સિલિકોન વેલી બેંકના ડૂબવાથી ભારતની આ કંપનીને ફટકો, 64 કરોડ રૂપિયા જમા હતા

અમેરિકામાં બેન્કિંગ ક્રાઈસિસની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટી નજીવા વધારા સાથે કારોબારની શરૂઆત કર્યા બાદ ખરાબ રીતે તૂટી પડ્યા હતા. BSE સેન્સેક્સ 1000 પોઈન્ટથી વધુ લપસી ગયો. દરમિયાન, જ્યાં અમેરિકાથી આવેલા સમાચારે બજારમાં હલચલ મચાવી દીધી છે, તો બીજી તરફ સિલિકોન વેલી બેંક પર લાગેલા તાળાને કારણે ભારતીય કંપની નઝારા ટેક્નોલોજીસની મોટી રકમ ફસાઈ ગઈ છે અને તેનો સ્ટોક પણ કડાકાભેર તૂટ્યો છે.

પહેલાથી જ આશંકા હતી કે, સિલિકોન વેલી બેંકના ડૂબવાની અસર ભારતીય સ્ટાર્ટઅપ પર જોવા મળી શકે છે. તેનું મુખ્ય કારણ એ છે કે SVBએ સ્ટાર્ટઅપ્સને ભંડોળ પૂરું પાડતી બેંક છે. સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માટે સૌથી મોટી બેંક સિલિકોન વેલી બેંક (SVB)ની નાદારીએ રાતોરાત આ ક્ષેત્રમાં અનિશ્ચિતતા ઊભી કરી દીધી છે. નઝારા ટેક્નોલોજી કંપનીની બે સબસિડિયરી કંપનીઓની 7.75 મિલિયન ડૉલર (આશરે રૂ. 64 કરોડ)ની રકમ સિલિકોન વેલી બેંકમાં ફસાયેલી છે.

મીડિયાથી પ્રાપ્ત થતાં અહેવાલ મુજબ, કિડોપિયા ઇન્ક અને મીડિયાવર્કઝ ઇન્ક, નઝારા ટેક્નોલોજીસની પેટાકંપનીઓની આ રકમ સિલિકોન વેલી બેંકમાં જમા છે. બેંક ડૂબવાની સાથે જ આ રકમ અટકી જવાના સમાચારની અસર કંપનીના શેર પર જોવા મળી હતી અને સોમવારે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે કંપનીના શેરમાં શરૂઆતના વેપારમાં 7 ટકાનો ઘટાડો થયો હતો. BSE પર લિસ્ટેડ કંપનીનો શેર 6.70 ટકા ઘટીને રૂ. 483.05ની નીચી સપાટીએ પહોંચ્યો હતો.

ગેમિંગ અને સ્પોર્ટ્સ મીડિયા પ્લેટફોર્મ નઝારા ટેકનો સ્ટોક તેની માર્કેટ લિસ્ટેડ કિંમતથી લગભગ 75 ટકા ઘટી ગયો છે. કંપનીનો IPO માર્ચ 2021માં રજૂ કરવામાં આવ્યો હતો. તેની પ્રાઇસ બેન્ડ 1100-1101 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. જ્યારે, તેના શેર BSE પર રૂ.1971માં લિસ્ટેડ થયા હતા. તદનુસાર, લિસ્ટિંગ દિવસથી શેરની નવીનતમ કિંમત 75% થી વધુ ઘટી છે. બીજી બાજુ, જો શેરના 52-સપ્તાહના ઉચ્ચ સ્તર સાથે સરખામણી કરવામાં આવે તો, 11 માર્ચ, 2022ના રોજ, તેની કિંમત 933.78 રૂપિયા હતી, જેનો અર્થ છે કે હવે કિંમત 46% ઘટી ગઈ છે.

સિલિકોન વેલી બેંક અમેરિકાની 16મી સૌથી મોટી બેંક છે. તે અમેરિકાની મુખ્ય બેંક છે જે નવા યુગની ટેક કંપનીઓ અને વેન્ચર કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કંપનીઓને નાણાકીય સહાય પૂરી પાડે છે. જોકે, US ફેડરલ રિઝર્વે છેલ્લા 18 મહિનામાં વ્યાજદરમાં વધારો કર્યો છે. જેના કારણે આવી કંપનીઓને ભારે નુકસાન થયું છે. આ એક માત્ર બેંક નથી, પરંતુ અમેરિકાની બીજી મોટી સિગ્નેચર બેંકને પણ બંધ કરી દેવામાં આવી છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો
Copyright (c) Khabarchhe All Rights Reserved.