હિંડનબર્ગના રિપોર્ટ બાદ ગૌતમ અદાણીના હાથથી ગઇ વધુ એક મોટી ડીલ

મુશ્કેલીમાં ફસાયેલા અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. સી.કે. બિરલા ગ્રુપની કંપની ઓરિએન્ટ સિમેન્ટે અદાણી પાવર મહારાષ્ટ્ર સાથે ડીલ સમાપ્ત કરી દીધી છે. તેમનું કહેવું છે કે, અદાણી ગ્રુપ આ ફિલ માટે જરૂરી ક્લિયરેન્સ હાંસલ કરવામાં નિષ્ફળ રહ્યું છે. ઓરિએન્ટ સિમેન્ટે સપ્ટેમ્બર 2021માં અદાણી ગ્રુપ સાથે એક MoUની જાહેરાત કરી હતી. કંપનીએ શેર માર્કેટને જણાવ્યું કે અદાણી પાવરે આ ડીલને આગળ ન વધારવાનો અનુરોધ કર્યો છે.

24 જન્યુઆરીના રોજ હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ આવ્યા બાદ અદાણી ગ્રુપ માટે આ ત્રીજો મોટો ઝટકો છે. આ અગાઉ DB પાવરને ખરીદવાની ડીલ પૂરી ન કરી અને પછી PTC ઇન્ડિયા માટે બોલી લગાવતા પાછળ હટી ગયા હતા. બંને કંપનીઓએ મહારાષ્ટ્રના તિરોદામાં એક સિમેન્ટ ગ્રાઇન્ડિંગ યુનિટ લગાવવા માટે સપ્ટેમ્બર 2021માં એક MoU પર સાઇન કરી હતી. તેના માટે ઓરિએન્ટ સિમેન્ટનું કહેવું છે કે અદાણી પાવર તેના પ્લાન્ટ માટે MIDCથી જરૂરી ક્લિયરેન્સ લેવામાં લેવામાં નિષ્ફળ રહ્યું છે.

સાથે જ આ MoUની ટાઇમલાઇન પણ હવે વીતી ચૂકી છે. બુધવારે અદાણી પાવરના શેર 5 ટકાના ઘટાડા સાથે 162.45 રૂપિયા પર બંધ થયા, જ્યારે ઓરિએન્ટ સિમેન્ટના શેર 2 ટકાના ઘટાડા સાથે 117.35 રૂપિયા પર બંધ થયા હતા. હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટે અદાણી ગ્રુપન માર્કેટ કેપમાં 142 અબજ ડૉલરનો ઘટાડો આવ્યો છે. આ જ કારણ છે કે ગ્રુપે હવે આક્રમક રીતે વિસ્તારની યોજનાઓને પણ ધીમે કરવાની શરૂઆત કરી દીધી છે. હવે તેનો બધો જોર કેશ બચાવવા અને લોન ઓછી કરવા પર છે. આ જ કારણ છે કે પહેલા તેમણે DB પાવર સાથે ડીલને આગળ ન વધારી અને પછી PTC ઇન્ડિયા લિમિટેડમાં બોલી ન લગાવવાનો નિર્ણય લીધો.

અદાણી ગ્રુપની તમામ કંપનીના શેરોમાં હિંડનબર્ગના રિપોર્ટ આવ્યા બાદ ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે છેલ્લા 2-3 દિવસોમાં સ્થિતિ થોડી કંટ્રોલમાં લાગી રહી હતી, પરંતુ 22 ફેબ્રુઆરીના રોજ ફરી કંપનીના શેરોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. ગૌતમ અદાણીનું નેટવર્થ ઘટતા ઘટતા 22 ફેબ્રુઆરીના રોજ 43.3 અબજ ડોલર સુધી પહોંચી ગયું છે એટલે કે હિંડનબર્ગનો રિપોર્ટ આવવા પહેલાના સમયની તુલનામાં જોઇએ તો બે તૃતીયાંશ ઓછી થઇ ગઇ છે અને માત્ર એક તૃતીયાંશ જ બચી છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.