આ વર્ષે નિફ્ટી 18000થી 19000ની વચ્ચે રહી શકે: નિર્મલ બંગના રાહુલ અરોડા

PC: business-standard.com

કારોબારી સપ્તાહના બીજા દિવસે બજારમાં ખરીદીનો મુડ બની રહ્યો છે. નિફ્ટી 18000ની નજીક કારોબાર કરી રહ્યું છે. બેન્ક નિફ્ટીમાં પણ રોનક જોવા મળી રહી છે. મિડકેપ શેરોમાં સુસ્તી નજરે પડી રહી છે. જ્યારે, FMCG શેરોમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. આજે HULનો શેર 2 ટકાથી વધારે તેજી સાથે ટોપ ગેનર બનેલો હતો. સાથે જ ડાબર, ITC, બ્રિટાનિયા જેવા શેરોમાં પણ રોનક જોવા મળી રહી છે. IT અને સરકારી બેન્કોમાં પણ ખરીદી જોવા મળી રહી છે. આ દરમિયાન નિર્મલ બંગ ઇન્સ્ટીટ્યુશનલ ઇક્વિટીઝના CEO રાહુલ અરોડાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, હાલનું વર્ષ શેર બજાર માટે પ્રોબ્લેમ વાળું રહી શકે છે. સાથે જ બજાર તમને કમાવાનો મોકો પણ આપશે.

રાહુલ અરોડાએ વાતચીતમાં કહ્યું કે, બજાર આ સમયે થાકેલું લાગી રહ્યું છે. તેને ઉપર જવાનું કારણ નથી મળી રહ્યું. અર્નિંગથી દરેકને સહારો મળતો દેખાઇ રહ્યો છે. બજાર આ સમયે પ્રાઇસ ટુ પરફેક્શન થઇ ગયું છે. જોકે, બજારને લઇને લોકોએ નિરાશ ન થવું જોઇએ. ડીમાર્ટનું રીઝલ્ટ ઠીક રહ્યું. IT સેક્ટરના રીઝલ્ટ્સમાં કંપનીઓની તરફથી કોઇ કોમેન્ટ્રી નથી આવી. હાલ રોકાણકારોએ ડરવું ન જોઇએ.

તેમણે આગળ કહ્યું કે, બજારમાં થોડો ડર એ લાગી રહ્યો છે કે, ડાઉનસાઇડના રિસ્ક ખુલી રહ્યા છે. આજે જે ચીનના GDP ગ્રોથના આંકડા આવ્યા છે. તે અનુસાર, તેનો GDP ગ્રોત ઘટ્યો છે. આ થોડી ચિંતા જનક વાત છે. તેનો GDP ગ્રોત ઘટવાથી એક્સપર્ટ્સનો કારોબાર કરનારી કંપનીઓ માટે પ્રોબ્લેમ થઇ શકે છે.

રાહુલ અરોડાએ કહ્યું કે, બજારના આગળ વધવા માટે એવું લાગે છે કે, બજાર વોલેટાઇલ રહેશે. હાલનું વર્ષ બજાર માટે પ્રોબ્લેમ ભરેલું રહી શકે છે. બની શકે કે, વર્ષના અંતમાં પણ આપણે અહીંથી નિફ્ટીમાં 18000થી 19000ની વચ્ચે જ બજારને કારોબાર કરતા જોઇ શકીશું. પણ બજારની આ ઉથલ પાથલ દરમિયાનમાં પૈસા કમાવાના મોકા મળશે.

બજારમાં ખરીદી કરવા માટેના દૃષ્ટિકોણથી રાહુલ અરોડાએ કહ્યું કે, IT સેક્ટરમાં ખરીદી કરી શકાશે. પણ તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે, IT સેક્ટરના શેરોને ચોથા ક્વાર્ટરના પરિણામો બાદ જ ખરીદવા માટે વિચારવું જોઇએ. તેમણે આગળ કહ્યું કે, આ સેક્ટરની દિગ્ગજ કંપનીઓ પર દાવ લગાવવો જોઇએ. જો TCS, ઇન્ફોસિસના શેરો 15થી 20 ટકા તુટે છે તો તેમાં ખરીદીના સારા મોકા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp