મહુવા નિરમા પ્લાન્ટનો વિરોધ, અમારે સિમેન્ટના રોટલા નથી ખાવા, બાજરીના ખાઇ લઇશું

PC: bbc.com

ભાવનગરના મહુવામાં લગભગ પંદરેક વર્ષ પહેલાં જ્યારે નિરમા કંપનીએ સિમેન્ટ પ્લાન્ટ નાંખવાની વાત કરેલી ત્યારે જબરદસ્ત વિરોધ થયો હતો અને એ કેસ હજુ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. હવે મહુવામાં નિરમા કંપનીના માઇનિંગ પ્રોજેક્ટની હિલચાલ શરૂ થઇ છે તો ફરી વિવાદનો વંટોળ ઉભો થયો છે. નિરમા ગ્રુપે મહુવાના 7 ગામોને3 ભાગમાં ડિવાઇડ કરીને અહીં માઇનિંગ માટે પર્યાવરણ મંત્રાલય પાસે મંજૂરી માગી છે અને તેના માટેની લોક સુનાવણી 28 એપ્રિલના દિવસે રાખવામાં આવી હતી.

પહેલા સિમેન્ટ પ્લાન્ટના વિરોધની વાત જાણી લઇએ ગુજરાત સરકારે વર્ષ 2008માં નિરમા કંપનીને મહુવા તાલુકાના સમઢિયાળા પઢિયારકા ગામ પાસે સિમેન્ટ પ્લાન્ટ માટે 268 હેકટર જમીન ફાળવી હતી.પરંતુ તે વખતે ગામના લોકોએ વિરોધ કર્યો હતો અને તે વખતના ભાજપના ધારાસભ્ય ડો, કનુભાઇ કલસરિયાની આગેવાની હેઠળ વિરોધ થયો હતો અને હાઇકોર્ટે નિરમાને 100 હેકટર જમીન પરત કરવાનો આદેશ આપ્યો હતો. 168 હેકટરની જમીન જળાશય માટે છે અને તે ઉદ્યોગોને ન આપી શકાય તેવી અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી અને સુપ્રીમ કોર્ટે નિરમા કંપનીને પ્લાન્ટ હટાવી લેવાનો આદેશ આપ્યો હતો.

હવે ગુજરાત સરકારે વર્ષ 2017માં નિરમા કંપનીને માઇનીંગ માટેની પરવાનગી આપી દીધી છે અને તેના માટે પર્યાવરણની મંજૂરી લેવા માટે લોક સુનાવણી રાખવામાં આવી હતી. હવે આ જ વિસ્તારમાં માઇનીંગ પ્રોજેકટની હિલચાલ શરૂ થઇ છે ત્યારે પ્રોજેક્ટની આસપાસના લોકો વિરોધ કરી રહ્યા છે. નિરમાના આ પ્રોજેક્ટને કારણે 1.16 લાખ લોકોને અસર થઇ શકે તેમ છે.

નિરમા કંપની જે માઇનીંગ પ્રોજેક્ટ શરૂ કરવા માંગે છે તેનો વિરોધ કેમ થઇ રહ્યો છે?  તો તેનું કારણ એવું છે કે જે 7 ગામોમાં નિરમા કંપનીને લાઇમ સ્ટોનના ખનન માટેના પ્રોજેકટની મંજૂરી મળી છે તેવા ગામોમાં ગુજરડા, દુવેરી, દુધાળા, વાંગર, મઢિયા, પઢિયારકા અને ડોળીયા છે. પહેલાં ગુજરાત સરકારે 3400 હેકટક જમીનમાં માઇનીંગની પરવાનગી આપી હતી, પરંતુ વિરોધ બાદ સરકારે 1626 હેકટર જમીનની જ પરવાનગી આપી છે.

ભાવનગર જિલ્લાના ખેડુત આગેવાન ભરતસિંહ વાળાનું કહેવું છે કે, નિરમા કંપની આ વિસ્તારમાં ખનન કરશે એટલે પઢિયારકા, ડોળિયા, વાગર, માઢિયા,દુધાળા, અગતરીયા, ખરેડ, ગઢડા, બીલડી, અર્મતવેલ અને માળીયા વિસ્તારના ગામો બરબાદ થઇ જશે.

આંદોલન ચલાવી રહેલા વકીલ તુષાર ચૌહાણે લોક સુનાવણી પર સવાલ ઉઠાવતા કહ્યું કે, જ્યારે સિમેન્ટ પ્લાન્ટનો કેસ સુપ્રીમ કોર્ટમાં સબ જ્યુડીસ છે ત્યારે લોક સુનાવણી શું કામ કરવામાં આવી રહી છે? વકીલે કહ્યું કે લાગે છે કે નિરમા પાછલા બારણેથી સિમેન્ટ પ્લાન્ટ માટે ફરી ઘુસી રહી છે.

નિરમા કંપનીએ પોતોના સ્પષ્ટતામાં કહ્યું છે કે, ખેડુતોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે, કેટલાંક ખેડુતોએ તો પ્લાન્ટ શરૂ થાય તેના માટે અમારી ફેવરમાં તરફેણ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp