નિફ્ટીએ બનાવી બુલિશ કેન્ડલ, જાણો 18મી જાન્યુઆરીના રોજ કેવું રહેશે બજાર

17મી જાન્યુઆરીના રોજ નિફ્ટીએ પોતાના આગળના દિવસના બધા નુકસાનની ભરપાઇ કરી લીધી. આજે તેમાં સારી તેજી જોવા મળી. નિફ્ટી આગળના 6 સત્રોમાં પહેલી વખત મનોવૈજ્ઞાનિક રૂપે મહત્વના 18000ના લેવલની ઉપર બંધ થવામાં કામિયાબ થયું. ઇન્ડેક્સે ડેલી ચાર્ટ પર એક લોન્ગ બુલિશ કેન્ડલ બનાવી છે. તેની સાથે જ તેમાં સતત ત્રીજા સત્ર માટે હાયર હાઇ અને હાયર લો ફોર્મેશન બન્યું છે. આ ફોર્મેશન આવનારા સત્રોમાં વધુ ઉપરની તરફ વધવાની સંભાવના બતાવી રહ્યું છે. તેથી જો ઇન્ડેક્સ પોતાના અપટ્રેન્ડને વધારે છે અને નિર્ણાયક રૂપે 50 દિવસની એક્સ્પોનેન્શિયલ મૂવિંગ એવરેજની ઉપર બંધ આવી શકે છે, તો ઇન્ડેક્સ 17900થી 17800ના મહત્વપૂર્ણ સપોર્ટની સાથે 18200થી 18300ના સ્તરની તરફ આગળ વધી શકે છે. એવું એક્સપર્ટ્સનું કહેવું છે.

બજારની આજની રેલી FMCG, IT, તેલ અને ગેસ, અમુક બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સ્ટોક અને ઓટો સ્ટોક્સમાં તેજીના કારણે જોવા મળી હતી. નિફ્ટી 17923 પર ખુલ્લો અને 18072 સુધી ઉપર ગયું હતું. આ લેવલ આજના તેના ઇનટ્રાડે હાઇ લેવલ રહ્યું. બજારના અંતમાં નિફ્ટી 159 પોઇન્સની તેજી સાથે 18053 પર બંધ આવ્યું છે.

એક બજાર નિષ્ણાંતે કહ્યું, ટેક્નીકલ રૂપે, બજારે ડેલી ચાર્ટ પર એક બુલિશ કેન્ડલ બનાવી છે. ઇન્ટ્રાડે ચાર્ટ પર હાયર બોટમ ફોર્મેશન બનાવ્યું છે. આ ફોર્મેશન હાલના સ્તરોની આગળ વધવાના સંકેત આપી રહ્યું છે. ટ્રેન્ડ ફોલો કરનારા ટ્રેડર્સ માટે તેનું કહેવું છે કે, 17950નું લેવલ મજબૂત સપોર્ટ ઝોન તરીકે કામ કરશે. તેની ઉપર ઇન્ડેક્સ 18100થી 18200ના સ્તર સુધી જઇ શકે છે. માર્કેટ એક્સપર્ટે કહ્યું કે, બીજી બાજુ નિફ્ટીના 17950ની નીચે જવાથી તેજીની શક્યતાઓ નબળી પડી જશે. આ લેવલની નીચેના ઝોન પર ઇન્ડેક્સ 17900થી 17850 સુધી નીચે જઇ શકે છે.

બેન્ક નિફ્ટી 42241 પર ખુલ્યું પણ દિવસના અધિકાંશ સમયમાં તેમાં મંદ મૂવમેન્ટ જોવા મળી. બ્રોડર માર્કેટમાં નબળું પ્રદર્શન કર્યું. સત્રના બીજા ભાગમાં તેમાં પણ રીકવરી જોવા મળી. બેન્ક નિફ્ટી આખરે 68 પોઇન્ટના વધારા સાથે 42235ના સ્તર પર બંધ આવ્યું.

બેન્કિંગ ઇન્ડેક્સે ડેલી ચાર્ટ પર એક લોન્ગ લેગ્ડ ડોજી કેન્ડલ બનાવી છે. તેના કારણે તેમાં નીચલા સ્તરોથી તેમાં સારી રિકવવરી જોવા મળી. બેન્ક નિફ્ટીએ 42500 અને 42750ના સ્તરની તરફ વધવા માટે 42000ના સ્તરની ઉપર ટકવું પડશે. તેમાં પહેલો સપોર્ટ 42000ના સ્તર પર છે. તેના તૂટવાથી બીજો સપોર્ટ 41750ના સ્તર પર નજરે પડી રહ્યો છે.

About The Author

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.