નિફ્ટી 18000ની નીચે બંધ, સેન્સેક્સ 632 પોઇન્ટ નીચે ગયું, જાણો ક્રેશનું કારણ

આજે સવારે ફ્લેટ શરૂઆત કર્યા બાદ ભારતીય બજાર લાલ નિશાનમાં બંધ આવ્યું. ત્રીજા ક્વાર્ટરના પરિણામોની શરૂઆત અને ગ્લોબલ ચિંતાઓએ રોકાણકારોના સેન્ટીમેન્ટને ખરાબ કરી દીધું છે. કારોબારના અંતમાં સેન્સેક્સ 632 પોઇન્ટ તુટીને 60115 પર બંધ આવ્યું. નિફ્ટી 187 પોઇન્ટ તુટીને 17914 પર બંધ આવ્યું છે. નિફ્ટી બેન્ક 568 પોઇન્ટ તુટીને 42015 પર બંધ આવ્યું છે. જ્યારે, મિડકેપ 157 પોઇન્ટ તુટીને 31559 પર બંધ આવ્યું છે. આજના કારોબારમાં નિફ્ટી ઓટોને છોડીને લગભગ દરેક સેક્ટોરલ ઇન્ડેક્સ લાલ નિશાનમાં નજરે પડ્યા છે. ભારતી એરટેલ, SBI, HDFC Bank અને TCS સેન્સેક્સના ટોપ લુઝર રહ્યા છે.

9મી જાન્યુઆરીના રોજ TCSએ ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. જે અનુસાર, આ અવધિમાં કંપનીના કંસોલિડેટેડ નફામાં વાર્ષિક આધાર પર 10.98 ટકાનો વધારો જોવા મળ્યો છે. તે 10883 કરોડ રૂપિયા પર રહ્યું છે. આ આંકડા આશા કરતા વધારે નબળા રહ્યા છે. કારણ કે, બજારનું અનુમાન હતું કે, ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીને 11247 કરોડ રૂપિયાનો નફો થવો જોઇતો હતો. તે સિવાય કંપનીએ એ પણ સંકેત આપ્યા છે કે, યુરોપમાં મંદીના કારણે આગળ IT પર થનારો ખર્ચ ઘટી શકે છે. આજે બજાર સેન્ટીમેન્ટ પર પણ નેગેટિવ અસર પડી રહી છે.

ગ્લોબલ માર્કેટથી મળનારા સંકેત પણ આજે નબળા રહ્યા છે. ડાઉ ફ્યુચર્સ આજે સવારે 83 પોઇન્ટ એટલે કે, 0.25 ટકાના કડાકા સાથે કારોબાર કરતું નજરે પડ્યું છે. જ્યારે, S&P 500 ઇન્ડેક્સ 40 પોઇન્ટ એટલે કે, 0.36 ટકાના કડાકા સાથે કારોબાર કરી રહ્યું હતું. જ્યારે, નાસ્ડેક 100 ફ્યુચર્સના ચાલ સપાટ રહી છે. યૂરોપિયન માર્કેટ પણ મિક્સ્ડ સેન્ટીમેન્ટ વાળા રહ્યા. FTSE પણ 0.35 ટકાના કડાકા સાથે ખુલ્યું હતું.

ભારતીય બજારોમાં FIIની વેચવાલી ચાલુ છે. જેનાથી માર્કેટનું સેન્ટીમેન્ટ ખરાબ થયું છે. 2022માં FIIએ ભારતીય બજારમાં 1.27 લાખ કરોડ રૂપિયાની વેચવાલી કરી હતી. 2023માં પણ આ ક્રમ ચાલુ જ છે. જાન્યુઆરીમાં અત્યાર સુધી FIIએ ભારતીય ઇક્વિટી બજારમાં 4988.33 કરોડ રૂપિયાની વેચવાલી કરી છે.

ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલ સ્ટોકહોમમાં થનારા Sveriges Riksbank International Symposiumમાં મંગળવારે સ્પીચ આપશે. મોંઘવારી અને વ્યાજ દરો પર તેમની સંભાવિત ટિપ્પણી પર બજારની નજરો લાગી છે. તેની સાથે જ 12મી જાન્યુઆરીના રોજ અમેરિકા અને ભારત બંને રિટેલ મોંઘવારી આંકડા આવશે. આ ઇવેન્ટ્સના પહેલા બજાર સતર્ક નજરે પડી રહ્યું છે.

About The Author

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.