આ કંપનીનો શેર 75 ટકા તૂટી ચૂક્યો છે છતા નિષ્ણાતો ખરીદવાની સલાહ આપી રહ્યા છે

Paytmના IPOમાં રોકાણકારો હજુ સુધી રાતા પાણીએ રડી રહ્યા છે. IPOના ઇતિહાસમાં કદાચ Paytm એવો શેર હશે જેણે રોકાણકારોને સૌથી વધારે નુકશાન કરાવ્યું હોય. IPOમાં 2150 રૂપિયાના ભાવે શેર આપવામાં આવ્યો હતો, જે આજે 547 રૂપિયા પર  પહોંચ્યો છે. જો કે, શેરબજારના નિષ્ણાતોનું માનવું છે કે આ ભાવથી શેર ખરીદવા જેવો લાગે છે. લગભગ 1400 રૂપિયા સુધી પહોંચી શકે છે.

Paytmના શેરો માટેનો લોક-ઇન પિરિયડ પુરો થયા પછી આ શેરમાં વેચવાલીનું દબાણ વધ્યું છે. ઉપરાંત નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓ ફ ઇન્ડિયા UPI પેમેન્ટ્ દ્રારા થતા વહેવારોની મર્યાદા નક્કી કરવાનું વિચારી રહી છે એટલે પણ Paytmના શેરોમાં વેચવાલી નિકળી છે.

Paytmની પેરન્ટ કંપની વન 97 કોમ્યુનિકેશન્સના શેરોમાં રોકાણ અત્યાર સુધીમાં IPO રોકાણકારો માટે સૌથી વધારે ખરાબ રોકાણ સાબિત થયું છે. જે ભાવે શેરો ઇશ્યૂ થયા હતા તેનાથી શેરનો ભાવ 75 ટકા

75 ટકા જેટલો ડાઉન છે. જો કે શેરબજારના નિષ્ણાતો હજુ પણ આ શેર પર ભરોસો બતાવી રહ્યા છે.શેરબજારના જાણકારોનું કહેવું છે કે Paytmના શેરનો ભાવ 1400 રૂપિયા સુધી પહોંચી શકે છે.

Paytm કંપનીએ રોકાણકારોને IPOમાં2150 રૂપિયાના ભાવે શેર આપ્યો હતો.Paytmના શેરનો ભાવ અત્યારે 547ની આજુબાજુ છે. મતલબ કે હાલના ભાવથી નિષ્ણાતોના 1400ના ટાર્ગેટ સુધી કમાણી થઇ શકે, પરંતુ અસલ રોકાણકારોને તો 1400 રૂપિયા પર પહોંચે તો પણ નુકશાન જ રહેવાનું છે.

શેરબજારના એનાલિસ્ટ્સનું  આ શેર ખરીદવાની ભલામણ કરી રહ્યા છે તેનું કારણ એવું છે કે Paytm 810 રૂપિયાના ભાવે શેરો બાયબેક કરશે. બાયબેકના નિર્ણયને કારણે નફો અને કેશ જનરેશન રોડમેપ અને મોટા રોકાણો સાથે જોડાયેલી ચિંતા  દુર થશે. ઉપરાંત  કેપિટલ એલોકેશનની લઇને મેનેજમેન્ટનો વિશ્વાસ વધશે. જે પી મોર્ગન રિસર્ચના કહેવા મુજબ નાણાંકીય વર્ષ 2023-24ના બીજા ત્રિમાસિક ગાળામાં કંપનીએ બ્રેક ઇવન હાંસલ કરવાનો જે લક્ષ્યાંક હાંસલ કર્યો છે તે પુરો થઇ શકે છે.

તો જે એમ ફાયનાન્સિઅલનું માનવું છ કે Paytm EBIDTA બ્રેક ઇવન 2026માં પહોંચી શકે છે. દોલત કેપિટલે આ શેર માટે 1400 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. જે પી મોર્ગેને 1100 રૂપિયાનો ટાર્ગેટ રાખ્યો છે.

નોંધ- માત્ર માહિતી આપવા ખાતર આ ન્યૂઝ લખવામાં આવ્યા છે. શેરબજારમાં રોકાણ કરતી વખતે તમારા રોકાણારોની સલાહ મુજબ જ રોકાણ કરવું હિતાવહ છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.