દિલિપ ભટ્ટના મતે બજારમાં હાહાકાર, પણ એકથી દોઢ વર્ષ માટે આ સ્ટોક્સ કમાણી કરાવશે

બજારમાં હાહાકાર મચ્યો છે. બે દિવસથી બજારમાં જોરદાર વેચવાલી જોવા મળી રહી છે. બજારમાં અદાણી ગ્રુપના કારણે કડાકો જોવા મળ્યો હતો. બજારમાં જોવા મળ્યું કે, પેનિક પહેલા પણ ઘણી વખત જોવા મળ્યું છે. આવા પેનિક માહોલમાં પણ રોકાણકારોએ પેનિક થયા વગર કેવી રીતે ટ્રેડિંગ કરવું જોઇએ. તેના પર વાત કરતા માર્કેટ એક્સપર્ટ દિલિપ ભટ્ટે કહ્યું કે, બજારમાં આ પ્રકારની સ્થિતિ આવતી જ રહે છે. તેમાં ટ્રેડિંગ માટે હાલ સંયમથી કામ લેવું જોઇએ. પણ કોઇએ 1થી દોઢ વર્ષના દૃષ્ટિકોણથી ખરીદી કરવી હોય તો સારા સ્ટોક્સમાં ખરીદીના મોકા પણ મળી રહ્યા છે. CNBC આવાઝ સાથેની વાતચીતમાં માર્કેટ એક્સપર્ટે આ વાત કરી છે.

તેમણે આગળ કહ્યું કે, હાલ બજારમાં ટેન્શન નજરે પડી રહ્યું છે. પણ આ પેનિકનો લાભ લેવા માગો છો તો તમારે શોર્ટ ટર્મ ટ્રેડર્સની જેમ ન વિચારવું જોઇએ. પણ 1 વર્ષથી લઇને દોઢ વર્ષના દૃષ્ટિકોણથી સારા સ્ટોક્સ ખરીદવા પર આ પેનિક માર્કેટમાં પણ પૈસા બનાવી શકાય છે. બજારમાં આપણે જોઇ રહ્યા છીએ કે, વિદેશી રોકાણકારો સતત વેચવાલી કરી રહ્યા છે.

અમારું માનવું છે કે, અહીંથી જે રિકવરી આવશે તે એક વીક રિકવરી હશે. તેથી કોઇએ પણ ઉતાવળ ન કરવી જોઇએ. પણ આવા માર્કેટમાં SIP દ્વારા રોકાણ ચાલું રાખવું જોઇએ. બજેટના કારણે શોર્ટ ટર્મ માટે થોડો જંપ જોવા મળી શકે છે. આ સ્થિતિ એક મહિનામાં સ્થિર થઇ શકે છે કે ત્યાર બાદ સ્થિર થઇ શકે છે. પણ જો કોઇ રોકાણકાર 1થી દોઢ વર્ષ માટે ખરીદી કરવા માગે છે તો તેને કમાવાના મોકા મળશે. કુલ મળીને જો તમે શોર્ટ ટર્મ ટ્રેડર છો તો વધારે ઉતાવળ ન કરો પણ ધીમે ધીમે પૈસા લગાવીને કમાણીની રણનીતિ બનાવો.

દિલિપ ભટ્ટે કહ્યું કે, બેન્કિંગ સેક્ટરના શેરોમાં ઓવર રિએક્શન જોવા મળી રહ્યું છે. થોડા સમયથી બેન્કિંગ શેરો આઉટપર્ફોર્મ કરી રહ્યા હતી તેથી હવે તેમાં આ પ્રકારનું રિએક્શન જોવા મળી રહ્યું છે. પણ બેન્કિંગ સેક્ટર પર અમારો દૃષ્ટિકોણ સારો બનેલો છે. રોકાણ માટે SBI પર દાવ લગાવી શકાશે. તેની સાથે જ તેમને બેન્ક ઓફ બરોડા, કેનેરા બેન્કમાં પણ સારા અવસર દેખાઇ રહ્યા છે. તેની સાથે જ ICICI બેન્ક જેવા શેરોમાં પણ ધીમે ધીમે રોકાણ કરવું જોઇએ. આ શેરોમાં 1 વર્ષથી વધારે સમય સુધી બનેલા રહેવા પર સારી કમાણી થઇ શકે છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.