2023 જૂન સુધીમાં ભારતમાં 20 લાખથી વધુ કારો વેચાઇ, Tataની આ બે SUVએ મારી બાજી

ભારતમાં દર મહિને લાખો કારો વેચાઇ છે. પણ આ વર્ષના શરૂમા 6 મહિનાઓમાં પાછલા બધા રેકોર્ડ તૂટી ગયા છે. ભારતીય ઓટો માર્કેટમાં એકથી ચઢિયાતી કારો મોજૂદ છે. અમુક કારો એવી પણ છે જેને લોકો આ વર્ષની શરૂઆતથી જૂન સુધીમાં ઘણી પસંદ કરી રહ્યા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ વર્ષે જાન્યુઆરીથી લઇ જૂન દરમિયાન કુલ 20,11,062 કારો અને SUV વેચાઈ છે. જેમાં મારુતિ સુઝુકી કંપનીની કારોની સંખ્યા સૌથી વધારે છે.

આ વર્ષના શરૂના 6 મહિનાઓમાં દર મહિને સરેરાશ 3.35 લાખ કારો વેચાઇ છે. સૌથી વધારે વેચાનારી કાર મારુતિ સુઝુકીની વેગનઆર છે. તો બીજી તરફ ટાટા મોટર્સની નેક્સોન અને ટાટા પંચ જેવી એસયૂવી પોતાના સેગમેન્ટમાં ટોપ પર રહી છે. આ બંને કારોએ મળીને દોઢ લાખથી વધારે ગ્રાહકોને આકર્ષિત કર્યા છે.

ભારતમાં આ વર્ષે શરૂના 6 મહિનામાં સૌથી વધારે વેચાનારી કારોમાં પહેલા નંબર પર મારુતિ સુઝુકીની વેગનઆર રહી છે. જેને 109278 ગ્રાહકોએ ખરીદી છે. ત્યાર પછી બીજા નંબર પર મારુકિ સ્વિફ્ટ રહી છે. જેને 104465 ગ્રાહકો મળ્યા. ત્રીજા નંબરે મારુતિ બલેનોને 100107 ગ્રાહકો મળ્યા.

ટાટા મોટર્સની બેસ્ટ સેલિંગ SUVનો નંબર આના પછી આવે છે. જેને 87501 ગ્રાહકોએ ખરીદી છે. પાંચમા સ્થાને હ્યૂંદૈ ક્રેટા રહી છે. જેને 82566 ગ્રાહકોએ ખરીદી છે. તો છઠ્ઠા નંબરે મારુતિ બ્રેઝા રહી, જેને 82185 ગ્રાહકો મળ્યા. ટાટા પંચ સાતમા સ્થાને રહી છે અને ચોથી બેસ્ટ સેલિંગ એસયૂવી રહી છે. જેને 67117 ગ્રાહકો મળ્યા.

તમને જણાવીએ કે, ભારતીય બજારમાં એસયૂવી અને ક્રોસઓવર સૌથી વધારે વેચાઇ છે. ભારતમાં કુલ માર્કેટ શેરના 46 ટકા આ કારો પાસે છે. ત્યાર પછી હેચબેક સેગમેન્ટની કારો પાસે 33 ટકા માર્કેટ શેર છે. મારુતિ સુઝુકીની સાથે જ હ્યુંદૈ અને ટાટા ભારતની 3 સૌથી મોટી ઓટોમોબાઈલ કંપની છે. સાથે જ પેસેન્જર વ્હીકલ્સમાં આ 3 કંપનીઓની 70 ટકા હિસ્સેદારી છે. આવનારા મહિનાઓમાં ફેસ્ટિવલ સીઝનની શરૂઆત થવા જઇ રહી છએ. એવામાં ઘણી કાર કંપનીઓ પોતાના નવા પ્રોડક્ટ્સ લોન્ચ કરી રહી છે. સીએનજી અને ઈલેક્ટ્રિક સેગમેન્ટમાં આવનારા મહિનાઓમાં ઘણી નવી કારો આવશે.

About The Author

Related Posts

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.