
બિઝનેસ રિયાલિટી શો શાર્ક ટેન્ક ઈન્ડિયાને લઈને દર્શકોમાં જબરદસ્ત ક્રેઝ છે. આ શોમાં, ઘણા સ્ટાર્ટઅપ સાહસિકો તેમના બિઝનેસ ફડીંગની ડીલ કરી છે. શાર્ક ટેન્ક ઈન્ડિયા સીઝન 2 જાન્યુઆરીમાં શરૂ થઈ હતી અને શોનો આઠમો હપ્તો પુરો થયો છે. આ અંગે શાર્ક ટેન્ક ઈન્ડિયા દ્વારા સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો આઠમા સપ્તાહમાં સુધીમાં આવેલા એન્ટરપ્રિન્યોરના બિઝનેસમાં શાર્ક્સ દ્રારા કરવામાં આવેલા રોકાણ અંગેનો છે. શાર્ક્સ એટલે શોમાં જે જજ તરીકે બેઠા હોય છે અને શોમાં આવનાર એન્ટરપ્રિન્યોરને ફડીંગ આપતા હોય છે.
શાર્ક ટેંક ઇન્ડિયા સિઝન-2ના આઠમા હપ્તા સુધીમાં શાર્ક ટેંકના જજ તરફથી કુલ 66.71 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું છે. આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે, આઠમા હપ્તા સુધીમાં દેશની સૌથી મોટી ફાર્મા કંપની Emcureની CEO નમિતા થાપરે સૌથી વધારે રૂપિયાની ડીલ કરીને બાકીના બધા શાર્ક્સને પછાડીદીધા છે. નમિતાએ કુલ 16.04 કરોડનું રોકાણ કર્યું છે. મતલબ કે તેણે 16.04 કરોડ રૂપિયાની ડીલ માટે ફંડ આપ્યું છે.
હવે વાત કરીએ તો બીજા નંબર પર કોણ આવે છે? તો બીજા નંબર પર Boat કંપનીના CEO અમન ગુપ્તા છે. અમન ગુપ્તાએ 14.82 કરોડ રૂપિયાની ડીલ કરી છે. અમન ગુપ્તા શોમાં તેના તેની ટીખળો માટે પોપ્યુલર છે.
હવે વાત કરીએ કે ત્રીજા નંબર પર કોણ છે? તો રોકાણ આપવામાં ત્રીજા નંબર પર Lenskartના ફાઉન્ડર પીયુષ બંસલનો નંબર આવે છે. પીયૂષ બંસલે આઠ હપ્તા સુધીમાં 14.08 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે.
શાર્ક ટેંકના જજ અને Shadi.comના ફાઉન્ડર અનુપમ મિત્તલે આઠમા હપ્તા સુધીમાં કુલ 9.15 કરોડ રૂપિયાની ડીલ કરી છે.
Sugar Cosmeticsની CEO અને ફાઉન્ડર વિનીતા સિંહે આઠમા હપ્તા સુધીમાં 6.81 કરોડ રૂપિયાની ડીલ ફાઇનલ કરી છે.
Cardekho.comના CEO અમિત જૈને આઠમા હપ્તા સુધીમાં 5.81 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.
શાર્ક ટેંક ઇન્ડિયાની સિઝન-2માં દરેક એપિસોડમાં આવનારા એન્ટરપ્રિન્યોરના બિઝનેસમાં રોકાણ કરવા માટે રીતસરની હોડ જામતી હોય છે. આ બધાની વચ્ચે કુલ 6 શાર્કમાં નમિતા થાપર મેદાન મારી ગઇ છે. તેણીએ બધા શાર્ક કરતા વધારે રોકાણ કર્યું છે. હજુ શાર્ક ટેંક ઇન્ડિયાના એપિસોડ ચાલી રહ્યા છે અને અનેક એન્ટરપ્રિન્યોર શાર્ક્સ ડીલ મેળવી શકે છે. આ શોની મહત્ત્વની વાત એ છે કે અનેક લોકો તેમના પોતાના નવા નવા બિઝનેસ આઇડિયા લઇને શોમાં આવે છે અને તેમને ફંડ મળવાને કારણે બિઝનેસને એક નવી ઉંચાઇ મળી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp