આ દાદાને હળવાશથી ન લેતા, તેમની પાસે 101 કરોડ રૂપિયાના શેર છે

PC: timesnowhindi.com

શેરબજારમાં રોકાણ કરવું એ નાણાકીય જોખમ છે. શેરમાં પૈસાનું રોકાણ કરવાથી ક્યારેક તમે અમીર બનો છો તો ક્યારેક ગરીબ બની જાઓ છો. દરેક વ્યક્તિ પાસે શેરબજારમાંથી પૈસા કમાવવાની પૂરતી ક્ષમતા હોતી નથી. જો તમારી પાસે યોગ્ય વ્યૂહરચના, યોગ્ય સમયે યોગ્ય શેર પસંદ કરવાની ક્ષમતા અને જોખમ લેવાની હિંમત હોય તો શેરબજાર તમને નફાકારક બનાવી શકે છે. તમે બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા, રાધાકિશન દામાણી, ડોલી ખન્ના અને રામદેવ અગ્રવાલ જેવા લોકોના નામ તો સાંભળ્યા હશે, પરંતુ આજે શેરબજારના એવા માણસને મળો કે જેઓ બહારથી સામાન્ય જીવન જીવે છે અને 100 કરોડ રૂપિયાથી વધુના શેર ધરાવે છે.

તમે શેરબજારમાંથી મળતાં બમ્પર વળતર વિશે ઘણું સાંભળ્યું હશે. જો કે, આમાં પણ ઘણું જોખમ હોય છે. બજારમાં આવા ઘણા શેરો છે જેણે પોતાના શેરધારકોને અમીરોની યાદીમાં સામેલ કર્યા છે. પરંતુ તેમની વચ્ચે એવા ઘણા લોકો છે, જેમની પાસે અઢળક પૈસા છે પરંતુ તેમની સાદગીથી તેમની સમૃદ્ધિ જાણી શકાતી નથી. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ, કારણ કે સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વૃદ્ધ વ્યક્તિ એવો દાવો કરતો જોવા મળી રહ્યો છે કે, તેની પાસે 101 કરોડ રૂપિયાના શેર છે. આટલા પૈસા હોવા છતાં લોકોને વૃદ્ધનો સાદો વ્યવહાર પસંદ આવી રહ્યો છે.

આ વિડિયો 'X' (અગાઉ ટ્વિટર) યુઝર રાજીવ મહેતા દ્વારા એક પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં તેણે પોતાની હેડિંગ્સમાં ખુલાસો કર્યો છે. રાજીવ મહેતા, જેમણે ટ્વિટર પર વિડિયો શેર કર્યો, તેણે કહ્યું, કહેવત છે કે, રોકાણ કરવામાં, તમારે એકવાર નસીબદાર તો થવું જ પડશે. તેમની પાસે રૂ. 80 કરોડના L&Tના શેર, રૂ. 21 કરોડના મૂલ્યના અલ્ટ્રાટેક સિમેન્ટના શેર, રૂ. 1 કરોડના મૂલ્યના કર્ણાટક બેન્કના શેર છે. જોકે, KHABARCHHE.COM ડિજિટલ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

શેર કરવામાં આવેલા વીડિયોને ટ્વિટર પર અત્યાર સુધી 13 લાખ વખત જોવામાં આવ્યો છે, જેના પર સેંકડો કોમેન્ટ આવી રહી છે. પોસ્ટ પર ટિપ્પણી કરતા, કેપિટલ માઇન્ડના સ્થાપક અને CEO દીપક શેનોયએ જણાવ્યું હતું કે, 27,000 L&T શેરનું કુલ મૂલ્ય આશરે રૂ. 8 કરોડ છે, જ્યારે અલ્ટ્રાટેકના શેરની કિંમત આશરે રૂ. 3.2 કરોડ હશે અને કર્ણાટક બેન્કના શેરની કિંમત આશરે રૂ.10 લાખ થશે.

અહીં તમારે એક વાત યાદ રાખવા જેવી છે કે, શેરબજારમાં રોકાણ નાણાકીય જોખમોને આધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નિષ્ણાતો પાસેથી સંપૂર્ણ માહિતી અને અભિપ્રાય લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp