નવી મારુતિ વેગન R આવી રહી છે! કાર અપડેટેડ એન્જિન સાથે અદ્યતન સુવિધાઓથી સજ્જ હશે
મારુતિ સુઝુકી વેગન R હવે નવા અવતારમાં રજૂ થવા જઈ રહી છે. પરંતુ લોન્ચ પહેલા જ આ આવનારી હેચબેકની વિગતો ઈન્ટરનેટ પર લીક થઈ ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ટૂંક સમયમાં નવી મારુતિ વેગન Rને અપડેટ કરવામાં આવશે અને નવા રિયલ ડ્રાઇવિંગ એમિશન નોર્મ્સ (RDE) હેઠળ બજારમાં રજૂ કરવામાં આવશે, જે 1 એપ્રિલથી લાગુ થવાનું છે.
આ કારમાં નવું અપડેટેડ એન્જિન આપવામાં આવશે જે બે વિકલ્પ 1.0 લિટર અને 1.2 લિટર તરીકે ઉપલબ્ધ હશે. આ બંને એન્જિનને નવા BS6 ફેઝ-2 તરીકે અપડેટ કરવામાં આવી રહ્યા છે. જો કે મારુતિ વેગન R તેની માઈલેજ માટે જાણીતી છે, પરંતુ મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ કારની માઈલેજ પહેલા કરતા પણ વધુ સારી હશે. જો કે, ચોક્કસ આંકડા વિશે માહિતી લોન્ચ સમયે જ ઉપલબ્ધ થશે. કંપની આ એન્જિનને 5-સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સથી સજ્જ કરશે.
નવી વેગન R કુલ ચાર વેરિઅન્ટ LXI, VXI, ZXI અને ZXI Plusમાં ઓફર કરવામાં આવશે. જ્યારે, તેનું CNG વેરિઅન્ટ ફક્ત બે વેરિઅન્ટ LXI અને VXIમાં ઉપલબ્ધ થશે, જે 1.0 લિટર એન્જિન સાથે આવશે. આ કારમાં સ્ટાન્ડર્ડ ફીચર તરીકે આદર્શ સ્ટાર્ટ સ્ટોપ સિસ્ટમ આપવામાં આવી શકે છે, જે તમામ વેરિએન્ટમાં ઉપલબ્ધ હશે.
એન્જિન અપડેટ સિવાય કારમાં અન્ય કોઈ મોટા ફેરફાર કરવામાં આવશે નહીં. આ કારનો લુક અને ડિઝાઇન વર્તમાન મોડલ જેવી જ હશે. આ કારમાં 7 ઇંચની ટચસ્ક્રીન ડિસ્પ્લે, 4 સ્પીકર મ્યુઝિક સિસ્ટમ, સ્ટીયરિંગ માઉન્ટેડ ઓડિયો કંટ્રોલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. આ સિવાય સુરક્ષાની દ્રષ્ટિએ આ કારમાં ઈલેક્ટ્રોનિક બ્રેકફોર્સ ડિસ્ટ્રિબ્યુશન (EBD) સાથે એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS), રિયર પાર્કિંગ સેન્સર, હિલ હોલ્ડ અસિસ્ટ (ફક્ત ઓટોમેટિક) જેવા ફીચર્સથી સજ્જ કરવામાં આવી છે.
મારુતિ વેગન Rનું વર્તમાન મોડલ તેની ઉત્તમ ઈંધણ કાર્યક્ષમતા માટે જાણીતું છે. આ કારનું 1.0 લિટર એન્જિન લગભગ 23 કિલોમીટરની માઈલેજ આપે છે અને 1.2 લિટર એન્જિન વેરિઅન્ટ 24 કિલોમીટર પ્રતિ લિટર સુધીની માઈલેજ આપે છે. બીજી બાજુ, તેના CNG વેરિઅન્ટને લઈને, કંપનીનો દાવો છે કે, આ કાર 34.05 કિલોમીટર પ્રતિ કિલોગ્રામ (CNG) સુધીની માઈલેજ આપવામાં સક્ષમ છે. નવા અપડેટ પછી, કંપની તેની કિંમતમાં થોડો વધારો કરી શકે છે, વર્તમાન મોડલની કિંમત 5.53 લાખ રૂપિયાથી લઈને 7.41 લાખ રૂપિયા સુધીની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp