નિફ્ટીએ વીકલી ચાર્ટ પર બનાવી બુલીશ હરામી પેટર્ન, ઇન્ડેક્સમાં અપસાઇડ સંભવ
વર્ષ 2022ના આખરી કારોબારી દિવસ એટલે કે, 30મી ડિસેમ્બરના રોજ નિફ્ટીએ પોતાના પાછલા દિવસની તેજી ગુમાવી દીધી હતી. તે શુક્રવારે અડધો ટકો પડ્યું હતું. તેણે એક લાંબી બેરિશ પેટર્ન બનાવી હતી. આ ડેલી ચાર્ટ પર એક બેરિશ પિયર્સિંગ પેટર્ન બનાવી છે. આ એક પ્રકારના ડરના સંકેત આપે છે. તેમાં જાન્યુઆરી સીરીઝની નબળી શરૂઆત જોવા મળી હતી. એક સમયે તેણે પોતાના દિવસના નીચલા સ્તર 18080ને પણ હિટ કર્યુ હતું. શુક્રવારે ઇન્ડેક્સે 18100ના લેવલનો બચાવ કર્યો હતો. કાલે નિફ્ટી 86 પોઇન્ટના કડાકા સાથે 18105 પર બંધ થયું હતું. પણ 17780ના સ્તર પર સપોર્ટ લીધા બાદ સપ્તાહ માટે 1.7 ટકા ચઢ્યું.
નિફ્ટીએ ડાઉનટ્રેન્ડના નીચેના એક મહત્વના સપોર્ટ પાસે બુલિશ હરામી પેટર્ન બનાવી છે. આ પેટર્ન બે કેન્ડલસ્ટિક દ્વારા બને છે. LKP સિક્યોરિટીઝના રૂપક ડે એ કહ્યું કે, ગયા સપ્તાહના કડાકાની સરખામણીમાં આ સપ્તાહ દરમિયાન બેન્ચમાર્ક નિફ્ટીમાં સારી રિકવરી આવી છે. ઇન્ડેક્સે વીકલી ચાર્ટ પર એક બુલિશ હરામી પેટર્ન બનાવી છે. આ પેટર્ન બુલિશ રિવર્સલના સંકેત આપે છે.
તેમણે કહ્યું કે, અમને લાગે છે કે, શોર્ટ ટર્મ માટે ટ્રેન્ડમાં તેજી રહેવાની સંભાવના છે. જ્યાર સુધી ક્લોઝિંગ બેસિસ પર 17800ની ઉપર નિફ્ટી ટકેલું છે ત્યાં સુધી અમારો દૃષ્ટિકોણ બુલિશ જ છે. રૂપક ડે એ કહ્યું કે, ઉપરની તરફ નિફ્ટીમાં 18350 પર રેઝિસ્ટન્સ નજરે પડી રહ્યો છે. 18350ની ઉપર એક નિર્ણાયક મૂવથી નિફ્ટી 18600-19000ની તરફ રેલી કરતું નજરે પડશે. બીજી બાજુ 17800ની નીચે આવવા પર તેમાં ટ્રેન્ડ વધુ નબળો પણ પડી શકે છે.
શુક્રવારે બેન્ક નિફ્ટી 43402 પર પોઝિટિવ ખુલ્યું હતું. પણ પોતાના આગળના દિવસે તે ઉચ્ચ ઝોનને પાર ન કરી શક્યું. ત્યાર બાદ આખા દિવસે લગભગ 600 પોઇન્ટના દાયરામાં ચાલ્યું ગયું. તે લગભગ 266 પોઇન્ટના નુકસાન સાથે 42986ના સ્તર પર બંધ આવ્યું. આગળના ચાર સત્રોથી પોતાના હાયર હાઇને નકારી રહ્યું છે.
બેન્કિંગ ઇન્ડેક્સે ડેલી સ્કેલ પર એક લોન્ગ લોઅર શેડોની સાથે એક બેરિશ કેન્ડલ બનાવી છે. આ પેટર્ન સપોર્ટ બેઝ્ડ ખરીદીનો સંકેત આપે છે. જોકે, બેન્ક નિફ્ટીએ પણ વીકલી ફ્રેમ પર એક બુલિશ કેન્ડલ બનાવી છે. મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શિયલ સર્વિસના ચંદન તપાડિયાએ કહ્યું કે, 43250 અને 43500ના સ્તર પર સપોર્ટ જોવા મળી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp