટ્રેડીંગ થવાનું છે અને લગભગ 4200 ઓફીસોમાં એમાં આવેલી છે. દુનિયાભરના લોકો આ બુર્સની મુલાકાતે આવશે. 17 ડિસેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે બુર્સને ખુલ્લુ મુકવા માટે હીરાઉદ્યોગ અગ્રણીઓમાં થનગનાટ છે. કારણકે આ બુસના ઉદઘાટન પછી સુરતનો ઇતિહાસ બદલાવવનો છે અને સુરતની સૂરત બદલાવાવાની છે.

HVK ઇન્ટરનેશનલના ચેરમેન નાગજી સાકરીયાએ પ્રમુખ પદ માટે સુરત ડાયમંડ બૂર્સના ચેરમેન વલ્લભભાઇ લખાણીનો આભાર વ્યક્ત કરતા કહ્યુ કે, સુરત ડાયમંડ બૂર્સ એ વલ્લભભાઇ લખાણીનું બ્રેઇન ચાઇલ્ડ છે, તેમની અથાગ મહેનતને કારણે આજે દુનિયામાં ગૌરવ અપાવે તેવું ડાયમંડ બુર્સ ઉભું થઇ શક્યું છે, જે દુનિયામાં સુરતનું નામ રોશન કરવાનું છે. ચેરમેન વલ્લભભાઇ લખાણીની આગેવાની હેઠળ સુરત ડાયમંડ બુર્સનો વિકાસ થતો રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp