એક દિવસ ચંદ્ર પર ઉતરશે મહિન્દ્રા થાર! મહિન્દ્રાએ વીડિયો શેર કરીને કરી સપનાની વાત

PC: twitter.com/anandmahindra

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર સૌથી વધુ એક્ટિવ રહે છે. તેઓ મોટા ભાગે કંઈક ને કંઈક ફની, ઇનોવેટિવ અને મોટિવેશનલ પોસ્ટ શેર કરતા રહે છે, જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ જાય છે. તેમણે આ વખત પણ કંઈક એવું જ X (અગાઉ ટ્વીટર) પર કર્યું છે, જે ચર્ચામાં છે. તેમાં તેમણે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)ને ચંદ્રયાન-3ની સફળતા માટે શુભેચ્છા આપતા પોતાનું સપનું શેર કર્યું છે. આનંદ મહિન્દ્રા પોતાની કંપનીની નવી Thar-Eને ચંદ્ર પર ઉતરતા જોવા માગે છે.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ પોતાની પોસ્ટમાં એક વીડિયો શેર કર્યો છે. આ એનિમેટેડ વીડિયો માત્ર 10 સેકન્ડનો છે, જે ચંદ્રની સપાટીને દેખાડી રહ્યો છે. તેમાં દેખાડવામાં આવ્યું છે કે ચંદ્રમાની સપાટી પર એક લેન્ડર ઊભું છે અને ધીરે ધીરે તેનો દરવાજો ખૂલે છે અને તેની અંદરથી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની નવી થાર-ઇ ઉતરે છે અને ચંદ્રની જમીન પર આગળ વધીને ઊભી થઈ જાય છે. ઉલ્લેખનીય છે કે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના સબ્સિડિયરી મહિન્દ્રા ઇલેક્ટ્રિક ઑટોમોબાઇલ્સ લિમિટેડ (MEAL)એ ગયા મહિને જ ગ્લોબલ ફ્યૂચરસ્કેપમાં વિઝન થાર-ઇ ઇલેક્ટ્રિક SUV અનવીલ કરી હતી.

આગામી સમયમાં 5 દરવાજાવાળી થાર ઇલેક્ટ્રિક અવતારમાં આવશે અને એક્સપ્લોર ધ ઇમ્પોસિબલ ફિલોસફી સાથે અનવીલ થાર-ઇનો લુક અને ડિઝાઇન શાનદાર છે. આનંદ મહિન્દ્રાએ 10 સેકન્ડનો અનિમેટેડ વીડિયો શેર કરતા તેના કેપ્શનમાં સૌથી પહેલા ચંદ્રયાન-3ની સફળતા માટે ISROનો આભાર માન્યો છે. તેની સાથે જ તેમણે લખ્યું કે, ‘અમારી મહત્ત્વકાંક્ષાઓને ઉડાણ આપવા માટે આભાર ISRO. ભવિષ્યમાં એક દિવસ આપણે ચંદ્રની સપાટી પર વિક્રમ અને પ્રજ્ઞાનની બાજુમાં થાર-ઇને ઊતરતી જોઈશું! તેમના આ ખાસ સપના સાથે જોડાયેલી પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે.

અબજપતિ બિઝનેસમેન આનંદ મહિન્દ્રાની આ પોસ્ટને 6 લાખ કરતા વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે અને હજારો યુઝર્સે પોતાની પ્રતિક્રિયાઓ શેર કરી હતી. ઉલ્લેખનીય છે કે ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર ઉતરેલું વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર સતત ચંદ્રથી જરૂરી જાણકારીઓ મોકલી રહ્યા છે. જેનું વિશ્લેષણ કરવામાં વૈજ્ઞાનિક લાગી ગયા છે. જો કે, હવે 22 સપ્ટેમ્બર સુધી સ્લીપ મોડમાં રાખવામાં આવ્યું છે. મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાના ટ્વીટર પર ફોલોઅર્સની સંખ્યા કરોડોમાં છે. તેમના દ્વારા ટ્વીટર પર પોસ્ટ કરેલા ઇનોવેટિવ આઇડિયાથી ભરેલા અને મોટિવેશનલ ટ્વીટ્સને યુઝર્સ ખૂબ પસંદ કરે છે. આનંદ મહિન્દ્રાની ફેન ફોલોવિંગની વાત કરીએ તો તેના ફોલોઅર્સની સંખ્યા 10.4 લાખ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp