વિનિતા સિંહથી લઈને અમન ગુપ્તા સુધી, જાણો શાર્ક ટેંક 2ના જજીસની કેટલા અબજના માલિક

આ વખતે છ અદ્ભુત અને લોકપ્રિય બિઝનેસ ટાઈકૂન્સ શાર્ક ટેંક ઈન્ડિયા 2 માં જજ બનીને આવ્યા છે. વિનિતા સિંહ, અમન ગુપ્તા, અનુપમ મિત્તલ, પીયૂષ બંસલ, અમિત જૈન અને નમિતા થાપર. વિનિતા સિંહે આજે કોઈ ઓળખની જરૂર નથી. દિલ્હીમાં જન્મલી વિનિતા સિંહને તમે શાર્ક ટેંકમાં જજ તરીકે જોઈ જ હશે. વિનિતા સિંહ દેશની લિડિંગ કોસ્મેટિક બ્રાન્ડ સુગરની CEO છે. આજે અહીં શાર્ક ટેંક ઈન્ડિયા 2ના જજીસની નેટવર્થ અને તેમના વિશે કેટલીક રસપ્રદ વાતો કરવામાં આવી છે.

વિનીતા સિંહે પોતાની બ્રાન્ડને વર્ષ 2018માં લોન્ચ કરી હતી. 2019માં સુગર કોસ્મેટિકના વેચાણમાં 57 કરોડનો ઘટાડો આવવા છતા વર્ષ 2020માં 104 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ખાસ વાત એ છે કે, આ બ્રાન્ડની 15 ટકા કમાણી આંતરરાષ્ટ્રીય બજારોમાંથી આવે છે.

વિનિતા સિંહ

નેટવર્થ- 300 કરોડ

સુગર કોસ્મેટિકની શરૂઆતની વાત કરીએ તો આ કંપનીની શરૂઆત વર્ષ 2018માં થઈ હતી. Lakme, Loreal જેવી મોટી બ્રાન્ડ હોવા છતા સુગર કોસ્મેટિક માત્ર પાંચ વર્ષોમાં ભારતમાં બ્યૂટી બ્રાન્ડમાં પોતાની એક અલગ જગ્યા બનાવી છે.

સુગર કોસ્મેટિક બ્રાન્ડના હવે 130 કરતા વધુ શહેરોમાં 2500 કરતા વધુ બ્રાન્ડેડ આઉટલેટ છે. રેવન્યૂની વાત કરીએ તો 100 કરોડ કરતા વધુની તેની રેવેન્યૂ છે. વિનિતા માટે આ જર્ની એટલી સરળ નહોતી. આ પહેલા પણ વિનિતાના આઈડિયા ફેલ થઈ ગયા હતા. તેમજ, સુગર કોસ્મેટિકનો બિઝનેસ શરૂ કરવા માટે વિનિતાએ આશરે 1 કરોડનું પેકેજ છોડી દીધુ હતું.

અમિત જૈન

નેટવર્થ- 2900 કરોડ

અમિતની કુલ સંપત્તિ આશરે 2900 કરોડ રૂપિયા છે. અમિત જૈન સિઝનના સૌથી નવા શાર્ક છે અને તેમણે અશનીર ગ્રોવરની જગ્યા લીધી છે. આ બિઝનેસ ટાઈકૂન 15 વર્ષ કરતા વધુ સમયથી ઈન્ડસ્ટ્રીમાં છે. તેઓ એક ઓનલાઈન પોર્ટલ CarDekho.comના માલિક છે, જે લોકોને ઓનલાઈન કાર ખરીદવા અને વેચવામાં મદદ કરે છે.

નમિતા થાપર

નેટવર્થ- 600 કરોડ

બિઝનેસ ટાઈકૂન પુણેમાં સ્થિત છે અને તેમણે ઘણા સ્ટાર્ટ અપ અને વ્યવસાયોમાં ઈન્વેસ્ટ કર્યું છે. નમિતા એક ફાર્મા કંપનીની CEO પણ છે. તેમની રિપોર્ટ કરવામાં આવેલી કુલ સંપત્તિ 600 કરોડ રૂપિયા છે.

પીયૂષ બંસલ

નેટવર્થ- 600 કરોડ

શાર્ક ટેંક ઈન્ડિયાના જજ પીયૂષ બંસલ એક આઈવેર બ્રાન્ડના CEO છે. તેઓ આઈવેર કંપની Lenskart માટે લોકપ્રિય છે. તેમની કુલ સંપત્તિ આશરે 600 કરોડ રૂપિયા છે. તેમણે અમેરિકામાં એક ફર્મમાં કામ કર્યા બાદ 2010માં કંપનીની સ્થાપના કરી હતી.

અનુપમ મિત્તલ

નેટવર્થ- 185 કરોડ

અનુપમ મિત્તલ શાર્ક ટેંક ઈન્ડિયા પર તેમના જવાબો અને અદ્ભુત શૈલી માટે દર્શકોમાં લોકપ્રિય છે. તેઓ ઓનલાઈન મેરેજ વેબસાઈટ શાદી ડોટ કોમના CEO છે. અનુપમ ઘણી કંપનીઓમાં નિવેશ માટે પણ જાણીતા છે. મિત્તલની અંદાજિત કુલ સંપત્તિ 185 કરોડ રૂપિયા છે.

અમન ગુપ્તા

નેટવર્થ- 700 કરોડ

અમને ટેક કંપની Boat ની સ્થાપના 2015માં કરી હતી જે હેડફોન, ઈયરફોન અને ઘણા અન્ય ટ્રાવેલ ગેઝેટ બનાવે છે. તેમની કુલ સંપત્તિ 700 કરોડ રૂપિયા છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.