રિલાયન્સ બોર્ડમાં અનંત અંબાણીની નિમણુંકનો વિરોધ, જાણો, કારણ

PC: jioinstitute.edu.in

એશિયાના સૌથી ધનાઢ્ય મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બોર્ડમાં અનંત અંબાણી (Anant Ambani)ને સામેલ કરવાના મામલે મુશ્કેલી ઊભી થઈ હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં યોજાયેલી રિલાયન્સ AGMમાં બોર્ડમાં આકાશ, ઈશા અને અનંત અંબાણીના સમાવેશને મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ હવે અનંત અંબાણીને રિલાયન્સ બોર્ડની બેઠક માટે બે કન્સલ્ટિંગ કંપનીઓના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

બિઝનેસ ટુડેના એક અહેવાલ મુજબ, બંને આંતરરાષ્ટ્રીય પ્રોક્સી સલાહકાર ફર્મ Shareholder Services Inc (ISSI) અને મુંબઈ સ્થિત Institutional Investor Advisory Services India Limited (IIAS) એ બોર્ડમાં તેમની નિમણૂકને સમર્થન ન આપવા માટે અનંત અંબાણીની ઉંમરનું કારણ દર્શાવ્યું છે. આ બંને સલાહકાર કંપનીઓએ રિલાયન્સના શેરધારકોને મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના બોર્ડમાં નિયુક્ત કરવાના પ્રસ્તાવની વિરુદ્ધમાં મતદાન કરવા ભલામણ કરી છે.

બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, ISSIએ 12 ઓક્ટોબરે એક નોટ જારી કરી હતી, જેમાં મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીની ઉંમર અને અનુભવ અંગે સવાલો ઉઠાવ્યા હતા. આ નોંધમાં એવું કહેવામાં આવ્યું હતું કે ઓછી ઉંમરના અનંત અંબાણીનો 6 વર્ષનો લીડરશીપ અનુભવ તેમની નિમણુંકની દરખાસ્તની સામે વોટની ગેરંટી આપે છે. જો કે ISSIએ ઇશા અને આકાશની નિમણુંકને સમર્થન આપ્યું છે.

આ પહેલાં IIASએ 9 ઓકટોબરના એક રિપોર્ટમાં કહ્યું હતું કે 28 વર્ષના અનંત અંબાણીની નિમણક વોટિંગ ગાઇડસાઇન્સને અનુરુપ નથી.

રિલાયન્સ વતી અનંત અંબાણીની નિમણૂંકના વિરોધમાં બહાર આવેલી આ બંને પ્રોક્સી ફર્મ્સને કહેવામાં આવ્યું છે કે અનંત અંબાણીને બોર્ડમાં જોડાવા માટે સંબંધિત અનુભવ અને પરિપક્વતા છે, કારણ કે જૂથના વ્યવસાયમાં તેમની સક્રિય ભાગીદારી તેમજ તેમણે વર્ષોથી વરિષ્ઠ નેતૃત્વ પાસેથી તાલીમ મેળવી છે. આવી સ્થિતિમાં અનંત રિલાયન્સ બોર્ડની બેઠકોમાં યોગદાન આપવા સક્ષમ છે.

રિલાયન્સમાં સ્થાપકો 41 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે વિદેશી અને સ્થાનિક સંસ્થાઓ 40 ટકા હિસ્સો ધરાવે છે. તેઓએ પ્રોક્સી કંપનીઓના સૂચનો પર પોતાનો મત આપ્યો. શેરધારકોએ 26 ઓક્ટોબર 2023 સુધીમાં અનંત અંબાણીને બોર્ડમાં નિયુક્ત કરવાના પ્રસ્તાવ પર પોતાનો મત આપવાનો રહેશે.

એક તરફ ISSI અને IIAS અનંત અંબાણીની નિમણૂXકના વિરોધમાં છે, તો બીજી તરફ અન્ય આંતરરાષ્ટ્રીય પ્રોક્સી ફર્મ ગ્લાસ લેવિસ અનંતને સમર્થન આપી રહી છે. આ ફર્મના ડિરેક્ટર ડેકી વિન્ડાર્ટોએ કહ્યું છે કે તેઓ માત્ર અનુભવના આધારે અનંત અંબાણીને અલગ નથી કરી રહ્યા. ગ્લાસ લેવિસે જણાવ્યું હતું કે મુકેશ અંબાણીના અન્ય બે બાળકો, આકાશ અંબાણી અને ઈશા અંબાણી, જેઓ સમાન વ્યાવસાયિક અનુભવ ધરાવે છે, તેઓ અનંત અંબાણી કરતાં માત્ર ત્રણ વર્ષ મોટા છે, અને મતદાન કરવા માટે તૈયાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp