ગુરુવારે તો શેરબજારમાં ઉતાર-ચઢાવ રહ્યો, જાણો શુક્રવારે બજારની ચાલ કેવી રહેશે?

બોમ્બે સ્ટોક એકસચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જમાં ગુરુવારે ભારે ઉતાર-ચઢાવ બાદ સેન્સેક્સ અને નિફ્ટી બંને વધવા તરફી રહ્યા. BSE સેન્સેક્સ 164 પોઇન્ટ વધીને 65558.89 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 29.50 પોઇન્ટ વધીને 19413.80 પર બંધ રહ્યો હતો. ગુરુવારે શેરબજારમાં લગભગ 1322 શેરોમાં તેજી જોવા મળી હતી. તો બીજી તરફ 2037 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો અને 129 શેરો સ્ટેડી રહ્યા હતા.

ગુરુવારે શેરબજારમાં હિંદાલ્કો, TCS, ઇન્ફોસીસ,માઇન્ડ ટ્રી અને ટેક મહિન્દ્રા નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં રહ્યા હતા.જ્યારે પાવર ગ્રિડ કોર્પોરેશન, કોલ ઇન્ડિયા, યુપીએલ, મારુતિ સુઝુકી નિફ્ટીના ટોપ 5 લૂઝર્સ રહ્યા હતા.

BSEના મિડકેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં 0.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ઓટો, કેપિટલ ગૂડ્સ, એફએમસીજી, હેલ્થકેર, ઓઇલ એન્ડ ગેસ અને પાવર સેક્ટરના શેરોમાં વેચવાલી જોવા મળી હતી. જ્યારે બેંક, મેટલ, રિયલ્ટી અને આઇટી સેક્ટરમાં લેવાલી હતી.

નિફ્ટીના 50 શેર્સની વાત કરીએ તો એમાંથી 32 શેરોમાં વેચવાલી હતી, જ્યારે  સેન્સેક્સના 30 શેરોમાંથી 16 શેરોમાં તેજી જોવા મળી હતી. નિફ્ટી બેંકમાં 12માંથી 8 શેરો ઘટ્યા હતા. બીજી તરફ ડોલરની સામે ભારતીય રૂપિયા 18 પેસા મજબુત થઇને 82.07 પર બંધ રહ્યો હતો.

હવે આવતીકાલે શુક્રવારે શેરબજારની ચાલ કેવી રહેશે, એ વિશે જાણકોરના મતંવ્ય જાણી લઇએ.

LKP સિક્યોરિટીના વરિષ્ઠ ટેકોનોલોજી એનાલિસ્ટ રૂપક ડેનું કહેવું છે કે નિફ્ટી 19567ની નવી રેકોર્ડ ઉંચાઇએ પહોંચી ગયો હતો, પરંતુ ટ્રેડીંગ સમય દરમિયાન વેચવાલીને કારણે આ લેવલ જળવાયું નહોતું. જેને કારણે બજાર બંધ થતા સુધીમાં નિફ્ટીમાં મોટો ઘટાડો આવ્યો. આજે આખો દિવસ નિફ્ટીમાં ખાસ્સો ચઢાવ-ઉતાર જોવા મળ્યો હતો. રૂપક ડેએ કહ્યું કે, ડેલી રિલેટીવ સ્ટ્રેંથ ઇન્ડેક્સ (RSI)એ એક મંદીના ક્રોસ ઓવરનો સંકેત આપ્યો છે. અત્યારે, શોર્ટ ટર્મમાં નિફ્ટી અમને લગોલગ ટ્રેડ થતો જોઇ શકાશે. નિફ્ટી માટે 19300ના લેવલે સપોર્ટ જોવા મળે છે. જ્યારે 19600ના લેવલે રેજિસ્ટન્સ દેખાય છે.

LKP સિક્યોરિટીઝના કુણાલ શાહ કહે છે કે માર્કેટમાં મંદીવાળાનું વર્ચસ્વ છે. જેના કારણે બેંક નિફ્ટી 45000ની સપાટી પાર કરવામાં નિષ્ફળ રહ્યો. આ સૂચવે છે કે ઇન્ડેક્સમાં મંદી રહેવાની શક્યતા છે. બીજી તરફ,  તેજીવાળા  બેંક નિફ્ટીના44700 ના સપોર્ટ લેવલને જાળવવામાં સફળ રહ્યા, જે તે સ્તરે થોડી ખરીદી તરફ ઇશારો કરે છે.

કુણાલ શાહે કહ્યુ કે, જો કે આ સપોર્ટ તુટવા પર બેંક નિફ્ટી 44500-44000ના લેવલે જોવા મળી શકે છે. જો બેંક નિફ્ટી બંધ થવાના સમયે 45,000નું લેવલ પાર કરી જાય છે, તો પછી તેજી  આવી શકે છે.

નોંધ માત્ર માહિતી આપવા ખાતર આ ન્યૂઝ લખવામાં આવ્યા છે, શેરબજારમાં રોકાણ કરતી વખતે, તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું હીતાવહ છે.

About The Author

Related Posts

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.