ન તો Alto...ન વેગન R! લોકોએ અગ્રિમતાથી ખરીદી આ હાઇ-ટેક ફીચર્સ કાર, 30Km માઇલેજ

PC: jagran.com

ભારતીય બજારમાં હંમેશા એફોર્ડેબલ અને એન્ટ્રી લેવલની કારની માંગ રહી છે. આ સેગમેન્ટ પર મારુતિ સુઝુકીનો જ કબજો રહ્યો છે, મોટાભાગના લોકો મારુતિની સસ્તી કારને તેમની પ્રથમ પસંદગી બનાવે છે. પરંતુ ફેબ્રુઆરી મહિનામાં ફરી એકવાર કાર ખરીદનારાઓના વર્તનમાં થોડો ફેરફાર થયો છે. જે હંમેશા વેચાણના ચાર્ટમાં ટોચ પર રહેનારી, દેશની સૌથી સસ્તી કાર, મારુતિ અલ્ટો અને મારુતિની ટૉલ બોય કહેવાતી Wagon Rને બદલે વધુ અદ્યતન સુવિધાઓ ધરાવતી કારને પ્રાધાન્ય આપ્યું છે,  ટોપ 5 બેસ્ટ સેલિંગ કારની યાદીમાં મારુતિ અલ્ટો ત્રીજા સ્થાને સરકી ગઈ છે.

ગયા ફેબ્રુઆરીમાં મારુતિ સુઝુકીની પ્રીમિયમ હેચબેક કાર બલેનોએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે અને તે દેશમાં સૌથી વધુ વેચાતી કાર બની છે. કંપનીએ આ કારના કુલ 18,592 યુનિટ્સનું વેચાણ કર્યું છે, જે અગાઉના મહિનામાં 12,570 યુનિટ્સની તુલનામાં સંપૂર્ણ 48% વધારે છે. જ્યારે બીજા સ્થાન પર મારુતિ સુઝુકીની લોકપ્રિય હેચબેક સ્વિફ્ટ છે, કંપનીએ આ કારના કુલ 18,412 યુનિટ વેચ્યા છે. મારુતિ બલેનો અને સ્વિફ્ટ વચ્ચે ખૂબ જ નજીવો તફાવત જોવા મળ્યો છે. આ સિવાય મારુતિ સુઝુકીની સૌથી સસ્તી કાર અલ્ટો ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે, કંપનીએ આ કારના કુલ 18,114 યુનિટ વેચ્યા છે, જે ગયા વર્ષના આ જ મહિનામાં 11,551 યુનિટ હતા.

ફેબ્રુઆરી-23માં સૌથી વધુ વેચાતી કારની યાદી: મારુતિ બલેનો-(ફેબ્રુઆરી-23)18,592 (ફેબ્રુઆરી-22)12,570, મારુતિ સ્વિફ્ટ-(ફેબ્રુઆરી-23)18,412 (ફેબ્રુઆરી-23)19,202, મારુતિ અલ્ટો-(ફેબ્રુઆરી-23)18,114 (ફેબ્રુઆરી-22)11,551, મારુતિ વેગન R-(ફેબ્રુઆરી-23)16,889 (ફેબ્રુઆરી-22)14,669, મારુતિ ડીઝાયર-(ફેબ્રુઆરી-23)16,798 (ફેબ્રુઆરી-22)17,438

મારુતિ બલેનો કુલ ચાર અલગ-અલગ ટ્રિમ્સમાં આવે છે, જેમાં સિગ્મા, ડેલ્ટા, ઝેટા અને આલ્ફાનો સમાવેશ થાય છે, આ કાર કંપનીના પ્રીમિયમ ડીલરશિપ નેક્સા શોરૂમમાંથી વેચાય છે. તાજેતરમાં, કંપનીએ તેનું CNG વેરિઅન્ટ પણ રજૂ કર્યું છે, જેણે આ કારના વેચાણમાં વધુ વધારો કર્યો છે. આ કારમાં 1.2-લિટર ડ્યુઅલ-જેટ પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 90PSનો પાવર અને 113Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન ગિયરબોક્સ સાથે આવે છે. જો કે, CNG મોડમાં, તેનું પાવર આઉટપુટ થોડું ઓછું થાય છે, જે 77.49PSના સ્વરૂપમાં ઉપલબ્ધ છે. આ સિવાય, CNG વેરિઅન્ટ ફક્ત મેન્યુઅલ ટ્રાન્સમિશનમાં ઉપલબ્ધ છે.

મારુતિ બલેનોની ફિચર્સ લિસ્ટ ઘણી લાંબી છે, આ કારમાં એપલ કાર પ્લે અને એન્ડ્રોઈડ સપોર્ટ સાથે 9 ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે. આ સિવાય Arkamys સાઉન્ડ સિસ્ટમ, રિવર્સિંગ કેમેરા, હેડ-અપ ડિસ્પ્લે, 360-ડિગ્રી કેમેરા, ક્રુઝ કંટ્રોલ, ઓટોમેટિક એર કંડીશન (AC), પુશ બટન સ્ટાર્ટ/સ્ટોપ અને કીલેસ એન્ટ્રી જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. કંપનીએ આ કારમાં સલામતીની સંપૂર્ણપણે કાળજી લીધી છે. મારુતિ બલેનોમાં એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS), ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ (ESP), હિલ હોલ્ડ અસિસ્ટ, ISOFIX એન્કર, રિયર પાર્કિંગ સેન્સર્સ અને 6 એરબેગ્સ સાથે રીઅર વ્યૂ કેમેરા જેવી સુવિધાઓ જોવા મળે છે.

માર્કેટમાં આ કાર મુખ્યત્વે Hyundai i20, Tata Altroz અને Toyota Glanza જેવા મોડલ સાથે સ્પર્ધા કરે છે. તેની કિંમત રૂ. 6.56 લાખથી રૂ. 9.83 લાખ (એક્સ-શોરૂમ, દિલ્હી) વચ્ચે છે. જ્યારે તેના CNG વેરિઅન્ટની કિંમત 8.28 લાખ રૂપિયાથી શરૂ થાય છે. માઈલેજના મામલે પણ આ કાર ઘણી સારી છે. કંપનીનો દાવો છે કે, તેનું મેન્યુઅલ વેરિઅન્ટ 22.35 KM, ઓટોમેટિક વેરિઅન્ટ 22.94 KM અને CNG વેરિઅન્ટ 30.61 KM પ્રતિ કિલો સુધીની માઈલેજ આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp