
નિફ્ટીએ એક વધુ સેશન માટે તેજી ગુમાવી દીધી હતી. 6ઠ્ઠી જાન્યુઆરીના રોજ 17900ની નીચે બંધ આવ્યું છે. વિદેશી રોકાણકારોની સતત વેચવાલી અને મીક્સ્ડ સેન્ટીમેન્ટના કારણે નિફ્ટી નીચે આવી ગયું છે. ઇન્ડેક્સ 18008 પર ખુલ્યું પણ સેશનના શરૂઆતના કલાકોમાં જ પોતાની તેજી ગુમાવી દીધી હતી. ત્યાર બાદ દિવસના નીચલા સ્તર 17795 પર આવી ગયું. તે 133 પોઇન્ટ નીચે 17859 પર બંધ આવ્યું. ઇન્ડેક્સે સતત ત્રીજા સત્ર માટે લોઅર હાઇ અને લોઅર લો બનાવ્યો છે. ગયા સપ્તાહ માટે ઇન્ડેક્સ 1 ટકા તુટી ગયું. નવા વર્,ની શરૂઆત એક નેગેટિવ નોટ પર થઇ. નિફ્ટીએ 17800 પર સપોર્ટ લઇને વીકલી ફ્રેમ પર એક બેરિશ કેન્ડલ બનાવી છે.
એક્સપર્ટ્સે કહ્યું કે, આવું લાગી રહ્યું છે કે, બજારમાં જરૂરથી વધારે વેચવાલી થઇ છે. જો ઇન્ડેક્સ આવનારા સત્રોમાં 17800 પર સપોર્ટ લે છે, તો તે સરળતાથી મનોવૈજ્ઞાનિક સ્તર 18000ના લેવલને પુનઃહાંસલ કરી શકે છે. એક્સપર્ટ્સે આગળ કહ્યું કે, ઇન્ડેક્સે 17મી જૂન અને 26મી ડિસેમ્બર, 2022ના રોજ નજરે પડેલા લોન્ગ અપવર્ડ સ્લોપિંગ સ્પોર્ટ ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે. જો આ ઇન્ડેક્સ સપોર્ટને બ્રેક કરે છે તો તે નીચેની તરફ 17700થી 17500 સુધી પણ નીચે જઇ શકે છે.
એક બજાર નિષ્ણાંત અનુસાર, ડેલી અને ઇન્ટ્રાડે ચાર્ટ પર નિફ્ટીએ લોઅર ટોપ ફોર્મેશન બનાવ્યું છે. તે સતત 50 અને 20 દિવસની સિંપલ મૂવિંગ એવરેજની નીચે કારોબાર કરી રહ્યું છે. જે સામાન્ય રીતે એક નેગેટિવ સંકેત આપે છે. જોકે, બજાર એક ઓવરસોલ્ડ ટેરેટરીમાં છે. તેથી નિષ્ણાંતોને લાગે છે કે, એક પુલબેક રેલીની પ્રબળ સંભાવના છે. તેમણે આગળ કહ્યું કે, 18000ના લેવલ પર તાત્કાલિક રેઝિસ્ટન્સ છે. જે બાદ 18100થી 18175 પર રેઝિસ્ટન્સ હશે. પણ નિફ્ટીમાં કડાકો આવવાથી ઇન્ડેક્સ 17750 સુધી પણ જઇ શકે છે. એક વધુ કડાકો ઇન્ડેક્સને 17650 સુધી પણ ખેંચી શકે છે.
બેન્ક નિફ્ટી સકારાત્મક રૂપે 42650 પર ખુલ્યું છે. પણ તે ટકી નથી શકતું અને નીચે આવી જાય છે. બેન્ક નિફ્ટી 41877 સુધી તુટીને 42000ના પોતાના તાત્કાલિક સપોર્ટ લેવલને બ્રેક કરી દીધું છે. ઇન્ડેક્સ 420 પોઇન્ટ તુટીને 42189 પર બંધ આવ્યું છે. તેણે ડેલી સ્કેલ પર એક બેરિશ કેન્ડલ બનાવી છે. તેના કારણે તેમાં ગયા ત્રણ સપ્તાહનું લોઅર લો બન્યું છે.
એક અન્ય બજાર નિષ્ણાંતે કહ્યું કે, બન્ક નિફ્ટીએ વીકલી ફ્રેમ પર પણ એક બેરિશ કેન્ડલ બનાવી છે. પણ તેણે પોતાનું ગયા સપ્તાહના લોનો બચાવ કર્યો છે. હવે જ્યાર સુધી તે 42500ની નીચે ટકેલું રહે છે. તેમાં નબળાઇ આવી શકે છે અને 41750 અને 41500ના સ્તરની તરફ જઇ શકે છે. જ્યારે, તેમાં રેઝિસ્ટન્સ 42500 અને 42750ના સ્તર પર જોવા મળી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp