હિંડનબર્ગ-અદાણી ગ્રુપ મામલે SEBIએ તોડ્યું મૌન, બોલ્યું-બજાર સાથે ખીલવાડ...

PC: fortuneindia.com

હિંડનબર્ગનો હાલના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેરોમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. તેને લઇને SEBIએ મોટું નિવેદન આપ્યું છે. SEBI તરફથી કહેવામાં આવ્યું છે કે છેલ્લા અઠવાડિયાથી એક કારોબારી ગ્રુપના શેરોમાં અસામાન્ય રૂપે ઉતાર-ચડાવ જોવા મળ્યા છે. SEBI બજારની અખંડતાની સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્વ છે. SEBIએ કહ્યું કે, તે બહારની સંરચનાત્મક મજબૂતી માટે પણ પ્રતિબદ્ધ છે. સાથે જ કહ્યું કે, અમે ઇચ્છીએ છીએ કે, શેર બજાર પારદર્શી અને કુશળ રીતે કામ કરતું રહે.

4 ફેબ્રુઆરીના રોજ એક પ્રેસ જાહેરાતમાં SEBIએ કહ્યું કે, અમે બજારના વ્યવસ્થિત અને કુશળ કામકાજને બનાવી રાખવા માગીએ અને ખાસ શેરોમાં વધુ અસ્થિરતાને દૂર કરવા માટે સાર્વજનિક રૂપે દેખરેખની વ્યવસ્થા પણ ઉપસ્થિત છે. SEBIએ કહ્યું કે, દેખરેખની વ્યવસ્થા કોઇ પણ શેરમાં કિંમતોમાં ભારે ઉતાર-ચડાવ થવા પર કેટલીક શરતો સાથે પોતે જ ચાલુ થઇ જાય છે. SEBIનું નિવેદન ભારતીય રિઝર્વ બેંક (RBI)ના એ નિવેદન બાદ આવ્યું છે, જ્યાં ઉધારદાતાઓની ચિંતાઓને દૂર કરતા કહ્યું છે કે, દેશની બેન્કિંગ પ્રણાલી લચીલી અને સ્થિર બનેલી છે.

SEBIના આ નિવેદન બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ મહુઆ મોઇત્રાએ પણ ટ્વીટ કરી છે. તેમણે કહ્યું કે, એમ લાગે છે કે, માત્ર SEBIને ખબર છે કે જૂન 2021થી શું કાર્યવાહી કરવામાં આવી છે. ભારતનું ગૌરવ પ્રતિનિધિત્વ કોઇ વ્યક્તિની સંપત્તિ સાથે ન હોવું જોઇએ અને SEBI જેવા અધિકારીઓએ સ્પષ્ટ કરવું જોઇએ કે તેઓ આર્થિક ક્ષેત્રમાં કયા પ્રકારની ભૂમિકા નિભાવે છે. પશ્ચિમ બંગાળના સાંસદે યાદ કરતા કહ્યું કે, ‘જ્યારે અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગે SEBIને પૂછ્યું કે તેમણે મારા સવાલોના જવાબ કેમ ન આપ્યા. તો તેમણે કહ્યું કે, તેઓ જવાબ આપવા માટે અત્યાર સુધી કોઇ તાર્કિક નિષ્કર્ષ પર પહોંચ્યા નથી. તે વર્ષ 2019માં મારા સવાલો બાબતે હતો.

RBIએ કહ્યું હતું કે, અમારી પાસે મોટા ક્રેડિટ (CRILC) ડેટાબેઝ સિસ્ટમ પર સૂચનાનો એક કેન્દ્રીય ભંડાર છે. જ્યાં બેંક 5 કરોડ રૂપિયા અને તેનાથી વધુ પોતાના જોખમને રિપોર્ટ કરે છે, જેનો ઉપયોગ દેખરેખ ઉદ્દેશ્યો માટે કરવામાં આવે છે. ન્યૂયોર્ક સ્થિત શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગ રિસર્ચે 24 જાન્યુઆરીના રોજ અદાણી ગ્રુપની કંપનીઓ પર પોતાનો રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. તેમાં ગ્રુપ પર દશકોથી સ્ટોક હેરાફેરી અને કાઉન્ટિગ છેતરપિંડીમાં સામે હોવાનો આરોપ લગાવ્યો હતો.

એ સિવાય રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, અદાણી ગ્રુપની લિસ્ટેડ 7 કંપનીઓ ઓવરવેલ્યૂડ છે. તો 413 પાનાંના જવાબમાં અદાણી ગ્રુપે કહ્યું કે, રિપોર્ટ ‘ખોટી ધારણા બનાવવા’ માટે છુપાયેલી મંશાથી પ્રેરિત છે. જેથી અમેરિકન ફર્મને નાણાકીય લાભ મળી શકે. અદાણી ગ્રુપે કહ્યું કે, આ 88 સવાલોમાંથી ઘણા એવા છે જે કોઇ નવી વાત બતાવતા નથી. એ માત્ર એ જૂની વાતોને ફરીથી પુનરાવર્તિત કરી રહી છે કે ન્યાયિક પ્રક્રિયામાં ખોટી સાબિત થઇ ચૂકી છે. કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે, હિંડનબર્ગનો રિપોર્ટ ખોટી જાણકારી અને ખોટા આરોપોના આધાર પર બન્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp