ઓલા ઈ-સ્કૂટરને દરિયામાં દોડાવ્યું, પછી આખું ડૂબાડ્યું, બહાર કાઢ્યું તો પરિણામ...

PC: rushlane.com

ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરનો એક વીડિયો યુટ્યુબ પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયો Aki D Hot Pistonz નામની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો છે. આ સ્કૂટરની સાચી રેન્જ આ વીડિયોમાં બતાવવામાં આવી છે. સાથે જ તેને દરિયાની અંદર દોડાવવામાં આવ્યું, ત્યાર પછી તેને દરિયાની અંદર સંપૂર્ણપણે ડુબાડી દેવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં, શું ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર સંપૂર્ણપણે ડૂબી ગયા પછી બરાબર હતું, કે તેની બેટરી અને મોટરને નુકસાન થયું. દરિયાનું પાણી ખારું છે. મીઠાનું ખરું પાણી ઇલેક્ટ્રિક વસ્તુઓને બગાડે છે. આ કારણે લોકો આ વીડિયોને જોરદાર રીતે જોઈ રહ્યા છે. ચાલો જાણીએ કે આ ઈ-સ્કૂટરને પાણીમાં ડુબાડ્યા પછી શું પરિણામ આવ્યું.

દરિયાના પાણીમાં ડૂબી ગયા પછી, Ola S1 Pro ઇલેક્ટ્રિક સ્કૂટરચાલી શકશે કે નહિ, તે જાણવા માટે તેને ધીમે ધીમે દરિયામાં ડુબાડવામાં આવ્યું, તેને પાણીમાં ચલાવીને લઇ જવામાં આવ્યું હતું. પહેલા સ્કૂટર અડધું ડૂબી ગયું. ત્યાર પછી તેની બેઠક સુધી ડૂબાડી દેવામાં આવ્યું હતું. ત્યાર પછી તેનું ડિસ્પ્લે પણ ડુબાડવામાં આવ્યું હતું. એટલું જ નહીં, આખા સ્કૂટરને જ પાણીમાં પાડી દેવામાં આવ્યું હતું, જેના કારણે તે સંપૂર્ણપણે ડૂબી ગયું હતું. જો કે આ દરમિયાન સ્કૂટરની મોટર કામ કરતી રહી. જ્યારે તેને બહાર કાઢવામાં આવ્યું ત્યારે તે સંપૂર્ણ રીતે કામ કરી રહ્યું હતું. તેનું ડિસ્પ્લે સંપૂર્ણ ચાલુ અવસ્થામાં હતું. હોર્ન અને ઈન્ડિકેટર પણ બરાબર કામ કરી રહ્યા હતા. જ્યારે, હાયપર મોડમાં તેની સ્પીડ પહેલાની જેમ જ બુસ્ટ થઇ રહી હતી. જ્યારે તેની ડિક્કી ખોલવામાં આવી ત્યારે દરિયાનું પાણી તેની અંદર ગયું હતું, કારણ કે તે ભીનું હતું અને તેમાં રેતી પણ હતી. તેના સ્પીકર પણ કામ કરતા હતા. તેના ચાર્જિંગ પ્લગમાં પાણીનું એક ટીપું પણ પ્રવેશ્યું ન હતું.

Ola S1 Air કંપનીના પોર્ટફોલિયોમાં સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર છે. હવે તેની પ્રારંભિક કિંમત 109,999 રૂપિયા થઈ ગઈ છે. તેને 2,499 રૂપિયાની માસિક EMI પર પણ ખરીદી શકાય છે. તેમાં 3kWh બેટરી પેક છે. Ola S1 કંપનીનું બીજું ટોપ મોડલ છે. તેના 3kWh બેટરી પેક મોડલની કિંમત 129,999 રૂપિયા છે. તમે તેને 2,824 રૂપિયાના માસિક EMI પર પણ ખરીદી શકો છો. કંપનીના ટોપ મોડલ એટલે કે Ola S1 Proની શરૂઆતની કિંમત 139,999 રૂપિયા છે. તેને રૂ.3,324ની માસિક EMI પર ખરીદી શકાય છે.

Ola S1 Proએ કંપનીના પોર્ટફોલિયોનું મુખ્ય ઉત્પાદન છે. તમે તેને 12 કલર ઓપ્શનમાં ખરીદી શકો છો. તે 2.9 સેકન્ડમાં 0-40 Km પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. તેની ટોપ સ્પીડ 116 kmph છે. જ્યારે, તે સિંગલ ચાર્જ પર 181 Km સુધીની રેન્જ આપે છે. તેમાં 7-ઇંચની TFT ડિસ્પ્લે છે, જેમાં ચાર્જિંગ, રાઇડિંગ સંબંધિત ઘણી માહિતીઓ ઉપલબ્ધ છે. આ મોડેલ પરના હાર્ડવેરમાં ટ્યુબ્યુલર ફ્રેમ, સિંગલ ફ્રન્ટ ફોર્ક અને પાછળનો મોનો-શોકનો સમાવેશ થાય છે. એન્કરિંગ સેટઅપમાં 220mm ફ્રન્ટ ડિસ્ક અને 180mm રીઅર રોટરનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp