26th January selfie contest

હવે ટ્રક ચલાવવા માટે ડીઝલની જરૂર નહીં પડે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું નવું કારનામું

PC: fuelcellsworks.com

ભારત સરકાર ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે ઘણાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. મોટી કંપનીઓને સબસિડી આપી રહી છે. સારી વાત એ છે કે, આ કંપનીઓ પણ સરકારના આદેશનું પાલન કરીને આ દિશામાં કામ કરી રહી છે. દેશની સૌથી મોટી કંપનીમાંથી એક રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું નામ પણ આમાં છે. મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે સોમવારે બેંગ્લોરમાં 'ઈન્ડિયા એનર્જી વીક'માં હાઈડ્રોજનથી ચાલતી ટ્રકનું પ્રદર્શન કર્યું હતું. હાઇડ્રોજનને સૌથી સ્વચ્છ ઇંધણ માનવામાં આવે છે અને તે માત્ર પાણી અને ઓક્સિજનનું ઉત્સર્જન કરે છે. અશોક લેલેન્ડ દ્વારા ઉત્પાદિત બે મોટા હાઇડ્રોજન સિલિન્ડર સાથેની આ ટ્રક મુખ્ય સ્થળની બાજુમાં એક હોલમાં રાખવામાં આવી છે. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ દિવસીય કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું.

ટ્રકની નજીક એક ડિસ્પ્લે દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ દેશની પહેલી ટ્રક છે જે રસ્તા પર H2ICE ટેક્નોલોજી સાથે છે. જ્યારે પરંપરાગત ડીઝલ ઇંધણ અથવા તાજેતરમાં રજૂ કરાયેલા લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG)ના સ્થાને ટ્રકમાં હાઇડ્રોજનનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે તે લગભગ શૂન્ય ઉત્સર્જનમાં પરિણમે છે. તે જણાવે છે કે H2ICE વાહનનું પ્રદર્શન ડીઝલ ICE જેવું જ છે. H2 એ હાઇડ્રોજનનું સૂત્ર છે અને ICE એટલે આંતરિક કમ્બશન એન્જિન. ભારત હાઈડ્રોજનના ઉપયોગ માટે વધુને વધુ દબાણ કરી રહ્યું છે. તે વીજળીનો ઉપયોગ કરીને પાણીના વિભાજન દ્વારા ઉત્પન્ન થાય છે. હાઇડ્રોજનનો ઉપયોગ સ્ટીલ પ્લાન્ટ્સથી લઈને ખાતરના એકમો સુધી દરેક વસ્તુમાં થઈ શકે છે. અહીં તે હાઇડ્રોકાર્બનનું સ્થાન લઈ શકે છે. હાઇડ્રોજનનો ઉપયોગ વાહનના ઇંધણ તરીકે પણ થઈ શકે છે, પરંતુ તેની ઉત્પાદન કિંમત હાલમાં ઘણી ઊંચી છે.

તેમ છતાં, કંપનીઓ હાઇડ્રોજન ઉત્પાદનમાં રોકાણ કરી રહી છે. ગયા મહિને, ગૌતમ અદાણીના જૂથે હાઇડ્રોજન ટ્રક માટેની યોજનાની જાહેરાત કરી હતી. અદાણી ગ્રૂપે અગાઉ જાહેરાત કરી હતી કે, તે આગામી 10 વર્ષમાં ગ્રીન હાઇડ્રોજન અને સંલગ્ન ઇકોસિસ્ટમમાં 50 બિલિયન ડૉલરનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. જયારે, રિલાયન્સ ગ્રુપ રિન્યુએબલ પાવર જનરેશન ઉપરાંત સમગ્ર હાઇડ્રોજન ઇકોસિસ્ટમમાં રોકાણ કરી રહ્યું છે. કંપનીને કાર્બન-મુક્ત બનાવવાની યોજનાના ભાગરૂપે રિલાયન્સ ગુજરાતમાં અનેક ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સમાં રૂ. 6 લાખ કરોડનું રોકાણ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp