કંપનીના 25 વર્ષ પૂરા થતા માત્ર કર્મચારીઓ નહીં, પરિવારના સભ્યો માટે 30 કરોડ...

PC: gulfnews.com

સંયુક્ત આરબ અમીરાત (UAE)માં હાજર એક ભારતીય કંપનીએ 25 વર્ષ પૂરા થવા પર તેના કર્મચારીઓને ભેટ આપવાની જાહેરાત કરી છે. ખાસ વાત એ છે કે, કંપની આ સેલિબ્રેશન માત્ર કર્મચારીઓ સુધી સીમિત નથી રાખી રહી, પરંતુ તેમના માતા-પિતા, પત્ની અને બાળકોને પણ તેમાં સામેલ કરવામાં આવી રહી છે. Aries Group Of Companiesના CEOએ આ પ્રસંગે કર્મચારી અને તેના પરિવારને 13.4 મિલિયન દિરહામ (300 મિલિયન અથવા રૂ. 30 કરોડ)ની ભેટ આપવાની જાહેરાત કરી છે. આ મોટી ભેટને વહેંચવા માટે કંપનીએ એક અદ્ભુત ફોર્મ્યુલા પણ બનાવી છે.

Aries ગ્રુપે તેની 25મી વર્ષગાંઠની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરી અને ભેટ તરીકે રૂ. 30 કરોડના વિતરણની જાહેરાત કરી. સમારંભમાં ભાગ લેવા માટે ભારતમાંથી 25 કર્મચારીઓના સંબંધીઓને UAE મોકલવામાં આવ્યા હતા. કંપનીના CEO સોહન રોયે તેના કર્મચારીઓ માટે 'સિલ્વર જ્યુબિલી ગિફ્ટ'ની જાહેરાત કરી હતી. ઈન્ક્રીમેન્ટ અને ઈન્સેન્ટીવ ઉપરાંત કર્મચારીઓ માટે આ એક ખાસ વર્ષગાંઠની ભેટ હશે. CEO વતી, એવું કહેવામાં આવ્યું હતું કે, અમે 25 વર્ષ પૂર્ણ કર્યા છે અને અમે અમારા કર્મચારીઓ અને તેમના પરિવારોની પ્રતિબદ્ધતા અને કાર્યક્ષમતા માટે આભારી છીએ, જેમણે અમને ટેકો આપ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, કર્મચારીઓ અમારા જૂથ માટે જે કરી રહ્યા છે તેના માટે તેઓનો આભાર માનવાની આ અમારી રીત છે.

વાસ્તવમાં, કર્મચારી તેમજ તેની પત્ની-બાળકો અને માતા-પિતાને ભેટ આપવાની પહેલ આ શારજાહ મુખ્યમથકની કંપનીના CEO સોહન રોય દ્વારા શરૂ કરવામાં આવી છે. આ પહેલ હેઠળ, કંપનીએ કર્મચારીઓની બેરોજગાર પત્નીઓને પ્રોત્સાહિત કરવા, વરિષ્ઠ કર્મચારીઓ માટે ઘર બનાવવા અને કર્મચારીઓના બાળકોને શિક્ષણ ભથ્થું અને શિષ્યવૃત્તિ આપવા જેવી બીજી ઘણી યોજનાઓ લાગુ કરી છે. જે કર્મચારીઓની પત્નીઓ ગૃહિણી છે અથવા કોઈ કામ કરતી નથી તેમને પગાર આપવા માટે કંપની દ્વારા પહેલ કરવામાં આવી છે. આ માટે એક ફોર્મ્યુલા છે, જે અંતર્ગત કર્મચારીઓના ટેક હોમ સેલરીના 25% તેમની પત્નીઓને આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જે કર્મચારીઓએ કંપનીમાં પોતાના ત્રણ વર્ષ પૂરા કર્યા છે, તેમની પત્નીઓને આ લાભ આપવામાં આવી રહ્યો છે. CEO સોહન રોયના જણાવ્યા અનુસાર, પતિની કમાણીનો 25 ટકા તેમની પત્નીના ખાતામાં પણ જશે. ખરેખર, કર્મચારીઓની પત્નીઓને પ્રોત્સાહિત કરવાનો નિર્ણય કંપનીમાં કોરોના સમયગાળા દરમિયાન લેવામાં આવ્યો હતો. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, કંપની મેનેજમેન્ટે તેના કર્મચારીઓની પત્નીઓનો ડેટાબેઝ પણ તૈયાર કર્યો છે, જેઓ નોકરી કરતા નથી. વર્ષ 2021માં, કંપનીએ આ પહેલ પર કામ શરૂ કર્યું.

Aries ગ્રુપ ઓફ કંપનીઝના CEO સોહન રોય મૂળ ભારતીય છે. ભૂતપૂર્વ મરીન એન્જિનિયર સોહન રોયે આ કંપનીની શરૂઆત વર્ષ 1998માં કરી હતી. તેમની કંપનીમાં 2000થી વધુ કર્મચારીઓ કામ કરે છે અને ગ્રુપનો બિઝનેસ 25 દેશોમાં ફેલાયેલો છે. સોહન રોયના કહેવા પ્રમાણે, 'અમે માનીએ છીએ કે કોઈપણ બિઝનેસની સફળતા તેના કર્મચારીઓની ખુશી સાથે જોડાયેલી હોય છે. અમને ખાતરી છે કે આવી પહેલ કર્મચારીઓ અને તેમના પરિવારો વચ્ચેના બંધનને વધુ મજબૂત બનાવશે અને ARIES ગ્રુપ પરિવારનો એક ભાગ બનવામાં ગર્વની ભાવના જગાડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp